inauguration

Waste Water Treatment Plant નું લોકાર્પણ, અત્યાધુનિક પ્રોજેક્ટથી દૂષિત પાણીને કરાશે શુદ્ધ

750 થી વધુ એમ.એલ.ડી પાણી શુધ્ધિકરણ ક્ષમતાના ૩પ પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે અને ૧૯ જેટલા નવા પ્લાન્ટનું આયોજન છે.

Jun 25, 2021, 01:36 PM IST

Joe Biden ના શપથ ગ્રહણના દિવસે ધરતીની નજીકથી પસાર થશે 4 એસ્ટેરોયડ

NASA ના સેન્ટર ફોર નિયર અર્થ ઓબ્જેક્ટ સ્ટડીઝમાં દાવો કરવામાં આવ્યો છે કે આવનારા દિવસમાં કેટલાક એસ્ટેરોયડ પૃથ્વીની પાસે આવશે અને તેમાંથી 4 તો તે દિવસે આપણા ગ્રહ પરથી પસાર થશે જે દિવસે બાઈડેને રાષ્ટ્રપતિ પદના શપથ લેવાના છે. 

Jan 19, 2021, 09:36 PM IST

Joe Biden Inauguration Date And Time: ભારતમાં ક્યારે, કઈ રીતે જોઈ શકશો બાઈડેન-હેરિસનો શપથગ્રહણ સમારોહ? જાણો તમામ માહિતી

Joe Biden Inauguration: 20 જાન્યુઆરીએ અમેરિનાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ પોત-પોતાના પદોના શપથ લેશે. વોશિંગટન ડીસીની કેપિટલ ઇમારતમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. 
 

Jan 19, 2021, 07:25 PM IST

સી પ્લેનમાં નામ બડે દર્શન છોટે: ઉદ્ધાટનનાં ત્રીજા જ દિવસે ધાંધીયા શરૂ, પેસેન્જર્સ પરેશાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 31મી ઓક્ટોબરના રોજ કેવડિયાથી અમદાવાદ સી પ્લેન સેવાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.  સી પ્લેન સેવા શરૂ થયાના ત્રીજા દિવસે એટલે કે આજે સોમવારે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયાની સવારની પહેલી ફ્લાઇટ ફુલ થઇ ગઇ હતી. આજે સવારે ઉપડેલી ફ્લાઇટમાં 15 લોકો 1590ની ટિકિટ લઇ સી પ્લેનમાં કેવડિયા પહોંચ્યા હતા. જો કે સી પ્લેનની ટિકિટ બુકિંગ અને ફ્લાઇટ અનશિડ્યૂલ હોવાના કારણે લોકોને ખુબ જ પરેશાની વેઠવાનો વારો આવ્યો છે. લોકો સાબરમતી રિવરફ્રન્ટ પર વોટર એરોડ્રોમ ખાતે ટિકિટ લેવા આવવું પડે છે. 

Nov 2, 2020, 04:57 PM IST

મેયર બાયોડાયવર્સિટી પાર્કનાં ઉદ્ધાટનમાં ભુલ્યા નિયમો, સોશિયલ ડિસ્ટન્સિંગ નેતાઓ માટે મજાક?

ગુજરાત ભાજપના અનેક નેતાઓ એક પછી એક કોરોનાની ઝપટે ચડી રહ્યા છે પરંતુ જાણે તેમને કોઇ ફરક જ ન પડતો હોય તે પ્રકારે કોરોના ગાઇડલાઇનનો ભંગ કરતા જોવા મળે છે. આ સ્થીતી હોવા છતા ભાજપનાં દરેકે દરેક નેતાઓ માત્ર કડક નિવેદનો આપે છે પરંતુ પોતાના કાર્યક્રમમાં તો તમામ નિયમોને કોરાણે જ મુકી દે છે. કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત તેવા અમદાવાદ શહેરનાં મેયર પણ માસ્ક પહેરવા જેટલી પણ પરવા નથી કરતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આજે બાયોડાયવર્સીટી પાર્કનાં લોકાર્પણ સમયે સોશિયલ ડિસ્ટન્સિંગ ભુલ્યા હતા. 

Oct 5, 2020, 04:51 PM IST

ગુજરાતના આ મંદિરમાં ભગવાનની માફક દરરોજ થાય છે ગાંધી-સરદારની પૂજા

આખા ભારતમાં ગાંધીજી-સરદાર પટેલને ખૂબ સન્માન અને આદરપૂર્વક જોવામાં આવે છે તેમાં કોઇ શંકાને સ્થાન નથી. પરંતુ ગાંધીજી અને સરદાર પટેલ પૂજાઈ છે આ વાત સાંભળીને તમને કદાચ નવાઈ લાગશે.

Oct 2, 2020, 12:59 PM IST

SEAPLANE સેવાના ઉદ્ઘાટનમાં PM પોતે બની શકે છે મુખ્ય મહેમાન, નર્મદાથી આવશે અમદાવાદ

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી માટે પી.એમ. મોદી કેવડિયા આવવાના છે.ત્યારે તળાવ 3 માં સી.પ્લેન થી આવશે અમદાવાદ સાબરમતી નદી માંથી ઉડાન ભરી સીધા કેવડિયા નર્મદા બંધનજે માટે  મગર પકડવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાઓ પર પિંજરા ગોઠવી અત્યાર સુધી 108 મગરો ને.ઝડપી ને.સરદાર સરોવર માં છોડી.મુકવામાં આવ્યા છે. આમ 31મી ઓગષ્ટ સુધીમાં તમામ મગરો ઝડપી તળાવ મગર ફ્રી કરવામાં આવશ  ત્યારે આજે કેવડિયા આર એફ ઓ વી પી ગભાણીયા એ પણ મીડિયા   સાથે ની વાત માં જાણવાયું હતું કે સી પ્લેન માટે ની તૈયારીઓ માટે ગઈ કાલે જ એક મિટિંગ માં તમામ તૈયારીઓ 31 ઓક્ટોમ્બર સુધી પુરી પાડવામાં  આવશે જેવી વાત પણ કરી હતી.

Aug 29, 2020, 06:53 PM IST

અમદાવાદ મસ્કતી માર્કેટ કાપડ મહાજનના વર્ચ્યુઅલ એકીઝીબિશન  ફેબેક્ષાનું CM ના હસ્તે ઇ-ઇનોગ્રેશન

ટેક્ષટાઇલ પોલિસીના માધ્યમથી રાજ્યના ટેક્ષટાઇલ ઊદ્યોગમાં ટેકનોલોજી અપગ્રેડેશન-સ્કીલ ડેવલપમેન્ટ –ટેક્ષટાઇલ પાર્કસના વિકાસ માટે અનેક પ્રોત્સાહનો પૂરાં પાડયા છે. ૧૮૬૧માં અમદાવાદમાં પહેલ વહેલી સ્પીનીંગ –વિવીંગ મિલથી શરૂ થયેલી કાપડ ઊદ્યોગ યાત્રા આજે ૩પ લાખ સ્પીન્ડલ સુધી વિસ્તરી છે. ફાર્મ ટુ ફાયબર – ફાયબર ટુ ફેબ્રિક – ફેબ્રિક ટુ ફેશન – ફેશન ટુ ફોરેન ફાઇવ ‘F’ની પ્રધાનમંત્રીની ફોર્મ્યુલાથી ગુજરાતના કાપડ-ટેક્ષટાઇલ ઊદ્યોગે નવી દિશા આપી છે. પોલિસી ડ્રીવન સ્ટેટ - રિકમન્ડેશન નહિ – રિફોર્મ્સ - તેમજ લેબર રિફોર્મ્સ - પોલિટીકલ સ્ટેબિલીટી-ગુડ ગર્વનન્સથી ગુજરાત બેસ્ટ ડેસ્ટીનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ –લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી બન્યુ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ મસ્કતી કાપડ માર્કેટ મહાજન દ્વારા આયોજિત વર્ચ્યુઅલ એકઝીબિશન ‘ફેબેક્ષા’નું ઇ-ઇનોગ્રેશન કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્ય સરકારે ટેક્ષટાઇલ પોલિસીના માધ્યમથી ટેક્ષટાઇલ ઊદ્યોગમાં ટેકનોલોજી અપગ્રેડેશન, સ્કીલ એન્હાન્સમેન્ટ-ડેવલપમેન્ટ અને ટેક્ષટાઇલ પાર્કસ-કલસ્ટરના વિકાસ માટે અનેક પ્રોત્સાહનો પૂરા પાડયા છે. 

Aug 24, 2020, 05:26 PM IST

હેપ્પી સ્ટ્રીટનું મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં હસ્તે ઉદ્ધાટન: સુરક્ષા સામે ઉઠ્યા સવાલ!

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા લો ગાર્ડન ખાતે ખાઉગલીનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. લોગાર્ડન ખાતે નવ નિર્મિત ખાઉગલીને નવનિર્માણ કરવામાં આવ્યું હતું. જેનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, માણેકચોકબાદ અમદાવાદમાં સૌથી વધારે ખાવાનાં સ્થળ તરીકે ખ્યાતનામ લોગાર્ડનની ખાઉ ગલીને અધિકારીક રીતે વિકસાવવામાં આવી હતી. સરકાર દ્વારા તેને અધિકારીક રીતે હેપ્પી સ્ટ્રીટનું નામ આપવામાં આવ્યું હતું. જેમાં મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરા, મેયર બિજલ પટેલ સહિતનાં ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓ હાજર રહ્યા હતા.

Feb 7, 2020, 07:34 PM IST

લો ગાર્ડન હેપ્પી સ્ટ્રીટ પ્રોજેક્ટનાં ઉદ્ધાટન પહેલા પાર્કિગ પોલીસીની જાહેરાત

મ્યુનિસિપલ કોર્પોરેશનની ગુરુવારે મળેલી સાપ્તાહીક કારોબારી સમિતીમાં મહત્વના 3 નિર્ણય લેવામાં આવ્યા છે. જેમાં લો ગાર્ડનના હેપ્પી સ્ટ્રીટ પ્રોજેક્ટના ઉદઘાટન પહેલા પાર્કિંગ પોલીસીની જાહેરાત કરાઇ છે. તો સાથે જ ઇમ્પેક્ટ ફી ના કાયદાનો લાભ ન લેનારા અને ઇમારતોની પાર્કિંગની જગ્યામાં ગેરકાયદે બાંધકામો ઉભા કરી દેનારા લોકો સામે કડક હાથે કાર્યવાહી કરવાનો નિર્ણય કરાયો છે. તો ટેક્સબીલ બાબતે આવતી સેંકડો વાંધા અરજીઓ મામલે હવે કરતા ઓનલાઇન નિર્ણય કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવાનો પણ નિર્ણય કરાયો છે.

Jan 30, 2020, 09:35 PM IST
System Activated Before Inauguration Of Ahmedabad's Motorra Stadium PT2M11S

અમદાવાદના મોટેરા સ્ટેડિયમના ઊદ્ધાટન પહેલા તંત્ર સક્રિય

મોટેરા સ્ટેડિયમના ઉદ્ઘાટન પહેલા તંત્ર સક્રિય થઇ ગયું છે. ફેબ્રુઆરી અથવા માર્ચમાં પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીના હસ્તે લોકાર્પણ સંભવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે સ્ટેડિયમના નિર્માણ સાથે અનેક રોડ યુદ્ધના ધોરણે બની રહ્યા છે. સ્ટેડિયમના વિવિધ પ્રવેશ દ્વારને સાંકળતા તમામ 16 રોડ 23 કરોડના ખર્ચે બની રહ્યા છે. સ્ટેડિયમના ઉપયોગ સમયે ટ્રાફિક ન સર્જાય એ માટે આગોતરું આયોજન થઈ રહ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કામગીરી ચાલી રહી છે.

Jan 27, 2020, 07:20 PM IST
CM Rupani Inauguration Of Saurashtra's Modern Bus Stop PT6M15S

સૌરાષ્ટ્રનું સૌથી આધુનિક બસસ્ટોપ તૈયાર, સીએમ રૂપાણીએ કર્યું લોકાર્પણ

રાજ્ય સરકાર દ્વારા રાજકોટનું અદ્યતન બસપોર્ટ બનવવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રનું સૌથી આધુનિક બસસ્ટોપ તૈયાર કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ બસ સ્ટોપનું લોકાર્પણ કર્યું હતું. આ બસ સ્ટોપમાં સોરઠ, હાલાર, ઝાલાવાડ, ગોહિલવાડની સંસ્કૃતિની જાખી કરવામાં આવી છે. 150 કરોડના ખર્ચે બસપોર્ટમાં મલ્ટી પ્લેક્સ, મોલ સહિતની અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.

Jan 25, 2020, 05:55 PM IST
Super Fast Top 100 News: 1500 Students Surya Namaskar In 31st Kite Festival PT21M45S

સુપર ફાસ્ટ 100 ન્યૂઝ: પતંગ મહોત્સવ 2020માં 1500 વિદ્યાર્થીઓએ કર્યા સૂર્ય નમસ્કાર

અમદાવાદ (Ahmedabad)માં આજથી 31મા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ (Kite festival)નો પ્રારંભ થયો છે. સાબરમતી રિવરફ્રન્ટમાં યોજાનારા પતંગ મહોત્સવનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ઉદ્ધાટન કરવામાં આવ્યું છે અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ હાજર રહ્યા છે. આ વખતે 43 દેશોના 153 પતંગબાજો અને ગુજરાત સહિત 12 રાજ્યોના 115 પતંગબાજો સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. પતંગ મહોત્સવના ઉદ્ઘાટન સમયે સોલા ભાગવત વિધાપીઠના 200 ઋષિ કુમારો સૂર્યવંદના કરી છે અને અમદાવાદ કોર્પોરેશન સંચાલિત શળાના 1500 વિદ્યાર્થીઓ સુર્ય નમસ્કાર કરી રેકોર્ડ કરવાનો પ્રયાસ કર્યો છે.

Jan 7, 2020, 12:05 PM IST
Grand Cultural Program With Inauguration Of International Kite Festival 2020 In Ahmedabad PT13M41S

Kite Festival 2020: ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ

અમદાવાદ (Ahmedabad)માં આજથી 31મા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ (Kite festival)નો પ્રારંભ થયો છે. આ પતંગ મહોત્સવ 7થી 14 જાન્યુઆરી સુધી સાબરમતી રિવરફ્રન્ટ પર યોજવામાં આવ્યો છે. આ પતંગ મહોત્સવમાં 43 દેશોના 153 પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. સાબરમતી રિવરફ્રન્ટમાં યોજાનારા પતંગ મહોત્સવનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ઉદ્ધાટન કરવામાં આવ્યું છે અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ હાજર રહ્યા છે. આ વખતે 43 દેશોના 153 પતંગબાજો અને ગુજરાત સહિત 12 રાજ્યોના 115 પતંગબાજો સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે.

Jan 7, 2020, 11:30 AM IST
CM Vijay Rupani Addressing At Inertnational Kite Festival 2020 In Ahmedabad PT7M37S

મને વિરોધીઓના વિચારો પર દયા આવે છે: સીએમ રૂપાણી

31માં આંતર રાષ્ટ્રીય પતંગ મહોત્સવને મંગળવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ખુલ્લો મુક્યો હતો. સોમવારે રીવર ફ્રન્ટ ખાતે થીમ પેવેલિયનને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. પતંગ મહોત્સવમાં 45 દેશના 153 પતંગ બાજો તેમજ 12 રાજ્યોના 115 પતંગ બાજોએ સ્પર્ધામાં ભાગ લીધો. સાથે જ અલગ અલગ 18 દેશના રાજદૂતો પણ ઉપસ્થિત રહ્યાં હતા...

Jan 7, 2020, 11:25 AM IST
Governor Acharya Devvrat Addressing At Inertnational Kite Festival 2020 In Ahmedabad PT6M42S

પતંગ મહોત્સવમાં રાજ્યપાલનું સભાને સંબોધન, જુઓ શુ કહ્યું આચાર્ય દેવવ્રતે

31માં આંતર રાષ્ટ્રીય પતંગ મહોત્સવને મંગળવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ખુલ્લો મુક્યો હતો. સોમવારે રીવર ફ્રન્ટ ખાતે થીમ પેવેલિયનને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. પતંગ મહોત્સવમાં 45 દેશના 153 પતંગ બાજો તેમજ 12 રાજ્યોના 115 પતંગ બાજોએ સ્પર્ધામાં ભાગ લીધો. સાથે જ અલગ અલગ 18 દેશના રાજદૂતો પણ ઉપસ્થિત રહ્યાં હતા...

Jan 7, 2020, 11:20 AM IST
CM Rupani And Governor Acharya Devvrat Arrived At Kite Festival 2020 In Ahmedabad PT22M

Kite Festival 2020: CM રૂપાણી અને રાજ્યપાલ પહોંચ્યા 31માં પતંગ મહોત્સવમાં

આજથી અમદાવાદના રિવરફ્રન્ટ ખાતેથી સીએમ રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે આજે 31માં પતંગ મહોત્સવને ખુલ્લો મુકાશે. 45 દેશોના 153 પતંગબાજો આ પતંગ મહોત્સવમાં ભાગ લેશે. મ્યુનિસિપલ સ્કૂલના બાળકો સૂર્ય નમસ્કારનો રેકોર્ડ નોંધાવશે.

Jan 7, 2020, 10:30 AM IST
Foreigner Came At 31st International Kite Festival 2020 In Ahmedabad PT23M23S

Kite Festival 2020: આજથી પતંગ મહોત્સવનો પ્રારંભ, મોટી સંખ્યામાં ઉમટ્યા વિદેશી

આજથી અમદાવાદના રિવરફ્રન્ટ ખાતેથી સીએમ રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે આજે 31માં પતંગ મહોત્સવને ખુલ્લો મુકાશે. 45 દેશોના 153 પતંગબાજો આ પતંગ મહોત્સવમાં ભાગ લેશે. મ્યુનિસિપલ સ્કૂલના બાળકો સૂર્ય નમસ્કારનો રેકોર્ડ નોંધાવશે.

Jan 7, 2020, 10:20 AM IST