કરૂણ ઘટના! એક વર્ષની બાળકી પાણી ભરેલી ડોલમાં ઊંધા માથે પડતા કરૂણ મોત, પિતાના ઉડી ગયા હોશ
નવસારી શહેરમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના જમાલપોરના નીલકંઠ અપાર્ટમેન્ટમાં રહેતા નેપાળી પરિવારની એક વર્ષીય બાળા રમતા રમતા પાણી ભરેલી ડોલમાં પડી હતી.
Trending Photos
ઝી બ્યુરો/નવસારી: નાના બાળકોને એકલા રમતા છોડી દેતા માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. નાના બાળકોને પોતાના વાલીઓએ તેમની નજર સમક્ષ જ રમતા રાખવા જોઈએ, નહીં તો નવસારીમાં બનેલી ઘટના જેવી ઘટનાઓ બની શકે છે. કારણ કે વાલીની નજર બહાર નાની વયનું બાળક ક્યાં કયા સ્થળે પહોંચી જાય એ કહેવું મુશ્કેલ છે, ત્યારે આજે બનેલી ઘટના વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, નવસારી શહેરમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના જમાલપોરના નીલકંઠ અપાર્ટમેન્ટમાં રહેતા નેપાળી પરિવારની એક વર્ષીય બાળા રમતા રમતા પાણી ભરેલી ડોલમાં પડી હતી. વોચમેન પિતા સૂતા હતા અને માતા ઘરકામ કરવા ગઈ હતી. તે દરમિયાન નાની બાળા રમતા રમતા પાણી ભરેલી ડોલમાં પડતા તેનું ડૂબી જવાથી કરૂણ મોત થયું હતું.
આ ઘટના બાદ અચાનક જાગી ગયેલા પિતાએ દીકરીને ડોલમાં જોતા તેમના હોશ ઉડી ગયા હતા. પિતાએ જોયું તો પોતાની વ્હાલસોયી દીકરી હવે આ દુનિયામાં રહી નહોતી. તરત દીકરીને ડોલમાંથી બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ખાનગી હોસ્પિટલમાં બાળાને લાવતા તબીબોએ તપાસીને મૃત જાહેર કરી હતી.
સમગ્ર ઘટનાને લઈને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગળની તપાસ હાથ ધરી હતી. પોતાના સંતાનને ગુમાવતા નેપાળી પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે