હવે સફરજન માટે કાશ્મીર લાંબી નહી થવું પડે, કચ્છનાં ખેડૂતના સફરજનથી મોમાં આવશે પાણી

સફરજનની વાત આવે એટલે તરત જ આપણને કાશ્મીર ની યાદ આવે છે પરંતુ હવે એ કચ્છની કેરી ખારેક દાડમ અને ડ્રેગન ફ્રુટ બાદ કચ્છના સફરજન પણ આગામી સમયમાં બજારોમાં જોવા મળશે. 5 વર્ષની તપશ્ચર્યા બાદ કચ્છના ખેડૂતોની મહેનત રંગ લાવી છે. 

હવે સફરજન માટે કાશ્મીર લાંબી નહી થવું પડે, કચ્છનાં ખેડૂતના સફરજનથી મોમાં આવશે પાણી

રાજેન્દ્ર ઠકકર/કચ્છ : સફરજનની વાત આવે એટલે તરત જ આપણને કાશ્મીર ની યાદ આવે છે પરંતુ હવે એ કચ્છની કેરી ખારેક દાડમ અને ડ્રેગન ફ્રુટ બાદ કચ્છના સફરજન પણ આગામી સમયમાં બજારોમાં જોવા મળશે. 5 વર્ષની તપશ્ચર્યા બાદ કચ્છના ખેડૂતોની મહેનત રંગ લાવી છે. તો ઠંડા પ્રદેશમાં ઉગાળવામાં આવતા શીમલાના સફરજન કચ્છના ધોમધખતા તાપમાનમાં પણ ડંકો વગાડી રહ્યા છે.

હવે કાશ્મીરના સફરજન કચ્છમાં મળી રહે તો નવાઈ નહિ. નખત્રાણા તાલુકાના ખીરસરા(રોહા)માં રહેતા ખેડુત શાંતિલાલ દેવજી માવાણીએ સફરજનની ખેતી કરીને જે સફળતા મેળવી છે. શરૂઆતમાં શાંતિભાઈએ કહ્યું હતું કે, ભુકમ્પ વખતે નરેન્દ્ર મોદી સીએમ સાહેબ કચ્છ આવ્યા હતા. કચ્છને ભુકમ્પ વખતે બેઠું કરવા ગુજરાતમાં તે સમયના મુખ્યમંત્રી મોદી સાહેબ હતા. તે વખતે કચ્છમાં તે સમયે આવ્યા હતા, એમણે ત્યાંથી જાહેર કર્યો હતો કે કચ્છને કાશ્મીર બનાવી દઈશ.

પ્રેરણા મારા મગજમાં ત્યારથી તો 2015માં સાકાર સ્વરૂપ લેવા જઈ રહી હતી મેં પછી વિચાર્યું છેલ્લા પાંચ વર્ષથી કચ્છના વાતાવરણમાં સફરજન ઉછેરવાનો પ્રયત્ન કરતા હતા, પરંતુ આ પડકારને પાર નહોતો શરૂઆતમાં તેમણે અનેક પ્રયત્નો છતાં સફળતા ન મેળવી પરંતુ એ સમયે હાર માન્યા વગર વધુ મહેનત કરતા તેમને એક આશાનું કિરણ દેખાયું. gold સફરજન ને થોડા સમયે સૂર્યનો સીધો પ્રકાશ આ છોડની માફક નહોતો આવતો અને સફરજનનો પાક મીઠું હોવાથી પક્ષીઓના ખાવાનો ડર પણ સતત રહેતો હતો.

તેથી આ બધી સમસ્યાથી બચવા તેમણે એક રસ્તો કાઢ્યો નેટ લગાવીને આ સફરજનના રોપા હિમાચલ પ્રદેશમાંથી લઈ આવીને અહીં વાવેતર કરાયું. જે પૈકી ખીરસરા પહોંચતા આ એક રોપો 280 રૂપિયામાં પડ્યો છે. આ છોડને વહેતા પાણી જોઈએ છે કે ડુંગરાળ અને પથરાળ જમીનમાં વધારે માફક આવે છે, પરંતુ કચ્છમાં આવી જમીન ન હોવાથી આઝાદની બાજુમાં માટીની ઊંચી બેડો બનાવવામાં આવે છે. જેથી પાણીનો ભરાવો થતો નથી આવી રીતે હાર ન માની અશક્ય લાગતી આ ખેતી કચ્છના ખેડૂતે શક્ય બનાવી લીધી છે. 

