જો આ કાયદો તોડશો તો થશે 1 કરોડ રૂપિયાનો દંડ

જો તમે એરપોર્ટ અથવા ફ્લાઇટમાં ગુંડાગીરી કરવાની ફિરાકમાં છો તો સાવધાન થઇ જજો. પ્લેન હાઇજેક અથવા એરપોર્ટમાં બોમ્બની અફવા અથવા એરક્રાફ્ટની અંદર એર હોસ્ટેસ સાથે ગેરવર્તણૂંક કરતાં પહેલાં આ સમાચાર વાંચી લો. સરકાર હવે આવા કોઇપણ નાના-મોટા ગુના માટે તમારા ઉપર આટલો દંડ લાગી શકે છે કે તેને ચૂકવવામાં તમારા પરદાદા યાદ આવી જશે.

જો આ કાયદો તોડશો તો થશે 1 કરોડ રૂપિયાનો દંડ

નવી દિલ્હી: જો તમે એરપોર્ટ અથવા ફ્લાઇટમાં ગુંડાગીરી કરવાની ફિરાકમાં છો તો સાવધાન થઇ જજો. પ્લેન હાઇજેક અથવા એરપોર્ટમાં બોમ્બની અફવા અથવા એરક્રાફ્ટની અંદર એર હોસ્ટેસ સાથે ગેરવર્તણૂંક કરતાં પહેલાં આ સમાચાર વાંચી લો. સરકાર હવે આવા કોઇપણ નાના-મોટા ગુના માટે તમારા ઉપર આટલો દંડ લાગી શકે છે કે તેને ચૂકવવામાં તમારા પરદાદા યાદ આવી જશે. કેન્દ્ર સરકારે પોતાના હાલના કાયદામાં ફેરફાર કરવામાં જઇ રહી છે. તેના હેઠળ નિયમ તોડવા પર 1 કરોડ રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે. મંગળવારે કેન્દ્ર સરકારે મંગળવારે લોકસભામાં એરક્રાફ્ટ એક્ટનું સંશોધન બિલ રજૂ કર્યું. આ નવા ખરડા હેઠળ જો કોઇ વ્યક્તિ અથવા સંસ્થાએ સિવિલ એવિએશન એક્ટનું ઉલ્લંઘન કર્યું તો 1 કરોડ રૂપિયા સુધીનો દંડ ચૂકવવો પડી શકે છે.

લોકસભામાં સંસદીય કાર્ય રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલે મંગળવારે નવા એરક્રાફ્ટ સુધાર બિલ-2020 રજૂ કર્યું. નવો ખરડો કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયને એવિએશન ક્ષેત્રમાં મજબૂતી લાવવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. તેના હેઠળ ભારતના સિવિલ એવિએશન ક્ષેત્રમાં પરવાનગી વિના ઘુસપૈઠ કરવી અથવા હાલના નિયમોને તોડવા પર દંડ લાગી શકે છે. હાલના દંડની રકમને 10 લાખથી વધારીને 1 કરોડ કરવાનો પ્રસ્તાવ પણ આ ખરડામાં ઉમેરવામાં આવ્યો છે. 

જાણકારોનું કહેવું છે કે પહેલીવાર સિવિલ એવિએશન મંત્રાલયને દેશ હિતમાં કોઇપણ કોમર્શિયલ એરક્રાફ્ટની તપાસનો અધિકાર આપવામાં આવી રહ્યો છે. મંત્રાલય ભારતીય અને વિદેશી એરલાઇસન્સના નિયમોની અવગણના કાર્યવાહી કરી શકે છે. આ ઉપરાંત નવા એક્ટ હેઠળ મંત્રાલય હાલના ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન, બ્યૂરો અને સિવિલ એવિએશન સિક્યોરિટી અને એરક્રાફ્ટ એક્સીડેન્ટ ઇંવેસ્ટિગેશન બ્યૂરોના કોઇપણ આદેશની સમીક્ષા કરી શકે છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર પોતાના સિવિલ એવિએશન નિયમોને કડક કરવાની રણનિતિ હેઠળ નવા નિયમોને હાલના કાનૂનમાં ઉમેરી રહી છે. તાજેતરમાં જ કેબિનેટે બેઠકમાં આ નવા સંશોધિત બિલને મંજૂરી આપી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news