ગુજરાતના સુરત શહેરમાં નાનાથી લઈને મોટા કદ સુધીના ધ્વજ નિર્માણના મોટા પ્રમાણમાં ઓર્ડર આવ્યાં છે. જેથી સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગને બહોળો ફાયદો થવાનો છે.
Sell Company: આ નાદાર કંપનીને ખરીદવા માટે અદાણી ગ્રુપ, JSW ગ્રુપ, વેલ્સપન, વેદાંત ગ્રુપ, તેમજ ઓબેરોય રિયલ્ટી અને દાલમિયા ભારત સહિત 25થી વધુ મોટી સંસ્થાઓ, ઇન્સોલ્વન્સી અને બેન્કરપ્સી કોડ (IBC) હેઠળ કટોકટીગ્રસ્ત કંપનીને ટેકઓવર કરવામાં રસ ધરાવે છે અને તેના માટે તેઓ ઈન્ટ્રસ્ટેડ લેટર (EOI) સબમિટ કરે તેવી શક્યતા છે.
રાજકોટના નવા 150 ફુટ રિંગરોડ પર ઉધોગપતિઓ સાથે બિલ્ડરની છેતરપિંડી સામે આવી છે.કરોડો રૂપિયાના ફલેટમાં સુવિધાઓના જે વાયદાઓ કરવામા આવ્યા હતા,તેવી કોઈ જ પ્રાથમિક સુવિધાઓ પણ પુરી પાડવામાં આવી નથી.
Vibrant Gujarat Summit: આજથી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો પ્રારંભ થયો છે. જેમાં દેશ, વિદેશના અનેક ઉદ્યોગપતિઓ, પ્રતિનિધિ મંડળ ભાગ લેવા આવ્યા છે.આજે અમદાવાદ ભારત અને UAE ની મિત્રતાની સાક્ષી પૂરશે. જેમાં દેશ, વિદેશના અનેક ઉદ્યોગપતિઓ, પ્રતિનિધિ મંડળ ભાગ લેવા આવ્યા છે.
રાતોરાત પૈસાદાર બનાવવાની લાલચમાં ભાવનગરના 1 વકીલ અને અન્ય 2 શખ્સો મળી કુલ 3 ને લોકઅપની હવા ખાવાનો વારો આવ્યો છે. આ ત્રણે શખ્સો દ્વારા ભાવનગરમાં નકલી સ્ટેમ્પ પેપરમાં ભાડા કરાર બનાવરાવીને ખોટા જીએસટીના ટીન નમ્બર મેળવતા હતા. સરકારને લાખો રૂપિયાનું નુકશાન કરતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
મોરબીમાં ધમધમતા કોલગેસ પ્લાન્ટ બંધ કરવા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે આદેશ કર્યો હતો. જેની અમલવારી જીપીસીબીને કરવાની હોય આજથી મોરબીના ૫૦૦ જેટલા સિરામીક એકમોમાં ચાલતા કોલગેસ પ્લાન્ટ બંધ કરાવવા માટે ક્લોઝર નોટિસ દેવાનું જીપીસીબી દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. જ્યારે મોરબી સિરામિક ઉદ્યોગને મળી ગુજરાત ગેસ કંપની તરફથી રાહત આપવામાં આવી છે. હવે ગેસ કંપની સાથે માસિક કરાર કરીને મેળવી શકશે સસ્તો ગેસ મેળવી શકાશે. ગેસના ભાવમાં ઘટાડો કરવા માટે પણ સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. વિષયવ કક્ષાના ઉદ્યોગના હિતમાં નાયબ મુખ્યમંત્રીને કરી રજૂઆત કરી હતી.
GIDC ઉદ્યોગનગર ફેસ-2 અને ફેસ-3માં ફેકટરી અને શેડ ધરાવતા ઉધોગકારો અને જામનગર મનપા વચ્ચે છેલ્લા ઘણા વર્ષોથી મિલકતવેરા ઉઘરાવવા સહિત જરૂર પ્રાથમિક સુવિધાઓ મુદ્દે મતભેદો ચાલી રહ્યા છે ત્યારે ફરીથી નવો વિવાદ સર્જાયો છે.