અમદાવાદમાં કોરોનાની સ્થિતિમાં સીધો 90 ડિગ્રી ચેન્જ, ખાનગી હોસ્પિટલમાં 90% બેડ ખાલી

અમદાવાદમાં કોરોનાની સ્થિતિમાં સીધો 90 ડિગ્રી ચેન્જ, ખાનગી હોસ્પિટલમાં 90% બેડ ખાલી
  • AMC દ્વારા નોટિફાય કરાયેલી મોટાભાગની ખાનગી હોસ્પિટલમાં હાલ મહત્તમ બેડ ખાલી
  • અમદાવાદની કેટલીક કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં હાલ 100% બેડ ખાલી
  • દર્દીઓ ના આવતા હવે ખાનગી હોસ્પિટલો ડીનોટિફાય કરવાનું શરૂ કરાયું

અતુલ તિવારી/અમદાવાદ :અમદાવાદામાં દિવાળી બાદ વધેલા કોરોનાનો કહેર મંદ ગતિએ આવ્યો છે. કોરોનાના કેસો ફરી એકવાર ઘટતાં તબીબોમાં રાહત મળી છે. AMCએ નોટિફાઈ કરાયેલી મોટાભાગની હોસ્પિટલમાં હાલ કોરોનાના મહત્તમ બેડ ખાલી છે. તો અમદાવાદની કેટલીક કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલ (covid hospital) માં હાલ 100% બેડ ખાલી છે. કોરોનાના કેસો (corona case) ઘટતાં તેમજ કોરોનાના દર્દીઓ ન આવતા હોવાથી ખાનગી હોસ્પિટલો ડીનોટિફાય કરવાનું શરૂ કરાયું છે. હાલ અમદાવાદ (ahmedabad) માં 94 કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલ છે, જે દિવાળીની આસપાસ 105 થી ઉપર જઈ પહોંચી હતી. હાલ કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં 90 ટકા બેડ ખાલી છે. સાથે જ આહનાના પ્રેસિડેન્ટના જણાવ્યા પ્રમાણે ખાનગી હૉસ્પિટલનો સ્ટાફ રસીકરણ માટે તૈયાર છે. જો આગામી દિવસોના હોસ્પિટલોમાં વેકસીન સેન્ટર શરૂ કરાશે, અમે પૂરો સહયોગ આપીશું. 

દિવાળી બાદ કોરોનાના કેસોમાં વધારો થયો હતો. પરંતુ થોડા દિવસોમાં પણ તેમાં ઘટાડો જોવા મળ્યો હતો. ત્યારે હવે અમદાવાદમાં કોરોનાના કેસ ઓછા આવી રહ્યા છે. આ સ્થિતિમાં AMC દ્વારા નોટિફાય કરાયેલી મોટાભાગની ખાનગી હોસ્પિટલમાં હાલ કોરોનાના મહત્તમ બેડ ખાલી છે. અમદાવાદની કેટલીક કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં હાલ 100% બેડ ખાલી છે. કોરોનાના કેસો ઘટતાં, દર્દીઓ ના આવતા હવે ખાનગી હોસ્પિટલો ડીનોટિફાય કરવાનું શરૂ કરાયું છે. ખાનગી હોસ્પિટલ અને AMC ની પરસ્પર સહમતી બાદ કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલ ડિનોટિફાઈ કરવામાં આવી રહી છે.

આ મામલે આહનાના પ્રેસિડન્ટ ડો.ભરત ગઢવીએ જણાવ્યું કે, જો કે કોરોનાના કેસો ફરી વધે તો નોટિફાય કરવાની શરતે AMC દ્વારા હોસ્પિટલોને હાલ ડીનોટિફાઈ કરવામાં આવી રહી છે. હાલ અમદાવાદમાં 94 કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલ છે, જે દિવાળીની આસપાસ 105 થી ઉપર જઈ પહોંચી હતી. પરંતુ હાલ સ્થિતિ એવી એછ કે, અમદાવાદમાં કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં 90 ટકા બેડ ખાલી છે. 

આ ઉપરાંત આહનાના પ્રેસિડેન્ટે કોરોના વેકસીન અંગે વાત કરતા કહ્યું કે, ખાનગી હોસ્પિટલનો સ્ટાફ વેક્સીન માટે તૈયાર છે. આગામી દિવસોના હોસ્પિટલોમાં વેક્સીનેશન સેન્ટર શરૂ કરાશે, અમે પૂરો સહયોગ આપીશું. વેક્સીન સુરક્ષિત છે, એટલે અમે વેક્સીન લેવા પણ તૈયાર છીએ. 

ખાનગી હોસ્પિટલોને અગાઉ ફાયર NOC લેવા અપાયેલી નોટિસ અંગે વાત કરતા આહનાના પ્રેસિડેન્ટ ડોકટર ભરત ગઢવીએ કહ્યું કે અમે AMC અને ફાયર વિભાગથી સમય માંગ્યો છે. 3 મહિનો સમય મળે તો હજુ જે હોસ્પિટલ NOC નથી મેળવી શકી તે પણ મેળવી લેશે. AMC સાથે વાત ચાલુ છે. કેમ કે હજુ 90 હોસ્પિટલ એવી છે જેમને  NOC નથી મળી. આ હોસ્પિટલમાં કેટલાક સ્ટ્રક્ચરલ બદલાવ કરવાના હોઈ સમય લાગી શકે છે. કોર્પોરેશન અને ફાયર વિભાગ અમને હજુ કેટલાક મહિનાનો સમય આપશે એવી આશા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news