Shah Rukh Khan: નવા સંસદ ભવન વિશે શાહરૂખ ખાને શેર કર્યો હ્રદયસ્પર્શી Video, ગણાવ્યું 'આશાઓનું નવું ઘર'

દેશને આજે નવું શાનદાર સંસદ ભવન મળ્યું.  પીએમ મોદીએ નવા સંસદ ભવનનું ઉદ્ધાટન કર્યું. ઉદ્ધાટન સમારોહ વહેલી સવારથી શરૂ થયો.. આ અગાઉ તેમણે નવા સંસદ ભવનની એક ક્લિપ બહાર પાડીને જનતાને અપીલ કરી હતી કે તેઓ આ વીડિયોને વોઈસ ઓવર કરે. તેને પોતાના અવાજથી સજાવે. 

Shah Rukh Khan: નવા સંસદ ભવન વિશે શાહરૂખ ખાને શેર કર્યો હ્રદયસ્પર્શી Video, ગણાવ્યું 'આશાઓનું નવું ઘર'

દેશને આજે નવું શાનદાર સંસદ ભવન મળ્યું.  પીએમ મોદીએ નવા સંસદ ભવનનું ઉદ્ધાટન કર્યું. ઉદ્ધાટન સમારોહ વહેલી સવારથી શરૂ થયો.. આ અગાઉ તેમણે નવા સંસદ ભવનની એક ક્લિપ બહાર પાડીને જનતાને અપીલ કરી હતી કે તેઓ આ વીડિયોને વોઈસ ઓવર કરે. તેને પોતાના અવાજથી સજાવે. તેને પોતાના અવાજથી સજાવે. સામાન્ય લોકોથી લઈને મોટી મોટી હસ્તીઓએ તેમા ભાગ લીધો. પઠાણ શાહરૂખ ખાને પણ પોતાનો અવાજ આપ્યો. વીડિયોને ટ્વીટ કર્યો. તેમણે આ વીડિયોમાં શું કહ્યું તે જાણો. આ સાથે જ હેમા માલિનીએ પણ નવા સંસદ ભવન પર પોતાની પ્રતિક્રિયા આપી છે. 

શાહરૂખ ખાને વીડિયોને ટ્વીટ કરીને શું કહ્યું
બોલીવુડ અભિનેતા શાહરૂખ  ખાને વીડિયોને ટ્વીટ કરીને લખ્યું છે કે આપણા બંધારણને જાળવી રાખનારા, આ મહાન રાષ્ટ્રના પ્રત્યેક નાગરિકનું પ્રતિનિધિત્વ કરનારા અને તેમના એક વ્યક્તિની વિવિધતાની રક્ષા કરનારા લોકો માટે કેટલું શાનદાર નવું ઘર છે નરેન્દ્ર મોદીજી. નવા ભારત માટે એક નવું સંસદ ભવન પરંતુ ભારતના ગૌરવના સદીઓ જૂના સપનાની સાથે. જય હિંદ, મારું સંસદ ભવન મારું અભિમાન.

— Shah Rukh Khan (@iamsrk) May 27, 2023

શાહરૂખ ખાને કહી આ વાતો
દોઢ મિનિટના આ વીડિયોમાં શાહરૂખ ખાન કહે છે કે ભારતનું નવું સંસદ ભવન આપણી આશાઓનું નવું ઘર. આપણા બંધારણને સંભાળનારા માટે એક એવું ઘર જ્યાં 140 કરોડ હિન્દુસ્તાની એક પરિવાર છે. આ નવું ઘર એટલું મોટું હોય કે તેમાં દેશના દરેક પ્રાંત,  પ્રદેશ, ગામ-શહેર ખૂણા ખૂણા માટે જગ્યા બની શકે. આ ઘરના હાથ એટલા પહોળા હોય કે દેશની દરેક જાતિ પ્રજાતિ દરેક ધર્મને પ્રેમ કરી શકે. તેની નજર એટલી ઊંડી હોય કે દેશના દરેક નાગરિકને જોઈ શકે. તપાસી શકે. તેમની સમસ્યાઓને ઓળખી શકે. અહીં સત્યમેવ જયતેનો નારો સ્લોગન નહીં પરંતુ વિશ્વાસ હોય. અહીં અશોક ચ ક્રના હાથી ઘોડા, સિંહ અને સ્તંભ લોગો નહીં પરંતુ આપણો ઇતિહાસ હોય. 

હેમા માલિનીએ પણ શેર કર્યો વીડિયો
હેમા માલિનીએ પણ એક વીડિયો શેર કર્યો છે અને કહ્યું છે કે નવા સંસદ ભવનના લોકાર્પણના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ન્યાય અને નિષ્પક્ષતાના પ્રતિક તથા ધાર્મિક તથા સાંસ્કૃતિક ધરોહર પવિત્ર સેંગોલને ગ્રહણ કરીને નવા ભવનનમાં તેની સ્થાપના કરશે. આ દેશ માટે સન્માન અને ગૌરવનો વિષય છે. 

નવા સંસદ ભવનની ખાસ વાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે એક મેગા કાર્યક્રમમાં આ નવા સંસદ ભવનનું ઉદ્ધાટન કરવાના છે. 971 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા નવા સંસદ ભવનમાં 888 લોકસભા અને 300 રાજ્યસભા સભ્યો માટે જગ્યા હશે. લોકસભાને જોઈન્ટ સેશન માટે પણ ડિઝાઈન કરવામાં આવી છે અને તે 1272 સભ્યોની મેજબાની કરવા માટે સક્ષમ હશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news