Panchmahal Kalol Gujarat Chutani Result 2022: પંચમહાલમાં ભગવો લહેરાયો, ભાજપના ફતેસિંહ ચૌહાણની જીત
Panchmahal Kalol Gujarat Chutani Result 2022: સત્તાની ખુરશી મેળવવા માટે પંચમહાલની કાલોલ બેઠક પર પ્રભાતસિંહ ચૌહાણના પરિવારમાં ચૂંટણીના જંગ સાથે પરિવારમાં જંગ જામ્યો છે. કોંગ્રેસમાથી પ્રભાતસિંહ ચૌહાણે ફોર્મ ભર્યુ છે. પ્રભાતસિંહની પત્ની અને તેમની પુત્રધુ ભાજપનો પ્રચાર કરી રહ્યા છે. પુત્રવધુ સુમનસિંહ ચૌહાણ ગત ટર્મમાં ભાજપના ધારાસભ્ય હતા. હાલ પતિ-પત્ની વચ્ચે જંગ જામ્યો છે.
Trending Photos
Panchmahal Kalol Gujarat Chunav Result 2022: ગુજરાતના ચૂંટણી મહાસંગ્રામમાં આ વખતે ત્રીપાંખીયો જંગ છે. ગુજરાતના રાજ સિંહાસન પર કોણ બેસે છે તેના પર પુરા દેશની નજર છે. આ વખતે ફરી પૂનરાર્તન થાય કે પછી પરિવર્તન થાય છે. ફરી એક વાર ગુજરાતમાં કમળ ખીલે છે કે પછી પંજો પોતાનો હાથ મારે છે. કે પછી આપનો ઝાડૂ પોતાનો જાદૂ ચલાવે છે. તે જોવાનું રહેશે.
પંચમહાલ તમામ બેથકો પર ભાજપ નો ભગવો લહેરાયો
ભાજપ ના 5 બેઠક ના તમામ ઉમેદવાર જંગી લીડ સાથે જીત
અંતિમ તબક્કામાં ગણતરી પ્રક્રિયા
ભાજપ ના વિજેતા ઉમેદવાર
કાલોલ - ફતેસિંહ ચૌહાણ - જીત
ગોધરા - સી.કે રાઉલજી - જીત
મોરવા હડફ - નિમિષા સુથાર - જીત
શહેરા - જેઠાભાઈ ભરવાડ - જીત
હાલોલ- જયદ્રથસિંહ પરમાર - જીત
બેઠક : કાલોલ
રાઉન્ડ : 8 પૂર્ણ
પક્ષ : ભાજપના ફતેસિંહ ચૌહાણ
મત : 40500 મતો થી આગળ
ભાજપ ના ફતેસિંહ જીત તરફ આગળ વધી રહ્યા છે
પંચમહાલ માં પાંચ બેઠકો પર ભાજપ મોટી સરસાઈ સાથે આગળ
કાલોલ બેઠક પર ભાજપ ના ફતેસિંહ ચૌહાણ જીત તરફ આગળ વધી રહ્યા છે
ભાજપ ના ફતેસિંહ 5 રાઉન્ડ ના અંતે 22244 ની લીડ થી આગળ ચાલી રહ્યા છે
કાલોલ માં ભાજપ ની જીત લગભગ નિશ્ચિત મનાઈ રહી છે
કાલોલ માં મોટી સરસાઈ સાથે ફતેસિંહ ચૌહાણ નું જીત તરફ પ્રયાણ
આ પણ વાંચો: Tharad Gujarat Chutani Result 2022: થરાદ બેઠક પર ભગવો લહેરાયો, શંકરભાઇ ચૌધરીનો વિજય
આ પણ વાંચો: Vadgam Gujarat Chutani Result 2022: વડગામમાં કોંગ્રેસના જીગ્નેશ મેવાણી આગળ
આ પણ વાંચો: Radhanpur Gujarat Chutani Result 2022: રાધનપુર બેઠક પર ભાજપના લવીંગજી ઠાકોરની જીત
આ પણ વાંચો: Dhanera Gujarat Chutani Result: અપક્ષ ઉમેદવાર માવજીભાઈ દેસાઈની જીત, વોટથી ઘડો છલકાયો
Panchmahal Kalol Gujarat Chunav Result 2022: પંચમહાલ કાલોલ વિધાનસભા બેઠક
કાલોલ બેઠક પર પક્ષો વચ્ચે તો જંગ છે પણ સાથે સાથે પરિવારમાં પણ જંગ જોવા મળશે. વાસ્તવમાં ભાજપના પ્રભાતસિંહ ચૌહાણને ટિકીટ ન મળતા તેઓએ કોંગ્રેસનો હાથ પકડ્યો અને કોંગ્રેસે તેમને ટિકીટ આપી. પણ તેમના પત્ની ઘોઘંબા ભાજપ તાલુ પ્રમુખ છે તેમનું કહેવુ છે કે હું ભાજપ સાથે છું અને રહેવાની અને પ્રચાર પણ ભાજપનો જ કરીશ. પ્રભાતસિંહ ચૌહાણ 2009 અને 2014ની લોકસભાની ચૂંટણી માં ભાજપ તરફથી જીતીને 15મી અને 16મી લોકસભામાં રાજ્યમંત્રી રહ્યા હતા. હાલના ભાજપના ધારાસભ્ય સુમનબેન તેમના પુત્રવધુ છે, પરંતુ 2017ની ચૂંટણીઓમાં કાલોલ વિધાનસભા બેઠક પરથી જયારે અરવિંદસિંહ રાઠોડની જગ્યાએ ભાજપે સુમનબેન ચૌહાણને ટિકિટ ફાળવી ત્યારે તેઓ નારાજ થયા હતા.
કાલોલ બેઠક પર કુલ 2,33, 692 મતદારો છે જેમાં પુરુષ ઉમેદવારો 120398, જ્યારે મહિલા ઉમેદવારોની સંખ્યા 112300 છે. જાતિવાદી સમીકરણની રીતે જોઈએ તો અહીં બક્ષીપંચ 58%, એસ.સી 7%, પટેલ 5.5%, એસ.ટી 18%, વણિક 3.30%, રાજપૂત 2.8% અને અન્ય જ્ઞાતિ 0.6%નો સમાવેશ થાય છે.
2022ની ચૂંટણી
આ વખતે ભાજપે આ બેઠક પથી ફતેસિંહ ચૌહાણને ચૂંટણી મેદાને ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસે પ્રભાતસિંહને ઉમેદવાર ઘોષીત કર્યા છે. આપે દિનેશ બારીયાને ચૂંટણી મેદાને ઉતાર્યા છે.
2017ની ચૂંટણી
વર્ષ 2017 વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ચૌહાણ સુમનબેન પ્રવિણસિંહે કોંગ્રેસના પરમાર પ્રદ્યુમનસિંહ વિજયસિંહને 49277 મતથી હરાવીને વિજયી થયા હતા.
2012ની ચૂંટણી
2012માં ભાજપના રાઠોડ અરવિંદસિંહ સતત બે ટર્મ કાલોલ બેઠકના ધારાસભ્ય રહ્યા હતા. તેમણે કોંગ્રેસના રાજેન્દ્રસિંહ જાદવને 30 હજારથી વધુ મતે પરાજય આપ્યો હતો.
આ પણ વાંચો: Uttar Gujarat Chutni Parinam 2022 LIVE Update: કોંગ્રેસના ગઢમાં જ કોંગ્રેસનો ખરાબ દેખાવ!, ભિલોડામાં AAP આગળ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે