ભાગી ભાગીને થાકેલા પોપ્યુલર બિલ્ડરના પિતા-પુત્ર પોલીસ સમક્ષ હાજર થયા, થશે મોટા મોટા ખુલાસા !
અમદાવાદના બહુ ચર્ચિત પોપ્યુલર બિલ્ડર કેસમા પિતા પુત્ર પોલીસ સમક્ષ હાજર થયા છે. આગોતરા જામીનની રાહ જોતા પિતા પુત્ર એક બાદ એક બે ગુનામા સંડોવાયા છે. ત્યારે હવે બિલ્ડર પિતા પુત્ર પોલીસ તપાસમા કેટલો સહયોગ આપે છે. પોલીસ તપાસમા શું ખુલાસા થાય છે તે જોવુ મહત્વનુ છે.
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ: અમદાવાદના બહુ ચર્ચિત પોપ્યુલર બિલ્ડર કેસમા પિતા પુત્ર પોલીસ સમક્ષ હાજર થયા છે. આગોતરા જામીનની રાહ જોતા પિતા પુત્ર એક બાદ એક બે ગુનામા સંડોવાયા છે. ત્યારે હવે બિલ્ડર પિતા પુત્ર પોલીસ તપાસમા કેટલો સહયોગ આપે છે. પોલીસ તપાસમા શું ખુલાસા થાય છે તે જોવુ મહત્વનુ છે.
અમદાવાદના બહુ ચર્ચિત પોપ્યુલર બિલ્ડર વિવાદ મામલે ભાગી ભાગીને થાકેલા બિલ્ડર પિતા પુત્ર રમણ પટેલ અને મોનાંગ પટેલ આખરે પોલીસ સમક્ષ શરણાગતિ સ્વિકારી છે. બંન્ને પિતા પુત્રની વસ્ત્રાપુર પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. બંન્ને વિરુદ્ધ ગંભીર આરોપ પુત્રવધૂ ફિજુ દ્વારા લગાવવામાં આવ્યા હતા. જોકે પિતા પુત્ર સાથે ભાઇ દશરથ પટેલ અને ભત્રીજો વિરેન્દ્ર પણ પોલીસ સકંજામાં આવી ગયા છે.
સમગ્ર ઘટનાની વાત કરીએ તો રમણ પટેલ અને મોનાંગ સહિત 4 લોકો સામે દહેજ અને હત્યા ની કોશીષની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. ત્યાર બાદ રમણની પત્નિ અને ફરિયાદીના પિતાને આગોતરા જામીન મળ્યા બાદ પિતા પુત્રએ પણ પોતાના બચાવ માટે મેદાને પડ્યાં હતાં. રમણ પટેલ અને મોનાંગ પર આરોપ લાગ્યો છે કે, અન્ય સાગરિતોની મદદથી ફિજુનું અપહરણ કરી ઈસ્કોન પાસે આવેલા એક ફ્લેટમા ગોંધી રાખી જબરદસ્તી થઈ ફિજુ પાસેથી સહિઓ કરાવી એફિડેવિટ પોતાના તરફેણમાં કરવા માટે દબાણ કરી રહ્યા હતા.
આ ઉપરાંત અન્ય જરૂરી દસ્તાવેજોમા પણ સહીઓ કરાવી હતી. ત્યાર બાદ ફિજુની માતા જાનકી બેનને 2.50 કરોડ રોકડા મોકલી આપેલજે રૂપિયા નિમા શાહના નવરંગપુરા ખાતેના મકાનેથી પોલીસે કબ્જે કર્યા છે. જેને લઈને અપહરણ સહિત અન્ય કલમો હેઠળ વધુ એક ગુનો નોંધાયો છે. સવાલએ ઉભો થઈ રહ્યો છે કે, સમગ્ર મામલે કોનો શું રોલ છે? અને ગુનામા કેવી રીતે સંડોવાયેલા છે. જેથી પોલીસે અલગ અલગ આરોપીની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. જેથી કરી તમામ આરોપી વિરુધ્ધ યોગ્ય પુરાવા એકઠા કરી શકાય. અને આરોપી વિરુધ્ધ યોગ્ય કાર્યવાહી થઈ શકે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે