VIDEO: નિમિષાબેન સુથારે ઉમેદવારી નોંધાવી, જનસમર્થન જોઈ ભાવુક થયા

Gujarat Election 2022: એક સમયે નિમિષાબેનની આખોમાંથી ભાષણ વખતે સતત અશ્રુધારા વહેતી હોય તેવા દ્રષ્યો પણ કેમેરામાં કેદ થયા હતા.

VIDEO:  નિમિષાબેન સુથારે ઉમેદવારી નોંધાવી, જનસમર્થન જોઈ ભાવુક થયા

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે પંચમહાલની મોરવા હડફ બેઠકના ભાજપના ઉમેદવાર નિમિષાબેન સુથારે આજરોજ પોતાનું ઉમેદવારી પત્ર ચૂંટણી અધિકારી સમક્ષ રજુ કર્યું હતું. સવારે 11.44 નું શુભ મુહૂર્ત સાચવવા માટે નિમિષાબેને સભા અને રેલી પહેલા જ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું.

નિમિષાબેન સુથારની સભામાં ખૂબ મોટી સંખ્યામાં સમર્થકો અને ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં. સાથે જ પંચમહાલ અને મહીસાગરના સાંસદો, બંને જિલ્લાના ભાજપ પ્રમુખ અને મહામંત્રીઓ સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. નિમિષાબેન સભામાં ઉપસ્થિત જંગી જનમેદની અને જન સમર્થન જોઈ ભાવુક થયા હતાં. એક સમયે નિમિષાબેનની આખોમાંથી ભાષણ વખતે સતત અશ્રુધારા વહેતી હોય તેવા દ્રષ્યો પણ કેમેરામાં કેદ થયા હતા.

પોતાના મતદારો સાથે લાગણીના સંબંધે જોડાયેલ હોઈ હૃદય ભરાઈ આવ્યું હોવાનું નિમિષાબેને જણાવ્યું હતું. જનમેદનીમાં ઉપસ્થિત કેટલીક મહિલાઓ પણ ભાવુક થઈ હતી. પોતાની ઉમેદવારી નોંધાવ્યા બાદ પ્રતિક્રિયા આપતા નિમિષાબેને પોતાની પર પસંદગી ઉતારવા બદલ શીર્ષ નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો હતો અને જંગી લીડથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news