યુવાન ખેડૂતે સરકારને આ અંગે સહાય કરવાની વાત કરી હતી, તો વૃદ્ધ ખેડુતે પણ અભિપ્રાય આપી અને સાહસને બિરદાવ્યું હતું. નાના ખેડૂતો માટે ખેતી દુષ્કર બને છે. ત્યારે આ શાંતિભાઈના પ્રયત્ન ખેતીને ટકાવી રાખવા ના સજીવ અને જૈવિક ખેતીથી ખેતી પણ બચાવી લેવાના પ્રયત્ન થી જૂન માસમાં કચ્છ ના સફરજન  મળતા થાય તો નવાઈ નહિ. આ સફરજન જાન્યુઆરીમાં ફ્લેવરિંગ થાય છે અને જુનમાં પાક આવે છે, ત્યારે બજારમાં કોલ્ડ સ્ટોરેજ ના બદલે ફ્રેશ માલ મળી શકે છે. 

નખત્રાણા તાલુકાના ખીરસરા ( રોહા ) માં રહેતા ખેડુત શાંતિલાલ દેવજી માવાણીએ સફરજનની ખેતી કરીને સફળતા મેળવી છે . ખેડુત ધારે તો શુ નથી કરતો એના ઉદાહરણના રૂપે હિમાચલ પ્રદેશ જે ઠંડો પ્રદેશ છે. જે ઠંડા પ્રદેશમાં થતા સફરજન જે ગરમીનો પ્રદેશ ગણાતા કચ્છમાં સફરજનનું વાવેતર કરીને સફળતા મેળવી છે. તેઓ જણાવે છે કે આ સફરજનના રોપા હિમાચલ પ્રદેશમાંથી લઈ આવીને અહીં વાવેતર કર્યું છે. આમા બે પ્રકારના રોપા એક બીજમાંથી સ્ટીબ્લિગ, સફરજનના ઝાડના મુળિયામાંથી ટ્રાય લેબોરેટરીમાં ટીસ્યુ કલચરમાંથી ડિલિસિયર બનાવેલ જેની હાઈટ દશ ફૂટ હોય છે. જેનું વાવેતર દશ x દશના અંતરે કરવામાં આવે છે. 

આ રોપાની  ખાસિયત એ છે કે બે વર્ષ બાદ તેમાં ફાલ આવી જાય છે. જયારે સિડલિંગ કરેલા રોપાના ઝાડ મોટા થાય છે. જેથી જગ્યા વધારે રાખવી પડે છે.અને પાંચ વર્ષ પછી તેમાં ફાલ આવે છે. આ ખેડૂત દ્વારા સફરજનના વાવેતર માટે ચારથી પાંચ વર્ષ થયાનું ટ્રાય કરવામાં આવી રહી છે. રેડ ડિલિસિયર જે ઇટાલિયન વેરાયટી છે. જેને સુન્ય ટેમરેચર હોય તો તેને માફક આવે છે. જેથી કચ્છમાં આ સફરજન નથી થતા. જયારે ટીસ્યકલચર કરેલ રોપાને ૪પથી ૪૭ ડીગ્રી ટેમરેચર હોય તો પણ માફક આવી જાય છે. સફરજનના ઝાડને વધારે તડકો ના લાગે એ માટે બે મિટરની ગ્રીન નેટ બેથી ત્રણ ફૂટ બાંધીને છાયડો કરવામાં આવે છે. 

બે વર્ષમાં ફળ આવી જાય છે. શરૂઆત છે એટલે એક ઝાડમાં ઓછામાં ઓછા આઠ થી દશ અને વધારેમાં વધારે પાંત્રીસથી છત્રીસ આવતા વર્ષથી ફળમાં વધારો થતા થાય છે. વાતાવરણ નબળું હોય તો જીવામૃત દવા અને બેક્ટરિયા ખાતર નાખવામાં આવે છે. હાલ કોઈ એક્સ્ટ્રા માવજત નથી કરવી પડતી. ચારથી પાંચ વર્ષની મહેનત રંગ લાવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news