ગુજરાતમાં કોરોનાના આતંક વચ્ચે કચ્છના સાંસદે કર્યું પીઠ થાબડવી પડે એવું કામ

આ ગ્રાન્ટમાંથી કોરોના સંક્રમણ રોકવા માટે માસ્ક, સેનેટાઈઝ અને પર્સનલ પ્રોટેકટિવ સાધનો ખરીદવામાં આવશે. 

ગુજરાતમાં કોરોનાના આતંક વચ્ચે કચ્છના સાંસદે કર્યું પીઠ થાબડવી પડે એવું કામ

રાજેન્દ્ર ઠક્કર, કચ્છ : કોરોના મહામારીને લઈને રાજ્યમાં સરકાર એલર્ટ છે તેવા સંજોગોમાં સમયની પરિસ્થિતિ જોઈ કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કચ્છ-મોરબીના સાંસદ વિનોદ ચાવડાએ પોતાની ગ્રાન્ટમાંથી 1 કરોડ રૂપિયા ફાળવ્યા છે. આ ગ્રાન્ટમાંથી કોરોના સંક્રમણ રોકવા માટે માસ્ક, સેનેટાઈઝ અને પર્સનલ પ્રોટેકટિવ સાધનો ખરીદવામાં આવશે. 

આ ગ્રાન્ટની રકમમાંથી મોરબીમાં 10 લાખ તો કચ્છમાં 90 લાખ વાપરવામાં આવશે. તેમણે પોતાના પગારમાંથી 1 લાખ રૂપિયા પ્રધાનમંત્રી રાહત કોષમાં ફાળવ્યા છે જ્યારે 4 લાખ રૂપિયા અનામત રાખ્યા છે જેમાંથી રાશનકીટ તૈયાર કરી જરૂરિયાતમંદ લોકોને વિતરિત કરવામાં આવશે તેમજ માસ્ક અને સેનેટાઈઝર પણ અપાશે.

કોરોનાના આતંક વચ્ચે ભુજમાં પાકિસ્તાનથી પરત ફરેલા આધેડે હોમ કવોરંટાઇનનો ભંગ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી પ્રમાણે પાકિસ્તાનથી ભુજ પરત ફરેલા એક આધેડ પ્રવાસીને 14 દિવસ માટે હોમ કવોરંટાઇન તળે રખાયો હોવા છતાં તેનો તેને ભંગ કરતા તેની વિરુદ્ધ એપીડેમીક ડિસીઝ એક્ટ 1897 તળે ગુનો નોંધાયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news