દૂધસાગર ડેરીએ કરી નવી શોધ, લાખો પશુપાલકોને થશે મોટો ફાયદો

 દૂધસાગર ડેરીએ સમગ્ર રાજ્યના પશુપાલકોને ખૂબ સારા સમાચાર આપ્યા છે. દૂધસાગર ડેરીએ પોતાની લેબોરેટરીમાં એવું સિમેન વિકસાવ્યું છે, કે તેનાથી ફક્ત પાડી કે વાછરડી જ જન્મે. 

દૂધસાગર ડેરીએ કરી નવી શોધ, લાખો પશુપાલકોને થશે મોટો ફાયદો

તેજસ દવે, મહેસાણાઃ દૂધસાગર ડેરીએ સમગ્ર રાજ્યના પશુપાલકોને ખૂબ સારા સમાચાર આપ્યા છે. દૂધસાગર ડેરીએ પોતાની લેબોરેટરીમાં એવું સિમેન વિકસાવ્યું છે, કે તેનાથી ફક્ત પાડી કે વાછરડી જ જન્મે. પશુપાલકોઆ સિમેનનો ઉપયોગ પશુ ના ગર્ભ ધારણમાં કરે તો માત્ર ફિમેલ જ બચ્ચું અવતરે અને પશુપાલકને મોટો ફાયદો થાય. મહેસાણા ડેરીની આ શોધથી ગુજરાત મિલ્ક માર્કેટીંગ પણ પ્રભાવિત થયું છે અને મહેસાણા ડેરીને 1.10 લાખ સિમેન ડોઝનો ઓર્ડર આપવામાં આવ્યો છે. દૂધસાગર ડેરી ફેડરેશને આ સિમેન પ્રતિ ડોઝ 840 રૂપિયાના ભાવથી વેચાણ કરશે. જો કે મહેસાણાના પશુપાલકો માટે આ ડોઝની કિંમત માત્ર 50 રૂપિયા નક્કી કરવામાં આવી છે

1 પશુપાલક માટે પશુનું ગર્ભ ધારણ અને બચ્ચાંનો જન્મ ખૂબ મહત્વપૂર્ણ ભાગ ગણવામાં આવે છે. કારણ કે પશુપાલકની આર્થિક સમૃદ્ધિનો આધાર પશુઓએ આપેલા બચ્ચાંના જન્મ આધારે નક્કી થાય છે. જો પશુપાલકનું પશુ ફિમેલ બચ્ચાં ને જન્મ આપે તો પશુપાલક માટે તે આર્થિક ફાયદો આપતું બની રહે છે. ગાય વાછરડીને જન્મ આપે અને ભેંસ પાડીને જન્મ આપે તો આગામી સમયમાં તે દૂધ આપે છે અને પશુપાલકો તે થકી આવક મેળવી શકે છે. પણ અત્યાર સુધી બચ્ચાંનો જન્મએ પશુપાલકના હાથની વાત નહોતી. પરંતુ હવે સમગ્ર રાજ્યના પશુપાલકોને મહેસાણા દૂધસાગર ડેરીએ ખૂબ આનંદના સમાચાર આપ્યા છે. મહેસાણા ડેરીએ એવું સિમેન વિકસાવ્યું છે જે સિમેન ના ઉપયોગથી માત્ર ફિમેલ બચ્ચાનો જ જન્મ થાય. મિલ્ક માર્કેટિંગ ફેડરેશન પણ આ શોધથી પ્રભાવિત છે અને મહેસાણા ડેરીને આ વર્ષે 1.10 લાખ સિમેન ના ડોઝ નો ઓર્ડર આપ્યો છે.

મહેસાણા દૂધ સાગર ડેરી દ્વારા સારી જાત ના પશુ નું સિમેન એકત્ર કરી પોતાની લેબોરેટરીમાં તેની ઉપર સફળ પ્રયોગ કરવામાં આવ્યો છે.આ સિમેન ડોઝ ની કિંમત 840 રૂપિયા નક્કી કરવામાં આવી છે.જો કે મહેસાણા ના પશુપાલકો ને આ સિમેન માત્ર 50 રૂપિયામાં જ આપવામાં આવશે.તો ફેડરેશન મહેસાણા ડેરી પાસેથી 840 રૂપિયામાં એક ડોઝ ખરીદશે. જો કે ફેડરેશન દ્વારા આ સિમેન ડોઝ ના વેચાણમાં 50 ટકા સબસીડી જાહેર કરવામાં આવી છે.એટલે કે અન્ય જિલ્લાના પશુપાલકો ને લગભગ આ ડોઝ 400 રૂપિયા ની આસપાસ પડશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news