Food Poisoning in Lodai Bhuj:કચ્છના ભુજ નજીક આવેલા લોડાઈ વિસ્તારમાં ફૂડ પોઇઝનિંગની મોટી ઘટના સામે આવી છે. પાણીપુરી ખાધા બાદ આશરે 100થી વધુ લોકોની તબિયત અચાનક બગડી ગઈ હતી.અસરગ્રસ્તોને લોડાઈ PHC અને વધુ ગંભીર લોકોને ભુજ જનરલ હોસ્પિટલ ખસેડાયા.આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અસરગ્રસ્ત ગામોમાં તાત્કાલિક મેડિકલ સારવાર આપવાનું શરૂ કરાયું.
Food Poisoning: અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના પોપટપરા વિસ્તારમાં એક લગ્ન સમારોહ દરમિયાન સામૂહિક ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવી છે. લગ્ન પ્રસંગમાં ભોજન લીધા બાદ 400થી વધુ લોકોની અચાનક તબિયત લથડી હતી. પેટમાં દુઃખાવો થવા સાથે ઝાડા-ઉલટીની ફરિયાદ થતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.
Ayurveda Rules for Food: ઘણા લોકોના ઘરમાં રસોઈ સવારમાં બની જાય પરંતુ લોકો જમે બપોર પછી. પરંતુ આયુર્વેદ અનુસાર આ આદત ખરાબ અને ખોટી છે. રસોઈ બને પછી અમુક કલાકોમાં જમી લેવું સ્વાસ્થ્ય માટે હિતાવહ ગણાય છે.
Food poisoning among students at a amrut vidhyalaya in Kalol Panchmahal
Health Tips: ખાવા-પીવામાં ફેરફાર થઈ જાય તો ઝાડા, ઉલટી, પેટમાં દુખાવો જેવી સમસ્યા તુરંત થઈ જાય છે. ગંભીર મામલામાં સ્થિતિ ફુડ પોઈઝનિંગ જેવી પણ થઈ શકે છે. આવી સમસ્યાથી છુટકારો મેળવવા આ આયુર્વેદિક ઉપાયો અપનાવી શકાય છે.
Vadodara MS University girls hostel: વડોદરાની એમએસ યુનિવર્સિટીના ગર્લ્સ હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગની ઘટનાથી ખળભળાટ મચી જવા પામ્યો છે. એસ ડી હોલમાં આવેલ મેસમાં જમ્યા બાદ 100 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ થયું હતું. જેના કારણે વડોદરા MSU ની ગર્લ્સ હોસ્ટેલમાં આખી રાત એમ્બ્યુલન્સના સાયરન ગુંજયા હતા. સ્થિતિ એટલી ખરાબ હતી કે હોસ્પિટલમાં સ્ટ્રેચર ખૂટયા હતા.
સુરત જિલ્લામાં ફરી એકવાર ઉમરપાડાના વિદ્યાર્થીઓ બીમારીના ઝપેટમાં આવ્યા છે. ઉમાગોટ શાળાના વિદ્યાર્થીઓ બાદ હવે ઉમરપાડાના નસારપુર ખાતે આવેલ સૈનિક શાળાના વિદ્યાર્થીઓ શરદી, ખાંસી, તાવ, અને ઉલ્ટીની બીમારીનો શિકાર થયાં છે.
જૂનાગઢ જિલ્લાના કેશોદના ખીરસગા ઘેડ ગામે ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. અહીં એક ધાર્મિક કાર્યક્રમમાં યોજાયેલા જમણવાર બાદ આ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી.
Several fall ill after consuming food during marriage function in Ahmedabad
Food Poisoning In Wedding : અમદાવાદથી રાજપીપળા પરત જતાં જાનૈયાઓને થઈ ફૂડ પોઈઝનિંગની અસર... વર-વધુ સહિત 45થી વધુ જાનૈયાઓને ખોરાકી ઝેરની અસર થતાં તમામને નડિયાદની સિવિલ હોસ્પિટલ ખસેડાયા...
Indian Railways: રેલવે અધિકારીઓએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું કે સ્પેશિયલ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા 90 મુસાફરોએ બુધવારે (29 નવેમ્બર) ફૂડ પોઇઝનિંગની ફરિયાદ કરી હતી.
Bad Food Combination: વાનગીઓનો સ્વાદ વધારતું લીંબુ કેટલીક વસ્તુઓ સાથે મળીને હાનિકારક બની જાય છે. આયુર્વેદ અનુસાર ભોજન ની કેટલીક એવી વસ્તુઓ છે જેમાં લીંબુનો ઉપયોગ કરવો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આજે તમને જણાવ્યું કે લીંબુનો ઉપયોગ કઈ વસ્તુઓ સાથે કરવાથી સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ શકે છે.
વેરાવળ નજીક આવેલ શિશું મંદિર ઈન્ટરનેશનલ સ્કૂલમાં ધો.1થી 5નાં વિદ્યાર્થીઓએ બપોરે નાસ્તો કર્યા પછી થોડા સમય બાદ અચાનક તેઓની તબીયત લથડી હતી. વિદ્યાર્થીઓને ફ્રુડ પોઈઝનીંગની અસર થતા તમામ બાળકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આપણામાંથી ઘણાને એવી આદત હોય છે કે ભોજન ફરીથી ગરમ કરીને ખાતા હોઈએ છીએ. કેટલીક ચીજો વારંવાર ગરમ કરવામાં આવે તો તેમાં એસિડનું પ્રમાણ વધી જાય છે જે સ્વાસ્થ્ય પર સીધી અસર કરે છે. દૂધ પણ તેમાંથી એક છે. આમ કરવાથી ન્યૂટ્રિશિયનનું પ્રમાણ ખોરાકમાંથી ઘટવા લાગે છે.
રાજુલાના ડુંગર ગામે ફૂડ પોઇઝનિંગની એક દુ:ખદ ઘટના સામે આવી છે. એક લગ્ન પ્રસંગમાં 2500થી વધુ લોકોનો ભોજન સમારંભ રાખવામાં આવ્યો હતો, જેમાં નોનવેઝ બિરયાની અને દૂધનો હલવો પણ બનાવવામાં આવ્યો હતો.
Karnataka Food Poisoning: કર્ણાટકના મેંગલુરુમાં સોમવારે રાતે ફૂડ પોઝનિંગની ઘટના ઘટી. જેના કારણે 137 જેટલા નર્સિંગ અને પેરામેડિકલના વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં દાખલ કરાયા. પોલીસ સૂત્રોના જણાવ્યાંમુજબ વિદ્યાર્થીઓ એક ખાનગી હોસ્ટેલમાં રહે છે અને સોમવારે રાતે જમ્યા બાદ તેમણે બેચેનીની ફરિયાદ કરી હતી
Bhavnagar: Food poisoning affects 300 people including 100 children in Palitana
ભાવનગર જિલ્લાથી એક માઠા સમાચાર આવ્યા છે. જિલ્લાના પાલીતાણામાં 300થી વધુ લોકોની ફૂડ પોઈઝનના કારણે તબિયત લથડી.મળતી માહિતી મુજબ પાલીતાણામાં તળાવ વિસ્તારમાં એક ધાર્મિક પ્રસંગનું આયોજન કરાયેલું હતું. આ પ્રસંગમાં ભોજન આરોગ્યા બાદ 300થી વધુ લોકોને ફૂડ પોઈઝન થયું.
Dahod: Ashram school students food poisoning, over 25 children affected
Food Poisoning : વઘઈ તાલુકાની ડુંગરડા આશ્રમ શાળામાં ભોજન લીધા બાદ ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા 60 થી વધુ બાળકોને ઝાડા, ઉલ્ટી અને તાવની અસર થતાં વઘઇ હોસ્પિટલમાં વાલીઓની દોડધામ મચી... અડદની દાળ, રોટલો, દાડ ભાત અપાયા બાદ બાળકોને અસર વાલીઓની ફરીયાદ...
મેંદરડા તાલુકાના સમઢીયાળા ખાતે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં 100 જેટલી બાલિકાઓ રહે છે. જેમાં તમામ બાલિકાઓએ સવારનો નાસ્તો આરોગ્ય બાદ 100 માંથી 27 જેટલી છોકરીઓને ફુડપોઈઝિંગની અસર થતા વોડૅન હેતલબેન દ્વારા તમામ છોકરીઓને મેંદરડા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.
આ વર્ષે ઉનાળામાં લગ્નપ્રસંગમાં ફૂડ પોઈઝનિંગના કેસ વધી રહ્યાં છે. વીસનગર, ભાવનગર, સુરત બાદ હવે છોટાઉદેપુરમાં લગ્ન પ્રસંગે એકસાથે ઢગલાબંધ લોકો ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા છે. છોટાઉદેપુરના કસ્બા વિસ્તારમાં લગ્ન પ્રસંગે જમણવારમાં 200 લોકોને ફૂડ પોઈઝનિંગ થયુ છે. જેને પગલે હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા છે.