બેટી બચાવો બેટી પઢાવો

શરમ કરવા જેવી વાત : વિકાસના બણગા ફૂંકતુ ગુજરાત દીકરીના જન્મદરમાં સાવ પાછળ ધકેલાયું

જાતિ રેશિયોના મામલે ગુજરાત હરિયાણા અને પંજાબ જેવા રાજ્યો કરતા પણ પાછળ છે. આ બંને રાજ્યો ગર્ભપાત માટે કુખ્યાત છે, છતા દીકરાઓની સરખામણીમાં દીકરીઓનું પ્રમાણ આ રાજ્યોમાં વધુ છે

Jun 24, 2021, 10:49 AM IST

દાદાએ કર્યાં લાડલી પૌત્રીના આગમનના વધામણા, આખું ગામ જોતું રહી ગયું

ભારતમાં દેશમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. સમય બદલાતા લોકોના વિચાર બદલાયા છે. પરંતુ દીકરીઓના મામલે હજી પણ લોકોના વિચાર બદલાયા નથી. દીકરીની સંખ્યામાં દિવસેને દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે બેટી બચાવો માટેના અભિયાનને તેજ બનાવવા માટે દેશના વડાપ્રધાન દ્વારા એક ઝુંબેશ ઉપાડવામાં આવી છે. ત્યારે ધ્રાંગધ્રામાં રહેતા કરીમભાઈ મુલતાનીના પરિવારમાં દીકરીનો જન્મ થતા તેમણે આ અવસરને વધાવ્યો હતો. દીકરીની વધામણાના પ્રસંગને લોકો જોતા રહી ગયા હતા. 

Dec 27, 2020, 01:05 PM IST

Photos : આને કહેવાય મહિલાઓનું યોગ્ય સન્માન, રસ્તાઓને આપ્યા ગામની દીકરીઓના નામ...

કચ્છ જિલ્લાના ભૂજ તાલુકાની કુકમા ગ્રામ પંચાયતે 2018ની 25મી સપ્ટેમ્બરે સામાન્ય સભા બોલાવી હતી. જેમાં પ્રમુખ સ્થાનેથી ગામડાના માર્ગનું નામ સૌથી વધુ ભણેલી દીકરીઓના નામે રાખવાનો ઠરાવ પસાર થયો હતો. જેથી દોઢેક વર્ષમાં જ 16 જેટલા માર્ગો તેજસ્વીનીઓના નામે ઓળખાતા થઈ ગયા છે.

Mar 4, 2020, 06:08 PM IST

કોટડા સાંગાણી: ભાજપી સરપંચના પુત્રએ મિત્રો સાથે મળીને યુવતીનું અપહરણ કર્યું, અને બાદમાં ગેંગરેપ...

રાજકોટમાં વધુ એક ગેંગ રેપની ઘટના સામે આવી છે. કોટડાસાંગાણી તાલુકાના રામોદ ગામે બંદૂકની અણીએ કારમાં અપહરણ કરી રાજકોટ તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી અને રામોદ ગામના સરપંચ પુત્રએ તેના મિત્રો સાથે મળી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઇ છે. પોલીસે પીડિતાની ફરિયાદ પરથી આરોપીને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે. 

Feb 27, 2020, 04:06 PM IST

ગુજરાતમાં ‘સેવ ગર્લ ચાઈલ્ડ’નું સપનુ ચકનાચૂર, ખુદ CMના શહેરમાં 1000 છોકરાઓ સામે માત્ર 780 છોકરીઓ

નીતિ આયોગના આરોગ્યના અહેવાલ બાદ રાજ્ય સરકાર તો સફાળી જાગી છે, પણ સાથે જ સમગ્ર રાજ્યને ચિંતિત કરે તેવો મુદ્દો બહાર આવ્યો છે. છેલ્લા 10 વર્ષમાં બેટી બચાવો બેટી પઢાવો અભિયાન પાછળ ગુજરાત સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો તેમ છતાં હજુ સુધી છોકરીઓના જન્મ દરમાં કોઇ નોંધપાત્ર સુધારો થયો નથી. 

Jun 27, 2019, 03:25 PM IST

દીકરીઓના જન્મ પર રાજકોટમાં અનોખી રીતે કરાશે વધામણા

 બેટી બચાવો દિશામાં હવે અનેક લોકો આગળ આવ્યા છે, અને દીકરીઓના જન્મને વધારવા માટે અનેક પ્રસંગો યોજાતા થયા છે. ત્યારે રાજકોટમાંથી એક નવો અભિગમ સામે આવ્યો છે. બેટી પઢાવો અને બેટી બચાવો અભિયાન હેઠળ જિલ્લા વિકાસ અધિકારી અનિલકુમાર રાણાવાસિયાએ પ્રાથમિક શાળાઓને પણ તેમાં આવરી લીધી છે.

Jan 23, 2019, 11:48 AM IST

સુરતઃ બીજી દીકરીનો જન્મ થતા ડોક્ટર પરિવારે ઢોલ-નગારા સાથે કર્યું સ્વાગત

બીજી દીકરીનો જન્મ થતા પરિવારજનોએ હોંશભેર તેના વધામણા કર્યા હતા. 
 

Nov 24, 2018, 06:10 PM IST

અમદાવાદ : લોકોએ અવાજની દિશામાં દોટ મૂકી, તો ડોલમાં બાળકી જોઈ ચોંક્યા

નવજાત બાળકીને હાલ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ છે. તેમજ રખિયાલ પોલીસે ગુનો નોંધી બાળકી વિશે તપાસ શરૂ કરી છે. 
 

Nov 20, 2018, 10:39 AM IST