પાકિસ્તાનમાં આતંકી હુમલોઃ દાતા દરબાર દરગાહ નજીક વિસ્ફોટ, 8નાં મોત, 24થી વધુ ઘાયલ

પાકિસ્તાનના લાહોરમાં આવેલી દક્ષિણ એશિયાની સૌથી મોટી દરગાહોમાંની એક ગણાતી દાતા દરબાર દરગાહ નજીક વિનાશક આતંકવાદી હુમલો થયો છે, જેમાં અસંખ્ય લોકો ઘાયલ થયાના સમાચાર છે, પાકિસ્તાન સ્થિત તાલિબાને આ હુમલાની જવાબદારી લીધી છે. 
 

પાકિસ્તાનમાં આતંકી હુમલોઃ દાતા દરબાર દરગાહ નજીક વિસ્ફોટ, 8નાં મોત, 24થી વધુ ઘાયલ

લાહોર(પાકિસ્તાન): પાકિસ્તાનમાં આજે બુધવારે ફરી એક મોટો આતંકવાદી હુમલો થયો છે. લાહોરમાં આવેલી દક્ષિણ એશિયાની સૌથી મોટી દરગાહોમાંની એક એવી દાતા દરબાર દરગાહની બહાર થયેલા આતંકવાદી હુમલામાં 8 લોકોનાં મોત થયા છે અને 24થી વધુ લોકો ઘાયલ થયાના સમાચાર છે. જેમાં 3 પોલીસ કર્મચારી શહીદ થયા છે. પ્રાથમિક માહિતી મુજબ પંજાબ પોલીસની એલાઈટ ફોર્સના વાહનને નિશાન બનાવીને હુમલો કરાયો છે. પાકિસ્તાનમાં સક્રિય તાલિબાને આ હુમલાની જવાબદારી લીધી છે. 

પ્રાથમિક સમાચાર મુજબ દાતા દરબાર દરગાહના ગેટ નંબર-2ની બહાર પાર્ક થયેલા બે પોલીસ વાહનની નજીકમાં આ વિસ્ફોટ થયો હતો. શહેરના એસપી સૈયદ ઘાઝનપર શાહે જણાવ્યું કે, આ હુમલામાં 24થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાંથી 8ની હાલત ગંભીર છે, જેમને મેયો હોસ્પિટલમાં ખસેડાયા છે. આ હુમલામાં 5નાં મોત થયા છે, જેમાં 3 પોલીસ કર્મચારી પણ શહીદ થયા છે. 

— News and Views (@NewsAurViews) May 8, 2019

ઘટના અંગે મીડિયા સાથે વાતચીત કરતા ડીઆઈજી ઓપરેશન્સ લાહોર અશફાક અહેમદ ખાને જણાવ્યું કે,"સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં નહીં આવે. પોલિસ વિભાગ અને ગુપ્તચર વિભાગને આતંકવાદી હુમલાના ઇનપુટ મળ્યા હતા, પરંતુ કયા સ્થળે થશે તેની કોઈ જાણકારી મળી ન હતી."

ઘટના સ્થળને ઘેરી લઈને તાત્કાલિક ધોરણે રાહત-બચાવ કાર્ય શરૂ કરી દેવાયું છે. પોલીસની બીજી ટૂકડી પણ તાત્કાલિક રવાના કરાઈ છે. ઘટનાના બે કલાક પછી પાકિસ્તાનમાં સક્રિય તાલિબાને આ હુમલાની જવાબદારી લીધી છે. 

એલાઈટ પોલીસ એ પંજાબ પોલીસની વિશેષ શાખા છે, જે આતંકવાદ વિરોધી ઓપરેશન, અતી જોખમવાળા રિસર્ચ ઓપરેશન, દરોડા પાડવા અને રાહત-બચાવ કાર્યોનું કામ કરે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news