સૌથી વધુ કોરોના ટેસ્ટ કરનાર બીજો દેશ બન્યો ભારત, અત્યાર સુધી થયા આ ટેસ્ટ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Health Ministry) એ કહ્યું કે દેશમાં કોવિડ 19ના કેસ શોધવા માટે બુધવારે રેકોર્ડ સંખ્યામાં 11,72,179 નમૂનાની તપાસ કરવામાં આવી અને અત્યાર સુધી કુલ 4,55,09,380 તપાસ કરવામાં આવી છે. સાથે જ વિશ્વમાં દરરોજ સૌથી તપાસ કરનાર દેશોમાં ભારત પણ સામેલ છે.
Trending Photos
નવી દિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Health Ministry) એ કહ્યું કે દેશમાં કોવિડ 19ના કેસ શોધવા માટે બુધવારે રેકોર્ડ સંખ્યામાં 11,72,179 નમૂનાની તપાસ કરવામાં આવી અને અત્યાર સુધી કુલ 4,55,09,380 તપાસ કરવામાં આવી છે. સાથે જ વિશ્વમાં દરરોજ સૌથી તપાસ કરનાર દેશોમાં ભારત પણ સામેલ છે.
સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે આ અઠવાડિયામાં અમે સાડા ચાર કરોડથી વધુ ટેસ્ટ કરી લીધા છે. દુનિયામાં એક જ દેશ છે જેને આપણા કરતાં વધુ ટેસ્ટ કર્યા છે. મંત્રાલયે કહ્યું કે વધુ સંખ્યામાં તપાસ કરવાના પરિણામ સ્વરૂપ સંક્રમણની પુષ્ટિ થ્વાનો દર ખૂબ ઓછો થયો છે.
તેમણે કહ્યું કે દેશમાં 3ઓ જાન્યુઆરીના રોજ ફક્ત 10 તપાસ કરવાથી માંડીને દરરોજ તપાસની દરેરાજ 11 લાખથી વધુ થઇ ગયા છે. આ દેશમાં દરરોજ કોવિડ 19ની તપાસ વધારવાને પ્રદર્શિત કરે છે. મોટાપાયે તપાસ કરવાથી માંડીને સંક્રમણનો સમય રહેતા ખબર પડવી અને તેનાથી સંક્રમિત દર્દીઓને કોરોન્ટાઇન અક્રવા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં મદદ મળી.
ભારતમાં કોવિડ 19થી થનાર મૃત્યું દર આજની તારીખમાં ઘટીની 1.75 ટકા થઇ ગયો છે, જ્યારે આ રોગથી ઉભરવાનું રાષ્ટ્રીય સરેરાશ 77.09 ટકા છે. આંકડા અનુસાર દેશમાં કોવિડ 19ના અત્યારે 8,15,538 એક્ટિવ દર્દી છે, કુલ કેસમાં લગભગ 21.16 ટકા છે.
મંત્રાલયે કહ્યું કે દેશભરમાં તપાસ લેબોરેટરીના તેજ વિસ્તારના લીધે તપાસ વધી છે. ભારતમાં આજની તારીખમાં 1,623 લેબ છે, જેમાં 1,022 સરકારી છે જ્યારે 601 ખાનગી ક્ષેત્રની છે.
ગુરૂવારે સવારે જાહેર થયેલા આંકડા અનુસાર એક દિવસમાં સંક્રમણનો રેકોર્ડ 83,883 કેસ સામે આવ્યા બાદ દેશમાં કોવિડ 19ના કુલ મળીને સતત 38,53,406 થઇ ગયા, જ્યારે એક દિવસમાં 1,043 દર્દીઓના મોત થયા બાદ કુલ મૃતક સંખ્યા વધીને 67,376 થઇ ગઇ.
સ્વાસ્થ્ય સચિવે કહ્યું કે દેશના 5 રાજ્ય એવા છે જેમાં 62 ટકા એક્ટિવ કેસ છે. તેમાં મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશ સામેલ છે. વધુ જનસંખ્યાના કારણે કેસ વધવાનું ચાલુ છે.
તેમણે કહ્યું કે પાંચ રાજ્યોમાં 70 ટકા કોરોનાથી ડેથ થયા છે. તેમાં મહારાષ્ટ્ર, દિલ્હી, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટક સામેલ છે. દિલ્હીમાં અચાનક કેસ અને ડેથની સંખ્યા વધી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે