પાકિસ્તાની ખેલાડીઓને આ ટીમમાં નહીં મળે સ્થાન, BCCIએ કરી સ્પષ્ટતા
ભારત અને પાકિસ્તાનની હાલની સ્થિતિને જોતા તેવું માનવામાં આવી રહ્યું છે કે આ મેચમાં કોઈપણ પાકિસ્તાની ખેલાડી હશે નહીં.
Trending Photos
નવી દિલ્હીઃ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) બાંગ્લાદેશના સંસ્થાપક અને 'બંગબંધૂ'ના નામથી જાણીતા શેખ મુજીબુર રહમાનની જન્મ શતાબ્દી મનાવવા જઈ રહ્યું છે અને આ અવસર પર તે માર્ચમાં એશિયા ઈલેવન અને વર્લ્ડ ઈલેવન વચ્ચે બે ટી-20 મેચોનું આયોજન કરશે. તેવું કહેવામાં આવી રહ્યું છે કે આઈસીસીએ આ મેચને સત્તાવાર દરજ્જો આપ્યો છે. આ સ્થિતિમાં ભારત અને પાકિસ્તાનની હાલની સ્થિતિને જોતા તેવું માનવામાં આવી રહ્યું છે કે, આ મેચમાં કોઈપણ પાકિસ્તાની ખેલાડી રમશે નહીં.
બીસીસીઆઈના સંયુક્ત સચિવ જયેશ જોર્જે આઈએએનએસ સાથે વાતચીતમાં સ્પષ્ટ કરતા કહ્યું કે, આવી સ્થિતિ જ્યાં એશિયા ઇલેવનમાં ભારત અને પાકિસ્તાનના ખેલાડી રમે છે, તેવું ઉતપ્પન થશે નહીં કારણ કે આ માટે કોઈપણ પાકિસ્તાની ખેલાડીને આંમત્રણ આપવામાં આવ્યું નથી.
તેમણે કહ્યું, 'અમે તે વાતથી માહિતગાર છીએ કે એશિયા ઇલેવનમાં પાકિસ્તાનનો કોઈપણ ખેલાડી હશે નહીં. આ સંદેશ છે અને તેથી બંન્ને દેશોના ખેલાડીઓ એક સાથે આવે કે એકબીજાને પસંદ કરવાનો કોઈ સવાલ નથી. સૌરવ ગાંગુલી તે પાંચ ખેલાડીઓનો નિર્ણય લેશે જે એશિયા ઇલેવનની ટીમમાં હશે.'
હાલના સમયમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટનો માહોલ તે સમયે વધુ બગડી ગયો જ્યારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના પ્રમુખ અહેસાન મનીએ કહ્યું કે, ભારતમાં સુરક્ષાની સ્થિતિ પાકિસ્તાનથી પણ વધુ ખરાબ છે.
તો પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર રાશિદ લતીફે ચાર દેશોની પ્રસ્તાવિત ટૂર્નામેન્ટના બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીના વિચારને બકવાસ ગણાવ્યો છે. ગાંગુલી જ્યારે એશિયા ઇલેવન અને વર્લ્ડ ઇલેવન મેચ માટે ખેલાડીઓને મોકલશે તો ચોક્કસપણે તેમના મજગમાં આ વાત હશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે