IPL 2023: શુભમન ગિલ IPL ફાઇનલમાં રચશે ઇતિહાસ! કોહલીના 'વિરાટ' રેકોર્ડથી માત્ર 2 રન દૂર

IPL 2023: IPL 2023 ની ફાઇનલ મેચ આજે એટલે કે 28 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સની ટીમો આમને-સામને છે.

IPL 2023: શુભમન ગિલ IPL ફાઇનલમાં રચશે ઇતિહાસ! કોહલીના 'વિરાટ' રેકોર્ડથી માત્ર 2 રન દૂર

Shubman Gill IPL Records: IPL 2023 ની ફાઇનલ મેચ ચેન્નાઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે 28 મે (આજે) ના રોજ રમાશે. આ શાનદાર મેચ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મોટી મેચમાં ઘાતક ફોર્મમાં ચાલી રહેલ ગુજરાતનો સ્ટાર ઓપનર શુભમન ગિલ એક મોટો રેકોર્ડ તોડી શકે છે. તે નંબર 1 બનવાથી માત્ર 2 રન દૂર છે.

ગિલ ઘાતક ફોર્મમાં
ગુજરાત ટાઇટન્સ માટે ઓપનિંગ કરતા શુભમન ગિલે તેની છેલ્લી ત્રણ મેચમાં સતત સદી ફટકારીને દુનિયાને બતાવી દીધું છે કે તે આવનારા સમયમાં કેવો ખેલાડી બનવાનો છે. છેલ્લી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે સદી ફટકારીને તેણે એક ચપટીમાં ઘણા મોટા રેકોર્ડ તોડી નાખ્યા હતા. હવે તે IPL 2023ની ફાઈનલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. વિરાટ કોહલીને પાછળ છોડીને તેની પાસે નંબર-1 બનવાની મોટી તક છે.

તુટી જશે કોહલીનો 'વિરાટ' રેકોર્ડ!
વિરાટ કોહલીની આ IPL સિઝન ખૂબ જ શાનદાર રહી હતી. વર્તમાન સિઝનમાં તેની બેટિંગ જોઈને કંઈક અંશે 2016ની યાદ આવી ગઈ. જ્યાં તેણે 4 ઝડપી સદી ફટકારીને 973 રન બનાવ્યા હતા. તે સિઝનમાં તેણે સ્પિન બોલરો સામે 364 રન બનાવ્યા હતા. વિરાટનો આ રેકોર્ડ હવે શુભમન ગિલના નિશાના પર છે. ગિલ પાસે 6 સિઝન પછી આ રેકોર્ડ તોડવાની મોટી તક છે. ગિલે વર્તમાન સિઝનમાં 363 રન બનાવ્યા છે. જો તે આજની મેચમાં 2 રન બનાવશે તો તે એક સિઝનમાં સ્પિન બોલરો સામે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની જશે.

આ રેકોર્ડની પણ કરી શકે છે બરાબરી
શુભમન ગિલ પાસે વિરાટ કોહલીના વધુ એક મોટા રેકોર્ડની બરાબરી કરવાનો મોકો છે. ગિલે વર્તમાન સિઝનમાં અત્યાર સુધી 16 મેચમાં 851 રન બનાવ્યા છે. તે IPL 2023માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેણે છેલ્લી ત્રણ મેચમાં સતત ત્રણ સદી ફટકારીને જે પ્રકારનો રેકોર્ડ બનાવ્યો છે, તે ફાઈનલ મેચમાં પણ સદી ફટકારી શકે છે. જો આમ થશે તો તે એક સિઝનમાં સૌથી વધુ 4 સદી ફટકારવાના વિરાટ કોહલીના રેકોર્ડની બરાબરી કરશે. કોહલી સિવાય જોસ બટલરે પણ એક સિઝનમાં 4 સદી ફટકારી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news