ઇન્ડોનેશિયાએ ભારતને G-20 સમિટની અધ્યક્ષતા સોંપી, પીએમ મોદીએ કહ્યું- આ ગર્વની વાત છે

બાલીમાં યોજાઇ રહેલા G-20 સંમેલનમાં ભારતને G-20 ની સત્તાવાર રૂપથી અધ્યક્ષતા મળી ગઇ છે. સંમેલનના બીજા દિવસે મેજબાન દેશએ ભારતને આગામી વર્ષે અધ્યક્ષતા કરવાની જવાબદારી સોંપી છે. 

ઇન્ડોનેશિયાએ ભારતને G-20 સમિટની અધ્યક્ષતા સોંપી, પીએમ મોદીએ કહ્યું- આ ગર્વની વાત છે

બાલી: બાલીમાં યોજાઇ રહેલા G-20 સંમેલનમાં ભારતને G-20 ની સત્તાવાર રૂપથી અધ્યક્ષતા મળી ગઇ છે. સંમેલનના બીજા દિવસે મેજબાન દેશએ ભારતને આગામી વર્ષે અધ્યક્ષતા કરવાની જવાબદારી સોંપી છે. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને G-20 ની અધ્યક્ષતા સોંપી છે. આ અવસર પર પીએમ મોદીએ કહ્યું કે G-20 ની અધ્યક્ષતા દરેક ભારતીય માટે ગર્વની વાત છે. આજે આખું વિશ્વ ભારત તરફ જોઇ રહ્યું છે. તમને જણાવી દઇએ કે G-20 શિખર સંમેલન નવી દિલ્હીમાં થશે, જેની મેજબાની ભારત કરશે. 

પીએમ મોદીએ કહ્યું કે G-20 ની જવાબદારી ભારત એવા સમયે લઇ રહ્યું છે કે જ્યારે વિશ્વ જિયો પોલિટિકલ તણાવો, આર્થિક સંકટ અને ઉર્જાની વધતી જતી કિંમતો અને મહામારીના દુષ્પ્રભાવો સાથે ઝઝૂમી રહ્યું છે. એવામાં વિશ્વ G-20 તરફથી આશાની નજરથી જોઇ રહ્યું છે. 

મેંગ્રોવમાં પીએમએ કર્યું વૃક્ષારોપણ
તો બીજી તરફ આજે સવારે પીએમ મોદીએ G20 નેતાઓની સાથે બાલીના મેંગ્રોવમાં વૃક્ષારોપણ કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે હું આશ્વાસન આપવા માંગું છું કે ભારતની G20 અધ્યક્ષતા સમાવેશી, મહત્વાકાંક્ષી અને નિર્ણાયક અને ક્રિયા-ઉન્મુખ હશે. G20 નવા વિચારોની પરિકલ્પના અને સામૂહિક એક્શનને ગતિ આપવા માટે એક ગ્લોબલ પ્રાઇમ મોવરની માફક કામ કરશે. 

શું છે G20 ગ્રુપ? 
વિશ્વની અર્થવ્યવસ્થાને દશા અને દિશા આપવા માટે 2008 માં G20 ગ્રુપની રચના થઇ હતી. વૈશ્વિક સ્તર પર આર્થિક કેસમાં સહયોગ કરવા માટે આ ગ્રુપ કામ કરે છે. G20 નું આ શિખર સંમેલન દર વર્ષે આયોજિત કરવામાં આવે છે. આગામી વર્ષે 2023 માં G20 શિખર સંમેલનની મેજબાની ભારત કરશે. 9 અને 10 સપ્ટેમ્બર 203 ને નવી દિલ્હીમાં આગામી G20 શિખર સંમેલનમાં આયોજિત થશે. 

G20 માં કયા કયા દેશ સામેલ
G20 ગ્રુપમાં ભારત ઉપરાંત અમેરિકા, અર્જેટીના, ઓસ્ટ્રેલિયા, બ્રિટન, બ્રાજીલ, કેનેડા, ચીન, દક્ષિણ આફ્રીકા, દક્ષિણ કોરિયા, ઇટલી, ફ્રાંસ, જર્મની, ઇન્ડોનેશિયા, જાપાન, મેક્સિકો, રશિયા, સાઉદી અરબ અને તુર્કીમાં સામેલ છે. 

આ પણ વાંચો: ઇંડાના નામે તમે પણ પ્લાસ્ટિક અને કેમિકલ તો નથી ખાતા ને! અસલી ઇંડાને આ રીતે ઓળખો
આ પણ વાંચો: Wife શબ્દનો અર્થ જાણો છો તમે? લાંબી છે આ નામની કહાની
આ પણ વાંચો: 100 રૂપિયામાં110km દોડશે આ બાઇક, કિંમત બસ 61 હજાર રૂપિયા, ફીચર્સ પણ જોરદાર
આ પણ વાંચો:
 BSNL ના શાનદાર પ્લાન લોન્ચ,સિંગલ રિચાર્જમાં 1 વર્ષ Free અનલિમિટેડ Calling અને Data
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news