રાજકોટમાં નોન-વેજ પર પ્રતિબંધ, આ દિવસોમાં વેચાશે તો દંડ થશે

Non-Veg Ban In Rajkot : રાજકોટમાં શ્રાવણના ચાર સોમનાર અને જન્માષ્ટમી પર નોનવેજના વેચાણ પર પ્રતિબંધ, જન્માષ્ટમીએ તમામ કતલખાના બંધ રાખવા આદેશ, મ્યુનિસિપલ કમિશ્નરનું જાહેરનામું

રાજકોટમાં નોન-વેજ પર પ્રતિબંધ, આ દિવસોમાં વેચાશે તો દંડ થશે

ગૌરવ દવે/રાજકોટ :પવિત્ર શ્રાવણ મહિનો અને જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે. આ તહેવાર સૌરાષ્ટ્રવાસીઓ માટે ખાસ ગણાય છે. ત્યારે રાજકોટમાં તેને લઈને મનપા દ્વારા ખાસ જાહેરાત કરાઈ છે. રાજકોટ પાલિકા દ્વારા આ દિવસોમાં નોનવેજ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. શ્રાવણ મહિનાના ચાર સોમવાર અને જન્માષ્ટમીના રાજકોટમાં નોનવેજ વેચાણ પર પ્રતિબંધ મૂકાયો છે.

રાજકોટમાં શ્રાવણ મહિનો અને જન્માષ્ટમીને લઈને ખાસ ભક્તિમય માહોલ જોવા મળતો હોય છે. આ કારણે રાજકોટ મનપાએ નોનવેજ પ્રતિબંધનો નિર્ણય લીધો છે. આ અંગે રાજકોટ મ્યુ.કમિશ્નર અમિત અરોરાએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે. જે મુજબ, શ્રાવણ મહિનાના ચાર સોમવાર અને જન્માષ્ટમી સમયે રાજકોટમાં નોનવેજ વેચાણ પર પ્રતિબંધ રહેશે. 1 ઓગષ્ટ, 8 ઓગષ્ટ, 15 ઓગષ્ટ, 12 ઓગષ્ટ અને 19 ઓગષ્ટ માટે જાહેરનામું પ્રસિદ્ધ કરાયુ છે. જન્માષ્ટમી નિમિત્તે રાજકોટના તમામ કતલખાનાઓ બંધ રાખવા પણ આદેશ કરાયા છે. આ જાહેરનામનો ભંગ કરનારા સામે ધી જી.પી.એમ.સી એક્ટ 1949 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે તેવુ જણાવાયુ છે. 

તો બીજી તરફ, રાજકોટ-શહેરમાં અખાધ નોન વેજ વેચવા ધંધાર્થીઓ પર મનપાની ખાસ ડ્રાઇવ યોજાઈ હતી. આ ત્રણ દિવસમાં અલગ અલગ નોનવેજના ધંધાર્થીઓ સામે કાર્યવાહી કરાઈ હતી. મનપા દ્વારા ૮ કિલો નોનવેજનો અખાદ્ય જથ્થાનો નાશ કરાયો હતો. આ ઉપરાંત ખાણીપીણીના અન્ય 17 ધંધાર્થીઓને ત્યાં તપાસ હાથ ધરાઇ હતી. જેમાંથી 9 ધંધાર્થીઓને અખાદ્ય ખોરાક બદલ નોટિસ અપાઈ હતી. પ્રિમીયર ફેટ વેચતા કિશોર એન્ડ કંપનીનો નમૂનો ફેઇલ થતા ૧૦ હજારનો દંડ ફટાકારાયો હતો. જ્યારે કે, માઘવ ડેરીમાં ભેંસના દૂધનો નમૂનો ફેઇલ થતા દંડ ફટકાર્યો છે તેવુ નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું. 

રાજકોટ મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ખાદ્ય પદાર્થના નમૂના અને ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં ચેકીંગની કામગીરી સઘન કરવામાં આવી રહી છે. જે અંતર્ગત રાજકોટના 150 ફૂટ રોડ ઉપર આવેલ શ્રીજી ડેરી ફાર્મમાંથી લેવામાં આવેલા ભેંસના દૂધના નમૂના ફેલ ગયા છે. તેમાં વેજીટેબલ ફેટની હાજરી મળી આવતા નમૂનો નાપાસ થયો હતો. દૂધમાં ભેળસેળ ખુલ્લી પડી હતી. તો પેઢીના માલિકને 5 હજારનો દંડ પણ કરવામાં આવ્યો હતો. જ્યારે માઈક્રો લાઈટ પ્રીમિયમ ફેટ સ્પ્રેડ અંગે નમૂનો ફેલ થતા ઉત્પાદક પેઢીને 50 હજાર અને વિક્રેતાને 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્યારે મુબારક નોનવેજમાંથી 8 કિલો વાસી નોનવેજ, વિષ્ણુ ખમણમાંથી વાસી ઈડલી 2 કિલો, બોનલ્સ ચિકન, હુશેની કેટરર્સ માંથી ચિકન બીરિયાની સહિતના નમૂના અને વાસી ખોરાકનો નાશ કર્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news