આ ગુજરાતીઓને અમેરિકામાં ઘૂસવુ છે, દરવાજો ખૂલે એ આશાએ મેક્સિકો બોર્ડર પર બેસ્યા છે આટલા લોકો

US Mexico border: લોકોમાં એવી ચર્ચા છે કે, મોટાભાગના કેસમાં મેક્સિકો બોર્ડર પરથી ઘૂસતા લોકો સામે ચાલીને જ પોતાની જાતને પોલીસના હવાલે કરી દે છે
 

આ ગુજરાતીઓને અમેરિકામાં ઘૂસવુ છે, દરવાજો ખૂલે એ આશાએ મેક્સિકો બોર્ડર પર બેસ્યા છે આટલા લોકો

Gujaratis In America : અમેરિકા જવાનું વળગણ કેટલું હોય, આ તસવીર તેનો બોલતો પુરાવો છે. દર બીજા ગુજરાતીને અમેરિકા જવુ છે. ત્યારે આ તસવીરની હકીકત જાણીને તમારા પગ નીચેથી જમીન ખસી જશે. આ કોઈ રખેડુ લોકોના તંબુની તસવીર છે તેવુ સમજતા હોય તો તમે સાવ ખોટા છે. આ એ લોકોની તસવીર છે, જેઓ અમેરિકા જવા માટે ટાંપીને બેઠા છે. મોકો મળે એટલે અહીથી અમેરિકામાં ઘૂસી જવુ આ તેમનો હેતુ છે. મેક્સિક બોર્ડર ગુજરાતી પરિવારે ઉતારેલો એક વીડિયો હાલ વાયરલ થયો છે. જેમાં વરસાદ અને કડકડતી ઠંડી વચ્ચે કેવી રીતે આ લોકો બાળકોને લઈને ડેરો નાંખીને બેઠા છે તે જોઈ શકાય છે. હકીકત તો એ છે કે, લગભગ દોઢ હજાર જેટલા ગુજરાતીઓ મેક્સિકો અમેરિકા બોર્ડર પર તંબુ બાંધીને એ આશાએ બેસ્યા છે, કે તેઓને ગમે ત્યારે અમેરિકામાં ઘૂસવા મળે. આ આશા એટલા માટે છે કે, ડોનાલ્ડ ટ્રમ્પના શાસન સમયે લાગુ કરાયેલ ટાઈટલ 42 હવે એક્સપાયર થઈ ગયુ છે, અને હવે આ ગુજરાતીઓ અમેરિકામાં જઈ શકશે તેવુ તેને લાગે છે. 

1500 ગુજરાતીઓ બોર્ડર પર રહે છે 
હાલ લગભગ 1500 જેટલા ગુજરાતીઓ મેક્સિકો બોર્ડર પર તંબુ તાણીને બેઠા છે. કહેવાય છે કે, તેમા મોટાભાગના ઉત્તર ગુજરાત અને ચરોતરના લોકો છે. ઉત્તર ગુજરાતમાં મહેસાણા અને ગાંધીનગરના લોકોની સંખ્યા વધુ છે. તો ખેડા જિલ્લાના પણ કેટલાક છે. આ તમામ લોકોની ગણતરી એકવાર અમેરિકામાં પ્રવેશી જઈને ત્યાં શરણાગતિની અપીલ કરવાની છે. જેના માટે તેમને મોકલનારા એજન્ટો કે પછી બીજા લાગતા-વળગતા લોકોએ પહેલાથી જ તૈયારી કરી રાખી છે.

સામે ચાલીને પોલીસના હવાલે કરે છે 
લોકોમાં એવી ચર્ચા છે કે, મોટાભાગના કેસમાં તો મેક્સિકો બોર્ડર પરથી ઘૂસતા લોકો સામે ચાલીને જ પોતાની જાતને પોલીસના હવાલે કરી દે છે, અને ત્યારબાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે. આવા લોકોને એજન્ટો બોન્ડ ભરીને છોડાવી લે છે, અને પછી તેમણે શરણાગતિ માટે અપીલ કરી હોવાનું ડોક્યુમેન્ટ પણ કોર્ટમાંથી મળી જાય છે, અને કેસ પર કોઈ ફેસલો ના આવે ત્યાં સુધી આવા લોકો અમેરિકામાં રહે છે, અને નોકરી પણ શરૂ કરી દે છે. આ લાલચને કારણે હાલ અનેક લોકો આ રીતે મેક્સિકો પહોંચી રહ્યાં છે. 

11 ના રોજ એક્સપાયર થયું ટાઈટલ 42 
ટાઈટલ 42 11 મેના રોજ એક્સપાયર થયું હતું, પરંતુ તેના એક દિવસ પહેલા જ એટલે કે 10 મેના રોજ અમેરિકન બોર્ડર પેટ્રોલ દ્વારા મેક્સિકો બોર્ડર પરથી ઘૂસતા પકડાયેલા 28,717 લોકોની અટકાયત કરવામાં આવી હતી. ચાલુ વર્ષના એપ્રિલ મહિનાની જ વાત કરીએ તો આ ગાળામાં 12,524 ભારતીયો અમેરિકન પોલીસના હાથે ઝડપાયા હતા, જેમાંથી 8,008 લોકો મેક્સિકો બોર્ડર પરથી પકડાયા હતા.

ઠંડી અને વરસાદમાં પણ તંબુમાં રહે છે ગુજરાતીઓ 
અમેરિકા જવુ એ દરેકનું સપનુ હોય છે. કાયદેસર પ્રવેશ ન મળે, તો ગેરકાયદેસર પ્રવેશ મેળવવો. આવામાં અમેરિકામા ગેરકાયદે પ્રવેશ મેળવવા માટે લોકોનો એક ગુજરાતી પરિવારનો વીડિયો વાયરલ થયો છે. જેમાં મેક્સિકો બોર્ડર દેખાય છે, જ્યા કેટલાક ગુજરાતીઓ અને અન્ય લોકો દયનીય સ્થિતિમાં રહેવા મજબૂર બન્યા છે. અહી કોઈ સંઘનો ઉતારો હોય તેવુ આ દ્રષ્ય છે. જાણવા મળ્યુ છે કે, આ લોકો અમેરિકામાં ઘૂસણખોરી કરવા માટે રાહ જોઈને બેસ્યાછે. જ્યા સુધી તક ન મળે ત્યા સુધી આ લોકો અહી જ ખુલ્લામાં ડેરો નાંખીને બેસ્યા છે. હાલ આ વિસ્તારમાં જોરદાર ઠંડી છે, તો વરસાદ પણ આવ્યા કરે છે, આવામાં આ લોકોને અહી બોર્ડર પર જ રહેવુ પડે છે. તેઓેને બોર્ડર પર રોકી દેવામાં આવ્યા છે. આ વીડિયો એક ગુજરાતીઓ ઉતાર્યો છે. જેમાં તેઓ એવી સલાહ આપી રહ્યાં છે કે, તમે તમારી વ્યવસ્થા કરીને આવજો. મોટોમાં મોટું આ જ મેક્સિકો બોર્ડર ક્રોસ કરવાનું છે. જોકે, આ વીડિયો કોણે ઉતાર્યો તે હજી ખબર પડી નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news