sou

સ્ટેચ્યુ ઓફ યુનિટી અધિકારીઓની દાદાગીરીના કારણે નુકસાન કરતું થઇ ગયું, સાંસદનો ચોંકાવનારો આરોપ

સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવતા પ્રવાસીઓની સંખ્યામાં દિવસે દિવસે ઘટાડો થતો હોય સ્ટેચ્યુ ઓફ યુનિટી હાલ ખોટ કરતી થઇ ગઈ છે. જેની પાછળ જવાબદાર સત્તા મંડળના ઉચ્ચ અધિકારીઓ છે. આ અધિકારીઓએ નિયમોના નામે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવતા પ્રવાસીઓને કનડવાનું ચાલુ કર્યું હતું. તેમણે કડક નિયમોના નામે એવું ત્રાસદાયક માળખું બનાવ્યું કે જેના કારણે ફરવા આવેલો વ્યક્તિ પરેશાન થઇ જાય. આ રીતે અધિકારીઓએ યેન કેન પ્રકારે પ્રવાસીઓને હેરાન કરવાનો તખ્તો સ્થાનિક અધિકીકારીઓએ નક્કી કર્યો હતો. 

Oct 15, 2021, 05:57 PM IST

સ્ટેચ્યુ ઓફ યુનિટીની યશ કલગીમાં વધારે એક પીંછુ, પ્રવાસન સ્થળને મળ્યું પોતાનું અલાયદું FM સ્ટેશન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અવનવા પ્રોજેક્ટ લાગુ કરવામાં આવી રહ્યા છે. આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની યશ કલગીમાં વધારે એક પીંછુ ઉમેરાયું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પોતાનું એફએમ સ્ટેશન શરૂ થયું છે.આ સ્ટેશનની સૌથી મોટી ખાસીયત છે કે, આ સ્ટેશનનું સંચાલન સ્થાનિક યુવાનો જ કરી રહ્યા છે. આ એફ એમ સ્ટેશનનું નામ રખાયું છે એફએમ યુનિટી.

Aug 16, 2021, 11:15 PM IST

સ્ટેચ્યુ ઓફ યુનિટિ જતા પહેલા વાંચજો, નહી તો પૈસા પણ જશે અને ફરી પણ નહી શકો, સામે આવ્યું મસમોટુ કૌભાંડ

સ્ટેચ્યુ ઓફ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ૧૨ છેડછાડ કરેલ ટીકિટ ઝડપાઈ છે. જેને કારણે સત્તાવાળાઓએ પ્રવાસીઓને જાહેર અપીલ કરી સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન પ્રોજેકટની ટિકિટ SOU ની  વેબસાઈટ અને મોબાઈલ એપ્લીકેશનથી જ બૂક કરાવવાનો આગ્રહ રાખે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વભરના પ્રવાસીઓની પહેલી પસંદ બની ચૂકયું છે, ત્યારે કેટલાક ખાનગી ટુર્સ અને ટ્રાવેલ્સ કંપનીઓ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટીકિટોમાં છેડછાડ કરી પ્રવાસીઓ સાથે છેતરપીંડી કરી વધુ પૈસા પડાવવાનો ગોરખધંધો સ્ટેચ્યુ ઓફ યુનિટીના જાગૃત સ્ટાફે પકડયો છે. 

Jul 31, 2021, 08:02 PM IST

સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા જવાનું આયોજન કરી રહ્યા હો તો ખાસ વાંચજો, નહી તો ધક્કો થશે

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા તમામ પ્રવાસીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. જો નેગેટિવ રિપોર્ટ આવશે તો જ સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલમાં પ્રવેશ આપવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગેટ નમ્બર 5 ખાતે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. દરેક પ્રવાસીએ પ્રવેશ પહેલા ફરજીયાત આ ટેસ્ટ કરાવવાનો રહેશે. નહી તો 72 કલાક જુનો આરટીપીસીઆર ટેસ્ટ દેખાડવાનો રહેશે. જો ટેસ્ટ નહી હોય તો ગેટ પર ટેસ્ટ કરાવીને તેનો રિપોર્ટ નેગેટિવ આવે તો જ અંદર પ્રવેશ મળશે. 

Apr 18, 2021, 04:48 PM IST

સ્ટેચ્યુ ખાતે દોડશે 8 નવી ટ્રેન શરૂ, જાણી લો કઇ ટ્રેન ક્યાંથી ઉપડશે કેવી રીતે પહોંચી શકાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતને સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ એક પછી એક ભેટ મળી રહી છે. સ્ટેચ્યુ પહોંચવા માટે સી પ્લેન બાદ હવે રેલવે દ્વારા પણ કનેક્ટિવિટી વધારવામાં આવી છે. 17 જાન્યુઆરીથી અહીં ટ્રેન સેવા શરૂ થવા જઇ રહી છે. 17 જાન્યુઆરી સવારે 11 વાગ્યે દેશનાં વિવિધ પ્રદેશો સાથે કેવડિયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોડતી 8 ટ્રેનોને વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી લીલી ઝંડી PM દ્વારા આપવામાં આવશે. વડાપ્રધાન દ્વારા ગુજરાતમાં રેલવેને લગતા અન્ય પણ ઘણા પ્રોજેક્ટનું ઉદ્ધાટન કરવામાં આવશે. 

Jan 16, 2021, 06:09 PM IST

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાટે PM નું રાત્રીરોકાણ, સવારે જમ્મુ કાશ્મીર& ગુજરાત પોલીસ કરશે પરેડ

પીએમ મોદી આજથી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. સવારે 11.30 વાગ્યે તેઓ ગાંધીનગરથી સીધા જ કેવડિયા જવા માટે રવાના થયા હતા. બપોર બાદ તેઓ તેઓએ સફારી પાર્કનું લોકાર્પણ કર્યું હતું. હાલ તેઓ જંગલ સફારી પાર્કની મુલાકાત લઇ રહ્યા છે. આ ઉપરાંત તેમણે માખણ પણ વલોવ્યું હતું. ચિલ્ડ્રન ન્યૂટ્રિશિયન પાર્કમાં આવેલી ટોય ટ્રેનની મુસાફરી પણ કરી હતી. 5D ફિલ્મ પણ જોઇ હતી. આ અગાઉ મોદીએ આરોગ્ય વનનું લોકાર્પણ કર્યું અને ત્યાર બાદ 17 એકરમાં ફેલાયેલા આરોગ્ય વનની મુલાકાત લઇને તેના અંગે માહિતી મેળવી હતી. ત્યાર બાદ પીએમ એકતા મોલ અને ચિલ્ડ્રન ન્યૂટ્રિશિયન પાર્કનું લોકાર્પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી અને રાજ્યપાલ સતત તેઓની સાથે છે. 

Oct 30, 2020, 05:51 PM IST
The bridge will be smashed when cruising on a cruise trip. PT39S

નર્મદા: રાજપીપળાથી SOU જવાનો ગોરા બ્રિજ તોડી પડાશે, કારણ છે વિચિત્ર...

નર્મદા: રાજપીપળાથી SOU જવાનો ગોરા બ્રિજ તોડી પડાશે, કારણ છે વિચિત્ર. ક્રૂઝના સંચાલન માટે આ બ્રિજ નીચો પડતો હોવાનાં કારણે તેને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Mar 1, 2020, 11:20 PM IST