ખાંભાના ઇંગોરોળામાં ગામની વચ્ચોવચ મારણ કર્યું, આખુ ગામ જોવે તેમ માણી મિજબાની

જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં સિંહ અવાર નવાર આવી જતા હોય છે. અનેક ગામમાં સિંહોના આંટાફેરાનો વીડિયો વાયરલ થતા જ રહે છે. જો કે ખાંભાના રેવન્યુ વિસ્તારમાં આવેલા ઇંગોરોળા વિસ્તારના રહેણાક વિસ્તારમાં સિંહોએ પશુનુ મારણ કર્યું હતું. ત્યાં લોકો એકઠા થઇ ગયા હતા. સેંકડો લોકોની વચ્ચે સિંહોએ મિજબાની માણી હતી. સિંહો હવે ખોરાકની શોધમાં રેવન્યુ વિસ્તારમાંથી ગ્રામ્ય વિસ્તારમાં આવી રહ્યા છે અને પશુનુ મારણ પણ કરે છે. જેના પગલે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. 
  • સિંહ શિકારની શોધમાં જંગલના આસપાસના રેવન્યુ વિસ્તારમાં આવી ચડ્યો
  • જંગલમાં શિકાર નહી મળતા રેવન્યુ વિસ્તારમાં આવવા માટે મજબુર બન્યા સિંહ
  • વન વિભાગનું નિંભર તંત્ર ઘટના બની જાય પછી જ હંમેશા જાગતું હોવાનો વધારે એક કિસ્સો

Trending Photos

ખાંભાના ઇંગોરોળામાં ગામની વચ્ચોવચ મારણ કર્યું, આખુ ગામ જોવે તેમ માણી મિજબાની

અમરેલી : જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં સિંહ અવાર નવાર આવી જતા હોય છે. અનેક ગામમાં સિંહોના આંટાફેરાનો વીડિયો વાયરલ થતા જ રહે છે. જો કે ખાંભાના રેવન્યુ વિસ્તારમાં આવેલા ઇંગોરોળા વિસ્તારના રહેણાક વિસ્તારમાં સિંહોએ પશુનુ મારણ કર્યું હતું. ત્યાં લોકો એકઠા થઇ ગયા હતા. સેંકડો લોકોની વચ્ચે સિંહોએ મિજબાની માણી હતી. સિંહો હવે ખોરાકની શોધમાં રેવન્યુ વિસ્તારમાંથી ગ્રામ્ય વિસ્તારમાં આવી રહ્યા છે અને પશુનુ મારણ પણ કરે છે. જેના પગલે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. 

જંગલમાં મારણ નહી મળતા રેવન્યુ વિસ્તારમાં મારણ
જંગલમાં મારણ નહી મળવાના કારણે ખાંભાના ઇંગરોળા ગામમાં વહેલી સવારે બજારના રહેણાંક વિસ્તારમાં સિંહ શિકારની શોધમાં આવી ચડ્યો હતો. દરમિયાન એક પશુનું મારણ તેણે કર્યું હતું. જ્યાં મારણ કર્યું ત્યાં જ ગામ વચ્ચે ભોજનનો આનંદ માણવાનું શરૂ કર્યું હતું. ગામલોકોએ પ્રાથમિક તબક્કે તો સિંહને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે સિંહ અતિશય ભુખ્યો હોવાનું લાગતા લોકોએ પણ પછી તેને ભગાડવાનું ટાળ્યું હતું. હાલ તો આ સમગ્ર ઘટનાના વીડિયો અને તસ્વીરો ખુબ જ વાયરલ થઇ રહી છે. 

સિંહ અત્યંત ભુખ્યો હોવાથી લોકોએ પણ ભગાડવાનું ટાળ્યું...
અત્રે ઉલ્લેખનીય છે કે, ખાંભા તથા આસપાસના વિસ્તારોમાં સિંહ અવાર નવાર આવી ચડતા હોય છે. રેવન્યુ વિસ્તારમાં તેઓ મારણ પણ કરતા હોય છે. જો કે ત્યાં સુધી જાણે કે વનવિભાગ ઉંઘમાં હોય તેવી સ્થિતિ જોવા મળે છે. જ્યારે તસ્વીરો અને વીડિયો વાયરલ થાય ત્યારે તંત્ર સફાળું જાગે છે અને પછી વીડિયો અને તસ્વીરોના આધારે નાગરિકો વિરુદ્ધ કાર્યવાહી આરંભે છે. જો કે તંત્ર પહેલાથી જ સિંહ રેવન્યુ વિસ્તારમાં પ્રવેશ ન કરે તેવો કોઇ પ્રયાસ કરતું નથી. અથવા તો પ્રવેશે તો લોકો તેનાથી દુર રહે તેવા પ્રયાસો કરવામાં પણ વનવિભાગ સદંતર નિષ્ફળ રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news