NID સપડાયું મોટા વિવાદમાં, કારણ છે ગજબનું અટપટું

નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન(NID)નો 7મી ફેબ્રુઆરીએ યોજાનારો 40મો પદવીદાન સમારંભ એકાએક મોકૂફ રાખવાનો નિર્ણય ગવર્નિંગ કાઉન્સિલે કર્યો છે. આ નિર્ણય પછી મોટો વિવાદ ઉભો થઈ ગયો છે

NID સપડાયું મોટા વિવાદમાં, કારણ છે ગજબનું અટપટું

અતુલ તિવારી, અમદાવાદ : નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન(NID)નો 7મી ફેબ્રુઆરીએ યોજાનારો 40મો પદવીદાન સમારંભ એકાએક મોકૂફ રાખવાનો નિર્ણય ગવર્નિંગ કાઉન્સિલે કર્યો છે. આ નિર્ણય પછી મોટો વિવાદ ઉભો થઈ ગયો છે કારણ કે વર્ષ 1961 બાદ પ્રથમ વખત NIDનું વાર્ષિક કોન્વોકેશન રદ્દ કરાયું છે. આ નિર્ણય પછી ચર્ચા ચાલી છે કે આ પદવીદાન સમારોહના ચીફ ગેસ્ટ તરીકે મલ્લિકા સારાભાઈને આમંત્રિત કર્યા હોવાથી કાર્યક્રમ મોકૂફ રાખવો પડ્યો છે. 

નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન (NID)નું 40મું કોન્વોકેશન 7મી ફેબ્રુઆરીએ યોજાવાનું હતું, પરંતુ ‘આકસ્મિક કારણસર’ તેને આ કાર્યક્રમ બંધ રાખ્યો છે. સૂત્રોના કહેવા મુજબ, પીએમ નરેન્દ્ર મોદીના કટ્ટર ટીકાકાર એવા નૃત્યાંગના અને સામાજિક કાર્યકર મલ્લિકા સારાભાઈનું નામ આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે હોવાથી સરકારે નારાજગી વ્યક્ત કરી હતી, જેને પગલે આ કાર્યક્રમ હાલ પૂરતો બંધ રાખવો પડ્યો છે.

આમ, કોન્વોકેશનની તૈયારીઓ પૂર્ણ થઈ ગયા પછી એને અંતિમ ક્ષણે રદ કરવાને કારણે અનેક તર્ક વિર્તક શરૂ થઈ ગયા છે. જોકે જો કે NIDના ઉચ્ચ સૂત્રોએ સ્પષ્ટતા કરી છે કે પદવીદાન સમારોહની તારીખને ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા પાછી ઠેલવવામાં આવી છે. જો કે, હવે આ પદવીદાન સમારોહ ભવ્યાતિ ભવ્ય રીતે યોજાવાનો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news