પીએમ મોદીએ ગાંધી મ્યુઝિયમ નિહાળ્યું, મ્યુઝિયમમાં જોવા મળી બાપુના જીવનની સફર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટમાં આલ્ફ્રેડ હાઇસ્કૂલમાં બનેલા ગાંધી મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું હતું. 

 પીએમ મોદીએ ગાંધી મ્યુઝિયમ નિહાળ્યું, મ્યુઝિયમમાં જોવા મળી બાપુના જીવનની સફર

રાજકોટઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના એક દિવસના પ્રવાસે આવ્યા હતા. સૌથી પહેલા પીએમ મોદીએ આણંદમાં અમૂલના ચોકલેટ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ કચ્છમાં વિવિધ લોકાર્પણ કર્યા બાદ પીએમ મોદી રાજકોટ પહોંચ્યા હતા. રાજકોટમાં આવેલી આલ્ફ્રેડ હાઇસ્કૂલમાં મહાત્મા ગાંધી ભણ્યા હતા ત્યાં ગાંધી મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. તેનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પીએમ મોદીએ આ મ્યુઝિયમને નિહાળ્યું હતું. 26 કરોડના ખર્ચે આને તૈયાર કરવામાં આવ્યું છે. અહીં ગાંધીજીના જીવનની તમામ સફક જોવા મળી હતી. 

શું છે આ મ્યુઝિયમની વિશેષતા
ગ્રાઉન્ડ ફ્લોર
રૂમ નં.1-2: જન્મ અને પરિવાર, માતા પૂતળીબાઇ, બાળપણમાં શીખેલા પાઠ, કબા ગાંધી પરિવારનું રાજકોટમાં આગમન, આલ્ફ્રેડ હાઇસ્કૂલ, રાજકોટમાં જીવનમૂલ્યોનું શિક્ષણ, કસ્તુરબા સાથે લગ્ન, ખરાબ સોબત, કરમચંદ ગાંધીનું અવસાન

રૂમ નં.3-4: ત્રણ વસ્તુઓથી દૂર રહેવાની પ્રતિજ્ઞા, લંડન-અંગ્રેજી જેન્ટલમેનનો વેશ, લંડનમાં મેટ્રિકની પરીક્ષામાં ઉત્તીર્ણ, અન્નાહારી મંડળીના સભ્ય, વિશ્વના ધર્મોનો પરિચય, બેરિસ્ટર ગાંધી પહોંચ્યા મુબંઇ, સંઘર્ષ, રાજકોટ-મુંબઇ-રાજકોટ, દક્ષિણ અફ્રિકાનું તેડુ, પીટરમેરિત્ઝબર્ગસ્ટેશન પર ટ્રેનથી ઉતારાયા

રૂમ નં.5-6: નાતાલ ઇન્ડિયન કોંગ્રેસની સ્થાપના, લીલા ચોપાનિયાનું પ્રકાશન, પરિવારની સાથે દક્ષિણ આફ્રિકા, બોઅર યુધ્ધ, ઇન્ડિયન ઓપિનિયનનો પ્રારંભ, ફિનેક્સ આશ્રમની સ્થાપના, અન્નહાર વિશે ગુજરાતીમાં લેખ, ખૂની કાયદાનો વિરોધ, ઇંગ્લેન્ડ પ્રયાણ

રૂમ નં.7: સત્યાગ્રહનો જન્મ, એશિયાટિક લો અમેન્ડમેન્ટ એક્ટ-ખૂની કાયદો, ખૂની કાયદાના વિરોધ બદલ જેલવાસ, ટોલ્સ્ટોય ફાર્મ

રૂમ નં.8-9: ગ્રેટ માર્ચ, ધરપકડ, ટ્રાયલ, સજા અને છુટકારો, સ્વદેશ આગમન, દક્ષિણ આફ્રિકામાં કરેલી સેવા બદલ સન્માન, ગોપાલ કૃષ્ણગોખલે સાથે મુલાકાત, લોકમાન્ય બાલ ગંગાધર ટિળક સાથે મુલાકાત, ભારત અને બર્માની યાત્રા

રૂમ નં.10-11: સત્યાગ્રહ આશ્રમની સ્થાપના, ચરખો: ભારતીય અર્થવ્યવસ્થાનો આધાર, ચંપારણ સત્યાગ્રહ, અમદાવાદના મિલ મજૂરોનીહડતાળ, ખેડા સત્યાગ્રહ, રોલેટ એક્ટ

રૂમ નં.12: જલિયાંવાલા બાગ ભીષણ હત્યાકાંડ, ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના, અસહકારનું આંદોલન, ચૌરીચૌરા કાંડ

રૂમ નં.13-14: હિંદુ-મુસ્લિમ એકતા માટે 21 દિવસના ઉપવાસ, અખિલ ભારતીય ચરખા સંઘની સ્થાપના, બારડોલી સત્યાગ્રહ, સાઇમન કમિશન, પૂર્ણ સ્વરાજ, દાંડીકૂચ

રૂમ નં.14-16: દ્વિતીય ગોળમેજી પરિષદ, અસ્પૃશ્યતા નિવારણ માટે અભિયાન, કોંગ્રેસમાંથી રાજીનામું, સેવાગ્રામમાં સ્થાયી, રાજકોટ સત્યાગ્રહ, ભારત છોડો આંદોલન, આગાખાન પેલેસમાં નજરકેદ, કસ્તુરબાનું અવસાન

રૂમ નં.17-18: સિમલા કોન્ફરન્સ, કોમી રમખાણ, દેશ આઝાદ થયો, મહાત્માને વિશ્વભરમાંથી શ્રધ્ધાંજલિ

ફર્સ્ટ ફ્લોર
રૂમ નં. 19 થી 31: સત્ય, બ્રહ્મચર્ય, અસ્વાદ, અહિંસા, અસ્પૃશ્યતા-નિવારણ, અપરિગ્રહ, અભય, અસ્તેય, જાત-મહેનત, સર્વધર્મ સમભાવ, જાત-મહેનત, ગાંધીજીની જેલયાત્રા, શ્રીમદ્દ રાજચંદ્ર અને ગાંધીજી

રૂમ નં.32-33 :બાપુ સાથે વાર્તાલાપ સત્યની સફર, ત્રણ બુદ્ધિશાળી વાનર, બાપુ સાથે એક દિવસ, આહારની આદત, સર્વધર્મ એક સમાન, ગાંધી ક્વિઝ

રૂમ નં.34: મહાનુભાવોનો પ્રભાવ, લિઓ ટોલ્સટોય, જોન રસ્કિન, હેનરી ડેવિડ થોરો, ગોપાલકૃષ્ણ ગોખલે

રૂમ નં.35: ગાંધીજીના પાત્રો, ભાષણ અને પત્રિકાઓ

રૂમ નં.36: ગાંધીજી અને સરદાર વલ્લભભાઇ પટેલ

રૂમ નં.37: ગાંધી કથા: નારાયણભાઇ દેસાઇ

રૂમ નં.38: મોહનદાસનો વર્ગખંડ

રૂમ નં.39: ગાંધી વિચાર: સમયથી આગળ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news