નવસારીમાં દીપડાએ યુવતીનો શિકાર કરી તેને ફાડી ખાધી, પરિવારને હાથ લાગ્યા દીકરીના શરીરના ટુકડા
Leopard Attack : નવસારીના ચીખલીમાં દીપડાનો આતંક... સાડકપોર ગામે દીપડાએ 24 વર્ષની યુવતીનો શિકાર કરી ફાડી ખાધી.. દીપડાના હુમલામાં છાયા પટેલનું મોત.... યુવતીના મૃતદેહને પોસ્ટ મોર્ટમમાં ખસેડાયો... વન વિભાગે ગામમાં દીપડાને પકડવા બે પીંજરા ગોઠવ્યા
Trending Photos
Navsari News ધવલ પારેખ/નવસારી : રાજ્યમાં સૌથી વધુ દીપડા નવસારી જિલ્લામાં વસ્યા છે. ત્યારે છાસવારે ગામડાઓમાં દીપડા પશુ પક્ષીનો શિકાર કરતા હોવાની ઘટનાઓ સામે આવતી રહી છે. પરંતુ ગત રાતે ચીખલીના સાડકપોર ગામે શિકારની શોધમાં નિકળેલા દીપડાએ કુદરતી હાજતે નિકળેલી 24 વર્ષીય યુવતી ઉપર તરાપ મારી તેને ખેંચી ગયો હતો અને શિકાર સમજી ફાડી ખાધી હતી. ઘટનાની જાણ થતા જ ગામમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. સાથે જ વન વિભાગ અને ચીખલી પોલીસને જાણ થતા બંને એજન્સીઓ ઘટના સ્થળે પહોંચી દીપડાને શોધવામાં ચક્રો ગતિમાન કર્યા છે.
નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં દીપડાની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. ગત ગણતરીમાં નવસારી જિલ્લામાં જ 78 દીપડા નોંધાયા હોવાની માહિતી સામે આવી છે. ત્યારે શેરડીના ખેતરો દીપડા માટે મહત્ત્વનાં રહેઠાણ બન્યા છે. તેવામાં લોકોએ હવે દીપડાઓ સાથે રહેતા શીખવું પડશેની વાતો જાણકારો કરી રહ્યા છે. એવામાં ગત રોજ સાંજના સમયે ચીખલી તાલુકાના સાડકપોર ગામના પહાડ ફળિયામાં રહેતી 24 વર્ષીય છાયા પટેલ નોકરીએથી આવ્યા બાદ ઘરના વાડામાં શૌચ ક્રિયા કરવા ગઈ હતી. પરંતુ ત્યાં પહેલેથી ઘાત લગાવીને બેઠેલા દીપડાએ છાયા નીચે બેસતા જ એને શિકાર સમજીને એના ઉપર તરાપ મારી હતી.
તરાપ મારીને દીપડાએ છાયાને ગળામાંથી પકડી એને પાછળ વાડી વિસ્તારમાં ખેંચી ગયો હતો. દીપડાનો પ્રતિકાર કરવાની ક્ષમતા ન હોવાથી છયાનો થોડીવારમાં જ પ્રાણ પંખેરું ઊડી ગયુ હતું. ત્યાર બાદ દીપડાએ ઘર નજીક જ છાયાને ફાડી ખાધી હત અને થોડા સમય બાદ ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો. દોઢથી બે કલાક બાદ છાયા ઘર પરત ન ફરતા શોધવા નિકળેલા તેના પરિજનોને ક્ષત વિક્ષત હાલતમાં તેનો મૃતદેહ મળતા તેઓના હોશ ઉડી ગયા હતા. ઘટનાની જાણ ગ્રામજનોને થતા તાત્કાલિક ચીખલી વન વિભાગને જાણ કરવામાં આવી હતી. બીજી તરફ ચીખલી પોલીસને પણ ઘટનાની જાંત થતા મૃતક છાયા પટેલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ચિજહકી રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
સાડકપોર ગામમાં છેલ્લા અઠવાડીયાથી દીપડાના આંટાફેરા વધ્યા હતા. પહાડ ફળિયામાં છાયા પટેલના ઘરના પાછળ શેરડીનું ખેતર સાથે જ આંબાવાડી હોવાથી જંગલ જેવો જ વિસ્તાર બન્યો હતો. ઘરમાં શૌચાલય હોવા છતાં પણ છાયા વાડામાં કળા કેશ જેવા અંધારામાં લાઈટ ચાલુ કર્યા વિના જ ખુલ્લામાં શૌચ કરવા ગઈ હતી. સમાન્ય રીતે દીપડા તેની આંખના સ્તરે આવતા પ્રાણીઓને જ શિકાર બનાવતા હોય છે. માણસની ઉંચાઈને કારણે તેનાથી મોટું પ્રાણી સમજે છે. તેથી માણસ ઉપર શિકારના ઇરાદે હુમલો કરતો નથી. પરંતુ ગત રોજ છાયા શૌચ માટે નીચે બેસી હોવાથી દીપડાએ તેનો શિકાર કરી પોતાનો કોળિયો બનાવ્યો હતો.
જેના થોડા કલાકો બાદ પણ ગામમાં અન્ય જગ્યાએથી વાછરડાનો શિકાર કર્યો હતો. ઘટના બાદ ચીખલી વન વિભાગ દ્વારા દીપડાને પકડવા મારણ સાથે બે પાંજરા મૂકવામાં આવ્યા છે. સાથે જ ચીખલી RFO દ્વારા ગ્રામીણોએ શૌચાલયનો ઉપયોગ કરવા અને રાત્રીના અંધારામાં ઘર બહાર નીકળે, તો લાઈટ સળગાવી બહાર નીકળવા અથવા મસાલ જેવી વસ્તુ સાથે રાખવા અપીલ કરવામાં આવી છે
નવસારીમાં ખોરાક પાણી મળી રહેતું હોવાથી જિલ્લામાં દીપડાઓની સંખ્યા વધી છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં લોકોએ દીપડાના શિકાર તેમજ રહેણી કરણી વિશે માહિતી મેળવી દીપડા સાથે રહેવાનું શીખે એજ સમયની માંગ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે