બાઇક ઝાડ સાથે અથડાતા ગંભીર અકસ્માત, ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત

રસ્તા પર વચ્ચે આવેલા મોરને બચાવવા જતા આ અકસ્માત સર્જાયો હતો. 

 બાઇક ઝાડ સાથે અથડાતા ગંભીર અકસ્માત, ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત

પંચમહાલઃ પંચમહાલના પરોલી પાસે ગંભીર અકસ્માત સર્જાતા ત્રણ લોકોના મોત થયા છે. બાઇક ઝાડ સાથે અથડાતા બાઇક પર સવાર ત્રણ લોકોના મોત થયા હતા. આ ઘટનામાં એક મોરનું પણ મોત થયું છે. 

પ્રાપ્ત જાણકારી પ્રમાણે પંચમહાલના પરોલી ગામ પાસે બાઇક પર માતા, પુત્ર અને ભાણેજ જઈ રહ્યાં  હતા. આ સમયે રસ્તા પર એક મોર આડો ઉતર્યો હતો. બાઇચ ચાલકે બ્રેક મારતા બાઇક પર કાબુ ગુમાવ્યો અને બાઇક ઝાડ સાથે અથડાઇ હતી. બાઇક ધડાકાભેર ઝાડની સાથે ટકરાતા ઘટનાસ્થળે જ ત્રણ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. એક મોરનું પણ મોત થયું છે. 

આ ઘટનાની જાણ થતા આસપાસના લોકોએ 108ને જાણ કરી હતી. પરંતુ અકસ્માત ગંભીર હતો કે ત્રણેયના ઘટનાસ્થળે મોત થયા હતા. આ ઘટનાની જામ પોલીસને કરાતા પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે મોકલી આપ્યા છે. આ ત્રણેય મૃતકો હાલોલ તાલુકાના ઇટવાડી ગામના રહેવાસી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news