અમદાવાદ : લોકોએ અવાજની દિશામાં દોટ મૂકી, તો ડોલમાં બાળકી જોઈ ચોંક્યા
નવજાત બાળકીને હાલ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ છે. તેમજ રખિયાલ પોલીસે ગુનો નોંધી બાળકી વિશે તપાસ શરૂ કરી છે.
Trending Photos
અમદાવાદ/ગુજરાત : ગુજરાતમાં નવજાત બાળકીઓ ત્યજી દેવાના કિસ્સાઓમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે વહેલી સવારે અમદાવાદના રખિયાલ વિસ્તારમાં એક દિવસની નવજાત બાળકી મળી આવી હતી. વહેલી સવારે કોઈ ડોલમાં આ બાળકીને મૂકીને પલાયન થઈ ગયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ કિસ્સો અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલ મહાગુજરાત બેકરી પાસે બન્યો હતો. જ્યાં એક ડ્રાઈવરના કાને કોઈના રડવાનો અવાજ સંભળાયો હતો. તેણે જણાવ્યું કે, અમારી ચાલીની બહાર કોઈનો અવાજ આવતા અમે પહેલા તો ચોંક્યા હતા. બાદમાં બધા લોકો ભેગા થયા હતા. ચાળીમાં શોધ કરતા જોયું કે, અમારી ચાલીની પાતળી ગલીમાં એક ડોલમાંથી નવજાત બાળકી હતી. આ બાળકી બહુ જ રડી રહી હતી. ચાળીના લોકોએ બહુ જ તપાસ કરી, પરંતુ બાળકીના વાલીવારસા વિશે કોઈ જ ભાળ મળી ન હતી. તેથી અમે પોલીસનો સંપર્ક કર્યો હતો.
નવજાત બાળકીને હાલ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ છે. તેમજ રખિયાલ પોલીસે ગુનો નોંધી બાળકી વિશે તપાસ શરૂ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે