સી પ્લેનમાં નામ બડે દર્શન છોટે: ઉદ્ધાટનનાં ત્રીજા જ દિવસે ધાંધીયા શરૂ, પેસેન્જર્સ પરેશાન
Trending Photos
અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 31મી ઓક્ટોબરના રોજ કેવડિયાથી અમદાવાદ સી પ્લેન સેવાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. સી પ્લેન સેવા શરૂ થયાના ત્રીજા દિવસે એટલે કે આજે સોમવારે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયાની સવારની પહેલી ફ્લાઇટ ફુલ થઇ ગઇ હતી. આજે સવારે ઉપડેલી ફ્લાઇટમાં 15 લોકો 1590ની ટિકિટ લઇ સી પ્લેનમાં કેવડિયા પહોંચ્યા હતા. જો કે સી પ્લેનની ટિકિટ બુકિંગ અને ફ્લાઇટ અનશિડ્યૂલ હોવાના કારણે લોકોને ખુબ જ પરેશાની વેઠવાનો વારો આવ્યો છે. લોકો સાબરમતી રિવરફ્રન્ટ પર વોટર એરોડ્રોમ ખાતે ટિકિટ લેવા આવવું પડે છે.
જે લોકો ઓનલાઇ ટિકિટ બુક કરાવવી હતી. તેમની રિકવેસ્ટ એકસેપ્ટ કરી લેવાય છે, પરંતુ ટિકિટ લેવા માટે રૂબરુ જવું પડે છે. આ અંગે ઘણા લોકો સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે રિકવેસ્ટ એકસેપ્ટ તો થઇ ગઇ હતી પરંતુ કન્ફર્મેશન થયું નહોતું. જેથી ટિકિટ લેવા માટે વોટર એરોડ્રોમ ખાતે રૂબરૂ ગયો હતો. જ્યાં મે મારી આવવા જવા માટેની ટિકિટનું બુકિંગ કરાવવા જણાવ્યું હતું. જો કે તેમણે કહ્યું કે તે દિવસની ફ્લાઇટનું શેડ્યુલ છે કે કેમ તે મારે ચેક કરવું પડશે. તેમ કહીને બેસાડી રખાયા હતા.
લાંબા સમય બાદ પુછવામાં આવતા તેમણે કહ્યું કે, કાલની ફ્લાઇટ તો બુક થઇ ચુકી છે પરંતુ એક કલાકથી ઉભો છું તો તમે જાણ નથી કરી. જેથી એક પ્રકારે કહી શકાય કે ફ્લાઇટના બુકિંગ થાય છે અને શેડ્યુલ છે કે નહી તે અંગે પણ ઓનલાઇન કોઇ જ માહિતી હોતી નથી. જેથી સામાન્ય ગ્રાહકોને પરેશાન થવું પડતું હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રોજેક્ટ્સ શરૂ તો કરી દેવામાં આવે છે પરંતુ પછી તેની કોઇ તકેદારી રાખવામાં આવતી નથી. રોરો ફેરીમાં પણ સમયાંતરે આવી સ્થિતીનું સર્જન થયા કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે