બિન સચિવાલય પેપરકાંડના આરોપીઓ પર રાજકીય ટ્રાયલ: ભાજપ-કોંગ્રેસ સામસામે
Trending Photos
અમદાવાદ : બિન સચિવાલય વર્ગ-3ની પરીક્ષા મુદ્દે 25મી ડિસેમ્બરે સીટ દ્વારા 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. 6 આરોપીઓમાંથી મોહમ્મદ ફારુક વહાબ કુરેશી (સંચાલક, એમએસ સ્કુલ, દાણીલીમડા) ભાજપ સાથે સંકળાયેલો હોવાનો આક્ષેપ કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પ્રદેશ કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ મોહમ્મદ ફારૂક કુરેશીના ભાજપના સાંસદ ડૉ. કિરીટ સોલંકી સાથેની તસ્વીરો પણ જાહેર કરી હતી. આ અંગે જયરાજસિંહ પરમારે જણાવ્યું કે, કાલે જે પ્રકારે પત્રકાર પરિષદ થઇ અને તેમાં સુરેન્દ્રનગર અને ભાવનગરની તપાસનું શું થયું તે અંગે કોઇ જ સ્પષ્ટતા નથી કરવામાં આવી. બાકી અન્ય 38 ફરિયાદોનું શું થયું તે અંગે પણ કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
બીજી તરફ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતનાં ભાજપનાં નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, આરોપીમાં બે કોંગ્રેસ સાથેગાઢ રીતે સંકળાયેલા છે જ્યારે અન્ય કેટલાક આડકતરી રીતે પણ કોંગ્રેસ સાથે જોડાયેલા છે. તેવી સ્થિતીમાં ભાજપે સ્પષ્ટ રીતે કોંગ્રેસ સામે મોરચો ખોલ્યો છે અને આ કૌભાંડ પાછળ કોંગ્રેસ હોવા ઉપરાંત આંદોલન ભડકાવીને પોતાનો રાજકીય રોટલો શેકવા મુદ્દે પણ કોંગ્રેસ જ જવાબદાર હોવાનું સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે