ગે બોયફ્રેન્ડને પામવા લંડનના ગુજરાતી યુવકે કરી પત્નીની હત્યા, આજીવન કેદ

 આ જ વર્ષે મે મહિનામાં સમાચાર આવ્યા હતા કે, નોર્થ ઈંગ્લેન્ડના મિડલબરોમાં રહેતા ગુજરાતી મૂળના મિતેશ પટેલની પત્ની જેસિકા પટેલની હત્યા થઈ હતી. છ મહિના બાદ લંડનની કોર્ટે જેસિકાના પતિ મિતેશ પટેલને આ હત્યા મામલે આજીવન કેદની સજા સંભળાવી છે. જેમા ચોંકાવનારો ખુલાસો એ હતો કે, મિતેશ ગે સંબંધો ધરાવતો હતો. તે તેના બોયફ્રેન્ડ સાથે રહેતો હતો, તેથી તેણે પત્નીની હત્યા કરી હતી. 

Updated By: Dec 5, 2018, 05:04 PM IST
ગે બોયફ્રેન્ડને પામવા લંડનના ગુજરાતી યુવકે કરી પત્નીની હત્યા, આજીવન કેદ

નવી દિલ્હી : આ જ વર્ષે મે મહિનામાં સમાચાર આવ્યા હતા કે, નોર્થ ઈંગ્લેન્ડના મિડલબરોમાં રહેતા ગુજરાતી મૂળના મિતેશ પટેલની પત્ની જેસિકા પટેલની હત્યા થઈ હતી. છ મહિના બાદ લંડનની કોર્ટે જેસિકાના પતિ મિતેશ પટેલને આ હત્યા મામલે આજીવન કેદની સજા સંભળાવી છે. જેમા ચોંકાવનારો ખુલાસો એ હતો કે, મિતેશ ગે સંબંધો ધરાવતો હતો. તે તેના બોયફ્રેન્ડ સાથે રહેતો હતો, તેથી તેણે પત્નીની હત્યા કરી હતી. 

14ના રોજ જેસિકા તેના લંડનમાં આવેલ ઘરમાં મૃત હાલતમાં મળી આવી હતી. મિતેશ અને જેસિકા મિડલબરોમા એક ફાર્મસી સ્ટોરી ચલાવતા હતા. મિતેશે પત્નીની હત્યા વિશે પોલીસને કહ્યુ કે, તેના ઘરમાં ચોરી થઈ છે અને લૂંટારુઓએ તેની પત્નીની હત્યા કરી છે. પરંતુ પોલીસે સઘન પૂછપરછ કરી ત્યારે માલૂમ પડ્યુ કે, મિતેશે જ જેસિકાની હત્યા કરી હતી. મિતેશ પટેલ પત્નીની મોત બાદ હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી પેટે મળનાર 2 મિલિયન પાઉન્ડ લઈને પોતાના બોયફ્રેન્ડ સાથે ઓસ્ટ્રેલિયા રહેવા માંગતો હતો, તેથી તેણે આ હત્યાનું કાવતરું ઘડ્યું હતું. 

હેલ્થ એપ દ્વારા મિતેશનું જુઠ્ઠાણું પકડાયું
મિતેશે પોલીસને કહ્યું કે, જ્યારે તેની પત્નીની હત્યા થઈ ત્યારે તે સ્ટોર પર હતો. મિતેશ અને જેસિકા બંનેના મોબાઈલમાં આઈફોન હેલ્થ એપ હતી, જેમાં મિતેશ સ્ટોરથી ઘર વચ્ચે ચાલ્યો તેનો ડેટા સેવ થયો હતો. આ દરમિયાન તે સીડીઓ ચઢ્યો અને સ્ટોરમાં આવ્યો તે ડેટા પણ રેકોર્ડ થયો હતો. પરંતુ આ દરમિયાન જેસિકાના ડેટામાં કોઈ જ ફેરફાર થયો ન હતો. જેસિકાના ડેટામાં માત્ર 14 સ્ટેપ જ બતાવતા હતા. મિતેશ તેની ડેડબોડી બેડરૂમમાંથી બહાર લાવ્યો તેટલી જ મુવમેન્ટ જેસિકાની એપ બતાવતી હતી. 

જેસિકા જાણી ગઈ હતી કે, તેનો પતિ મિતેશ ગ્રાઈન્ડર એપ પર મળતા અજાણ્યા પુરુષો સાથે શારીરિક સંબંધો બાંધે છે. કેટલાંક કિસ્સાઓમાં મિતેશ તેના ગે પાર્ટનરને ઘરે લાવતો હતો અને ઘરના સ્પેર રૂમમાં શારીરિક સંબંધો બાંધતો હતો. મિતેશ રોજ તેના બોયફ્રેન્ડ સાથે ગ્રાઇન્ડર એપ પર વાતો કરતો હતો. ઓસ્ટ્રેલિયામાં રહેતા ડો. અમિતને મિતેશ પ્રિન્સના નામે બોલવતો હતો. મિતેશ તેના ફાર્મસી સ્ટોરના કર્મચારીઓ સામે પણ અમિત સાથે વાત કરતો હતો. આમ, આ કારણોથી મિતેશે પત્નીની હત્યા કરી હતી.