કોણ કરી રહ્યું છે યુવાધનને બરબાદ! મુન્દ્રા પોર્ટ પરથી ફરી કરોડોની વિદેશી સિગારેટ ભરેલું કન્ટેનર જપ્ત

ડીઆરઆઇએ મુન્દ્રા પોર્ટ પરથી વિદેશી સિગારેટથી ભરેલું કન્ટેનર જપ્ત કર્યું છે. ચોક્કસ બાતમીના આધારે  ડીઆરઆઇએ મુન્દ્રા પોર્ટ પર આયાત કન્ટેનર અટકાવ્યું હતું. આ કનસાઈનમેન્ટમાં ઓટો એર ફ્રેશનર જાહેર કરવામાં આવ્યું હતું. 

કોણ કરી રહ્યું છે યુવાધનને બરબાદ! મુન્દ્રા પોર્ટ પરથી ફરી કરોડોની વિદેશી સિગારેટ ભરેલું કન્ટેનર જપ્ત

ઝી બ્યુરો/કચ્છ: કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી વધુ એક વખત કરોડોની વિદેશી સિગારેટ ઝડપવાની ઘટના સામે આવી છે. ડીઆરઆઇએ મુન્દ્રા પોર્ટ પરથી વિદેશી સિગારેટથી ભરેલું કન્ટેનર જપ્ત કર્યું છે. ચોક્કસ બાતમીના આધારે  ડીઆરઆઇએ મુન્દ્રા પોર્ટ પર આયાત કન્ટેનર અટકાવ્યું હતું. આ કનસાઈનમેન્ટમાં ઓટો એર ફ્રેશનર જાહેર કરવામાં આવ્યું હતું. 

જેબેલ અલી પોર્ટ પરથી આ કન્ટેનર મોકલવામાં આવ્યું હતું. જપ્ત કરાયેલ સિગારેટના જથ્થાની કિંમત 6.5 કરોડ રૂપિયા થાય છે. એટલું જ નહીં, વિદેશી સિગારેટ પર મેડ ઇન તુર્કીના નિશાન પણ જોવા મળી રહ્યા છે. તો કેટલાક પેકેટો પર મેડ ઇન ઇન્ડિયાનું ચિન્હ પણ છે. આ ઘટના બાદ ડીઆરઆઇએ વધુ તપાસ હાથ ધરી છે.

થોડા દિવસ અગાઉ DRI દ્વારા કરોડોની વિદેશી બ્રાન્ડની સિગારેટનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. ત્યારે ફરી એક વખત આજે DRI દ્વારા મુન્દ્રા સપોર્ટ પરથી 6.5 કરોડનો વિદેશી બ્રાન્ડની સિગારેટનો જંગી જથ્થો કરવામાં આવ્યો છે. મુન્દ્રા સપોર્ટ પરથી ગેરકાયદેસર વસ્તુની હેરાફેરી થતી હોય છે ત્યારે આજે વધુ એક વખત કરોડોની વિદેશી સિગારેટ જપ્ત કરવામાં આવી છે. DRI દ્વારા સિગારેટનો જથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

DRI દ્વારા ઇસિગારેટ/સિગારેટ શોધી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. થોડા દિવસો અગાઉ જ આજ રીતે કરોડોનો સિગારેટનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારે ફરી એકવાર 6.5 કરોડની સિગારેટનો જથ્થો મળી આવ્યો છે. હાલ કસ્ટમ્સ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news