આ વ્યસન સાબિત થઇ શકે છે જીવલેણ, રાજ્ય સરકારે પ્રતિબંધ મૂક્યો છે છતાં મળે છે બિદાસ્ત!
નવસારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ બીલીમોરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે બીલીમોરાના દેસરા વિસ્તારમાં આવેલ સાકરીવાલા જનરલ સ્ટોરમાં ભારતમાં પ્રતિબંધિત અને વોર્નિંગ વિનાની વિદેશી ઈ-સિગારેટ વેચાઈ રહી છે.
Trending Photos
ઝી બ્યુરો/નવસારી: બીલીમોરા શહેરમાં દેસરા વિસ્તારની એક જનરલ સ્ટોરમાં પ્રતિબંધિત વિદેશી ઈ સિગારેટ વેચતા વેપારીને નવસારી SOG પોલીસે બાતમીને આધારે ઝડપી પાડ્યો હતો. પોલીસે દુકાનમાંથી 32 હજારની વોર્નિંગ વિનાની ઈ સિગારેટ કબ્જે કરી તપાસને વેગ આપ્યો છે.
નવસારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ બીલીમોરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે બીલીમોરાના દેસરા વિસ્તારમાં આવેલ સાકરીવાલા જનરલ સ્ટોરમાં ભારતમાં પ્રતિબંધિત અને વોર્નિંગ વિનાની વિદેશી ઈ-સિગારેટ વેચાઈ રહી છે. જેના આધારે SOG ની ટીમે સાકરીવાલા જનરલ સ્ટોરમાં છાપો મારતા, દુકાનમાંથી 32 હજાર રૂપિયાની પ્રતિબંધિત વિદેશી ઈ સિગારેટનો જથ્થો મળી આવ્યો હતો.
જેથી પોલીસે આરોપી દુકાનદાર 20 વર્ષીય ફય્યાઝ હિંગોરાની ધરપકડ કરી હતી. આરોપી ફય્યાસની પૂછપરછમાં પ્રતિબંધિત વિદેશી ઈ સિગારેટનો જથ્થો તેને સુરતના મોઈને પહોંચાડ્યો હોવાનું જણાવતા, પોલીસે મોઈનને વોન્ટેડ જાહેર કરી બીલીમોરા પોલીસ મથકમાં ધ પ્રોહિબિશન ઓફ ઈ સિગારેટ એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો હતો. જ્યારે વધુ તપાસ અર્થે આરોપી ફય્યાઝ હિંગોરાને બીલીમોરા પોલીસને સોંપ્યો છે.
નવસારી જિલ્લાના યુવાનોમાં સિગારેટ પીવાનો ક્રેઝ જોવા મળે છે. જેમાં સિગારેટનું વેચાણ કરતા દુકાનદારો ઘણીવાર પ્રતિબંધિત ઈ સિગારેટ પણ ચોરી છુપી વેચતા હોય છે. ત્યારે જિલ્લાની આવી દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવે તો ઘણી દુકાનોમાંથી સિગારેટ મળી આવે એવી ચર્ચાઓ પણ શહેરમાં વેગવંતી બની છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે