નંદ ઘેર આનંદ ભયો: જાણો! જન્માષ્ટમીએ દ્વારકા મંદિરનો સમગ્ર કાર્યક્રમ
Janmashtami program of Dwarka Temple: શ્રી કૃષ્ણની નગરી દ્વારકામાં તડામાર તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે દ્વારકામાં ભગવાન દ્વારકાધીશનો જન્મ ઉત્સવનું વિશેષ મહત્વ છે.
Trending Photos
રાજકોટ: જન્માષ્ટમી પર્વનું ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઘણું મહત્વ છે. દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના 5249માં જન્મોત્સવની ઉજવણીને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 19 ઓગસ્ટના રોજ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવશે ત્યારે ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શ્રી કૃષ્ણની નગરી દ્વારકામાં તડામાર તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે દ્વારકામાં ભગવાન દ્વારકાધીશનો જન્મ ઉત્સવનું વિશેષ મહત્વ છે.
દ્વારકામાં જન્માષ્ટમી કાર્યક્રમ
- જન્માષ્ટમીના દીને તારીખ 19
- સવારે 6 વાગ્યે મંગળા આરતી...
- સવારે 6 થી 8 સુધી મંગળા દર્શન...
- સવારે 8 વાગ્યે શ્રીજી ના ખુલા પડદે સ્નાન દર્શન...
- 10 વાગ્યે સ્નાન ભોગ..
- 10:30 શૃંગાર ભોગ...
- 11 વાગ્યે શૃંગાર આરતી
- 11:15 વાગ્યે ગ્વાલ ભોગ...
- 12 વાગ્યે રાજભોગ...
- બપોરે 1 થી 5 સુધી અનોસાર (દર્શન) બંધ...
- સાંજે 5 વાગ્યે ઉત્થાપન દર્શન...
- 5:30 થી 5:45 વાગ્યે ઉત્થાપન ભોગ...
- 7:15 થી 7:30 સુધી સંધ્યા ભોગ...
- 7:30 વાગ્યે સંધ્યા આરતી...
- રાત્રે 8 થી 8:10 શયન ભોગ..
- 8 :30 શયન આરતી...
- 9 વાગ્યે અનોસાર (દર્શન )બંધ...
- રાત્રે 12 વાગ્યે જન્મોત્સવ આરતી ઉજવણી...
- જન્મોત્સવ દર્શન રાત્રે 12 થી 2:30 ...
- તારીખ 20 સવારે 7 થી 10:30 સુધી વિશેષ પારણાં દર્શન રહેશે
ઉલ્લેખનીય છે કે, દ્વારકામાં જન્માષ્ટમીના તહેવારને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. દ્વારકાધીશ મંદિર પરીસરમાં પોલીસ જવાનોને જરૂરી સુચનો પણ અપાઈ છે. બીજી બાજુ ભક્તોને દર્શન કરવામાં અગવડતા ન પડે તે માટે આયોજનબદ્ધ વ્યવસ્થા કરવામાં આવી છે, જે મુજબ કીર્તિસ્તંભથી બેરીકેટ મારફ્તે લાઈનસર દ્વારકાધીશના 56 સીડી સ્વર્ગદ્વારેથી ભક્તોને પ્રવેશ આપવામાં આવશે. યાત્રિકો માટે કીર્તિસ્તંભમાં સામાનઘર અને વિશ્રામગૃહની વ્યવસ્થા કરવામાં આવી છે. જન્માષ્ટમી પર્વના આગળના દિવસ જ ભક્તોનો ઘસારો જોવા મળી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે