PM મોદીના 3 વર્ષના વિદેશ પ્રવાસમાં ચાર્ટર્ડ ફ્લાઇટ પર ખર્ચ થયા 255 કરોડ

વિદેશ રાજ્યમંત્રીએ ગૃહમાં આપેલા પોતાના લેખિત જવાબમાં કહ્યું કે, વર્ષ 2016/17મા પીએમ મોદીના વિદેશ પ્રવાસ માટે બુક કરવામાં આવેલી ચાર્ટર્ડ ઉડાનો પર 7.27 કરોડ ખર્ચ કરવામાં આવ્યા, જ્યારે વર્ષ 2017/18મા તેના પર 99.32 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
 

PM મોદીના 3 વર્ષના વિદેશ પ્રવાસમાં ચાર્ટર્ડ ફ્લાઇટ પર ખર્ચ થયા 255 કરોડ

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસ માટે ચાર્ટર્ડ ઉડાનો પર પાછલા ત્રણ વર્ષમાં 255 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. રાજ્યસભામાં ગુરુવારે આપવામાં આવેલા લેખિત જવાબમાં વિદેશ મંત્રાલય તરફથી આ માહિતી આપવામાં આવી છે. વિદેશ રાજ્ય મંત્રી વી. મુરલીધરને ઉપલા ગૃહમાં જણાવ્યું કે, વર્ષ 2018-2019મા પીએમ મોદીની ઉડાનો પર 97.91 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે, જ્યારે 2019-2020નું બિલ હજુ આવ્યું નથી. 

વિદેશ રાજ્યમંત્રીએ ગૃહમાં આપેલા પોતાના લેખિત જવાબમાં કહ્યું કે, વર્ષ 2016/17મા પીએમ મોદીના વિદેશ પ્રવાસ માટે બુક કરવામાં આવેલી ચાર્ટર્ડ ઉડાનો પર 7.27 કરોડ ખર્ચ કરવામાં આવ્યા, જ્યારે વર્ષ 2017/18મા તેના પર 99.32 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું કે, વર્ષ 2016/17મા હોટ લાઇન સુવિધાઓ પર  2,24,75,451 રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા અને તેના માટે 2017/18મા 58 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. 

મંત્રીએ ગૃહને જણાવ્યું કે, ભારત સરકારની નીતિ પ્રમાણે ઘરેલૂ પ્રવાસ માટે વીવીઆઈપી અને વીઆઈપીને યાવુ સેનાના એરક્રાફ્ટ કે હેલિકપ્ટર આપવાની સુવિધા છે, તેમાં વડાપ્રધાનના સત્તાવાર પ્રવાસ માટે ફ્રી એર ક્રાફ્ટ કે હેલિકોપ્ટર ઉપલબ્ધ કરાવવામાં આવે છે. 

'ભ્રષ્ટ, હતાશ' કહી ચૂંટણી બોન્ડ પર ભાજપનો કોંગ્રેસ પર હુમલો  

પાછલી યાત્રીઓનો ખર્ચ
પીએમ મોદીની વિદેશ યાત્રાઓને લઈને હંમેશા વિપક્ષના નેતાઓ હુમલો કરતા રહે છે. પાછલા કાર્યકાળ દરમિયાન પણ પીએમ મોદીની વિદેશ યાત્રા પર સંસદમાં સવાલ કરવામાં આવ્યા હતા. પાછલા વર્ષે ડિસેમ્બરમાં રાજ્યસભામાં મત્રી તરફથી રજૂ કરાયેલા આંકડા પ્રમાણે પાછલા કાર્યકાળમાં મોદીની વિદેશ યાત્રા પર સૌથી વધુ ખર્ચ 9 એપ્રિલથી 17 એપ્રિલ 2015 સુધીની 9 દિવસીય ફ્રાન્સ, જર્મની અને કેનેડાની યાત્રા પર ગયા હતા. આ યાત્રા પર ચાર્ટર્ડ ફ્લાઇટ પર 31.25 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news