નવસારીમાં પૂર બાદ ચોમેર પાણી, હેલિકોપ્ટરથી ફસાયેલા લોકોનું રેસ્ક્યુ શરૂ કરાયું
Navsari Flood Rescue : દક્ષિણ ગુજરાતમાં સર્જાયેલી વરસાદની પરિસ્થિતિમાંથી લોકોને હવે બહાર કાઢવા માટે ભારતીય વાયુસેના સક્રિય થયુ છે. નવસારી માટે અમદાવાદથી એક mi-17 હેલિકોપ્ટર મોકલાયુ છે. અન્ય બે હેલિકોપ્ટર જામનગરથી અમદાવાદ થઈ નવસારી પહોંચાડાયા
Trending Photos
નિલેશ જોશી/નવસારી :નવસારી જિલ્લામાં આફતનો વરસાદ બનીને તૂટી પડ્યો છે. આજના લેટેસ્ટ અપડેટ અનુસાર, જિલ્લાના તમામ તાલુકાઓમાં 6 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાકમાં સૌથી વધુ ચીખલી તાલુકામાં 244 મિમી એટલે 9.76 ઇંચ વરસાદ પડ્યો હતો. સાંબેલાધાર વરસાદને કારણે ગણદેવી તાલુકાના તોરણ, છાપર, ગોયંદી-ભાઠલા, ભાઠા સહિતના અનેક ગામોમાં લોકો ફસાયા હતા. ગણદેવીના છાપર ગામેથી મોડી રાતે 19 લોકોનું સફળ રેસ્ક્યુ કરાયુ હતું. જિલ્લાની વિકટ સ્થિતિને જોતા એરફોર્સની પણ મદદની લેવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતમાં સર્જાયેલી વરસાદની પરિસ્થિતિમાંથી લોકોને હવે બહાર કાઢવા માટે ભારતીય વાયુસેના સક્રિય થયુ છે. નવસારી માટે અમદાવાદથી એક mi-17 હેલિકોપ્ટર મોકલાયુ છે. અન્ય બે હેલિકોપ્ટર જામનગરથી અમદાવાદ થઈ નવસારી પહોંચાડાયા છે. જેથી લોકોને પાણીમાંથી ફસાયેલા ઉગારી શકાય. નવસારી જિલ્લામાંથી રેસ્ક્યુ કરીને સેનાના હેલિકૉપ્ટર મારફતે અસરગ્રસ્તોને સુરત એરપોર્ટ લાવવામાં આવી રહ્યા છે. તેઓને સુરત ખાતે જરૂરી વ્યવસ્થા શેલ્ટર હોમમાં લઈ જવામાં આવશે.
નવસારીના ગણદેવી કોઠી ફળીયા ખાતે એનડીઆરએફની ટીમ મદદે પહોંચી હતી, જ્યાં 40થી વધુ લોકો ફસાયાની આશંકા છે. 7 કરોડના ખર્ચે હાલમાં બ્રિજ બનાયો હોવા છતા ગામવાળાને કામ ના લાગ્યો. બિસ્માર હાલાત
10 થી વધાર એનડીઆરએફની કર્મચારી રેસ્કયુ કરવા પહોંચ્યા છે.
હાલ નવસારીની ત્રણેય નદીઓમાં પાણી ઉતરતા જિલ્લા તંત્ર માટે રાહતના સમાચાર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે