માનસિક વિકૃતિનો ફિટકારજનક કિસ્સો, માસુમ બાળકીને અડપલાં કર્યા, બૂમાબૂમ થતાં મોઢે ડૂચો માર્યો, પછી...

આધુનિક યુગમાં ટેક્નોલોજીનો સદુપયોગ કરવાના બદલે દૂર ઉપયોગ વધુ થતો હોવાના લીધે જેની કલ્પના પણ કોઈ ન કરે તેવી ઘટના બનતી હોય છે. આવી જ એક ઘટના મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ ન્યુ રોયલ સીરામીક કારખાનામાં બનેલ છે.

માનસિક વિકૃતિનો ફિટકારજનક કિસ્સો, માસુમ બાળકીને અડપલાં કર્યા, બૂમાબૂમ થતાં મોઢે ડૂચો માર્યો, પછી...

હિમાંશું ભટ્ટ/મોરબી: વર્તમાન સમયમાં સમાજ માટે લાલબતી સમાન કિસ્સાઓ ઘણી વખત સામે આવે છે. આવો જ એક બનાવ મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં સામે આવેલ છે. જેમાં કારખાનના ગોડાઉનમાં પાંચ વર્ષની બાળકી સાથે અડપલાં કરવામાં આવ્યા હતા. જેથી કરીને સગીરાએ બૂમા બૂમ કરતાં પડાઈ જવાની ડરથી અડપલાં કરનારા શખ્સે તેને મોઢે ડૂચો માર્યો હતો. જેથી કરીને તે બાળકીનું મોત નીપજયું હતુ અને બાદમાં આરોપીએ પુરવાનો નાશ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. હાલમાં પોલીસે બાળકીના પિતાની ફરિયાદ લઈને આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે. 

આધુનિક યુગમાં ટેક્નોલોજીનો સદુપયોગ કરવાના બદલે દૂર ઉપયોગ વધુ થતો હોવાના લીધે જેની કલ્પના પણ કોઈ ન કરે તેવી ઘટના બનતી હોય છે. આવી જ એક ઘટના મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ ન્યુ રોયલ સીરામીક કારખાનામાં બનેલ છે. ત્યાં ટાઇલ્સનો માલ ભરેલા ગોડાઉનમાંથી ત્યાં રહેતા અને મજૂરી કામ કરતા મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી યુવાનની પાંચ વર્ષની દીકરીની હત્યા કરેલ હાલતમાં લાશ મળી હતી. જેથી પોલીસે બાળકીનું ફોરેન્સિક પીએમ કરાવ્યુ હતું. ત્યારે તેને મોઢે ડૂચો મારીને તેની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. જેથી કરીને પોલીસે બાળકીના પિતાની ફરિયાદ લઈને આરોપી રવિભાઇ મનસુખભાઇ મેંદપરા રહે. મહેન્દ્રનગર ગામાં વાળની ધરપકડ કરેલ છે.

આ બનાવની મોરબી તાલુકા પોલીસને કારખાનેદાર દ્વારા જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે સ્થળ ઉપર પહોચી હતી અને બાળકીના મૃતદેહને પીએમમાં ખસેડવામાં આવ્યો હતો અને તાલુકા પોલીસ તેમજ એલસીબીની ટીમે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી. તેવામાં ન્યુ રોયલ કારખાનામાં ટાઈલ્સના સેમ્પલ લેવાનુ કામ કરતાં રવિભાઇ મનસુખભાઇ મેંદપરાને પકડીને પૂછપપરછ કરવામાં આવતા તેને બાળકીની હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી.

આ બાળકીને કોઈ લાલચ આપીને તે ન્યુ રોયલ ફેકટરીના ગોડાઉનમાં લઇ ગયો હતો અને ત્યાં બાળકીની સાથે શરીરે અડપલા કર્યા હતા અને ચેન-ચાળા કરતાની સાથે બાળકીએ બૂમાબૂમ કરીને દેકારો કરતાં તેનું મોઢું બંધ કરવા માટે મોઢે ડૂચો માર્યો હતો. જેથી તે બાળકીનું મોત નીપજયું હતું અને હત્યાના આ બનાવમાં મૃતક બાળકીના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બાળકીની હત્યા કરીને પુરાવાનો નાસ કરવાનો પ્રયાસ કરનારા આરોપીની ધરપકડ કરેલ છે.

હવાસના ભૂખ્યા આ શખ્સને માત્ર પાંચ વર્ષની બાળકી સાથે અડપલાં કરીને બાળકીની હત્યા કરી નાખી હતી આટલું જ નહીં પુરવાનો નાશ કરવા માટેનો પ્રયત્ન પણ કર્યો હતો જેથી કરીને પોલીસે માસૂમ બાળકીની હત્યા કરનારા આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ કરી લીધેલ છે અને આરોપીને પકડીને તેના રિમાન્ડ લેવા માટેની તજવીજ શરૂ કરેલ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news