મોરબી સિરામિક ઉદ્યોગને મળી ગુજરાત ગેસ કંપની તરફથી રાહત, કરાર પર મળશે ગેસ

મોરબીમાં ધમધમતા કોલગેસ પ્લાન્ટ બંધ કરવા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે આદેશ કર્યો હતો. જેની અમલવારી જીપીસીબીને કરવાની હોય આજથી મોરબીના ૫૦૦ જેટલા સિરામીક એકમોમાં ચાલતા કોલગેસ પ્લાન્ટ બંધ કરાવવા માટે ક્લોઝર નોટિસ દેવાનું જીપીસીબી દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. જ્યારે મોરબી સિરામિક ઉદ્યોગને મળી ગુજરાત ગેસ કંપની તરફથી રાહત આપવામાં આવી છે. હવે ગેસ કંપની સાથે માસિક કરાર કરીને મેળવી શકશે સસ્તો ગેસ મેળવી શકાશે. ગેસના ભાવમાં ઘટાડો કરવા માટે પણ સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. વિષયવ કક્ષાના ઉદ્યોગના હિતમાં નાયબ મુખ્યમંત્રીને કરી રજૂઆત કરી હતી. 
 

મોરબી સિરામિક ઉદ્યોગને મળી ગુજરાત ગેસ કંપની તરફથી રાહત, કરાર પર મળશે ગેસ

હિમાંશુ ભટ્ટ/મોરબી: મોરબીમાં ધમધમતા કોલગેસ પ્લાન્ટ બંધ કરવા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે આદેશ કર્યો હતો. જેની અમલવારી જીપીસીબીને કરવાની હોય આજથી મોરબીના ૫૦૦ જેટલા સિરામીક એકમોમાં ચાલતા કોલગેસ પ્લાન્ટ બંધ કરાવવા માટે ક્લોઝર નોટિસ દેવાનું જીપીસીબી દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. જ્યારે મોરબી સિરામિક ઉદ્યોગને મળી ગુજરાત ગેસ કંપની તરફથી રાહત આપવામાં આવી છે. હવે ગેસ કંપની સાથે માસિક કરાર કરીને મેળવી શકશે સસ્તો ગેસ મેળવી શકાશે. ગેસના ભાવમાં ઘટાડો કરવા માટે પણ સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. વિષયવ કક્ષાના ઉદ્યોગના હિતમાં નાયબ મુખ્યમંત્રીને કરી રજૂઆત કરી હતી. 

વિશ્વ કક્ષાએ મોરબીનું સિરામિકમાં ઉધોગમાં નામ છે જો કે, હવે આ ઉધોગ ઉપર સંકટના વાદળો ધેરાઇ ગયા હતા. કેમ કે એનજીટીમાં કોર્ટમાં ચાલેલા કેસમાં તાજેતરમાં ચુકાદો આપતા મોરબીના જુદાજુદા યુનિટ ચાલતા તમામ પ્રકારના કોલગેસ પ્લાન્ટને બંધ કરવા માટેનો આદેશ કર્યો હતો. જેની અમલવારી જીપીસીબીની કરાવવાની હોવાથી આજથી જીપીસીબી દ્વારા મોરબીના સિરામિક યુનિટોમાં ચાલતા કૌલગેસ પ્લાન્ટને બંધ કરવા માટે કલોઝર નોટીસ દેવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું. અને એનજીટી કોર્ટે આપેલા ચુકાદેના ધ્યાનમાં રાખીને મોરબીની આસપાસમાં જેટલા પણ સિરામિક એકમોમાં કોલગેસ પ્લાન્ટ કાર્યરત હતા તેને કારખાનેદારો દ્વારા બંધ કરી દેવામાં આવ્યા હતા.

સયાજીરાવ ગાયકવાડના સ્થાપત્યો સરકારને સોપવાની હિલચાલ અંગે રહીશોની નારજગી

મોરબી આસપાસના જેટલા પણ સિરામિક યુનિટમાં કોલગેસી ફાયરનો ઉપયોગ કરવામાં આવતો હતો તેમાંથી મોટાભાગના કારખાનેદારો દ્વારા કોલગેસી ફાયરમાંથી નીકળતા ટાર વેસ્ટ અને કેમિકલયુક્ત પાણીનો આડેધડ નિકાલ કરવામાં આવતો હતો જેથી પ્રદુષણ મુદ્દે એનજીટીમાં ફરિયાદ કરવામાં આવી હતી જેને ધ્યાનમાં રાખીને કોર્ટે દ્વારા પ્રદુષણ ફેલાવતા કોલગેસી ફાયરને સદંતર બંધ કરવા માટેનો આદેશ કરી દીધો છે. જેની અમલવારી જીપીસીબીએ કરાવવાની હોવાથી પહેલા મોરબી સિરામિક એસોને નોટીસ આપીને તેમના સભ્યોના કારખાનામાં કોઇપણ જગ્યાએ કોલગેસી ફાયરનો ઉપયોગ કરવામાં આવતો હોય તો તેને બંધ કરાવવા માટેની તાકીદ કરવામાં આવી હતી.

 

જો કે, મોરબી 500 જેટલા કારખાનામાં કોલગેસી ફાયરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તો પણ જીપીસીબી દ્વારા આજથી મોરબીના તમામ સિરામિક યુનીટને કોલગેસી ફાયર બંધ કરવા માટેની નોટીસ દેવામાં આવી રહી હતી. હાલમાં એનજીટીની કોર્ટે જે ચુકાદો આપ્યો છે તેની સામે સુપ્રિમ કોર્ટમાંથી સ્ટે લેવા માટેના પ્રયાસો મોરબી સિરામિક એસો.દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જો કે, જ્યાં સુધી સુપ્રિમમાંથી સ્ટે ન મળી જાય ત્યા સુધી એનજીટી કોર્ટના આદેશનું પાલન કરવું જરૂરી હોવાથી મોરબીના સિરામિક ઉદ્યોગકારો દ્વારા હાલમાં કોલગેસ પ્લાન્ટ બંધ કરી દેવામાં આવ્યા હતા.

ગાંધીજીના પરિવારનું સરકારી અધિકારીએ કર્યું અપમાન, કહ્યું ગાંધીના નામનો કર્યો ખોટો ઉપયોગ

મહત્વનું છે, કે પરંતુ ઇન્ટર નેશનલ માર્કેટમાં મોરબીના સિરામિક ઉદ્યોગને ટકી રહેવું હોય તો કોલગેસ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી જેથી ઝી બેઇઝ કોલગેસી ફાયરને કાર્યરત રાખવા માટેની મજુરી આપવામાં આવે તે સિરામિક ઉધોગના હિત માટે જરૂરી છે નહિ તો સિરામિકનું ભાવિ કેવુ રહેશે તે તો આગામી સમય જ બતાવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news