બ્રહ્મપુત્રનું કૃત્રિમ તળાવ ખતરનાક, અસમ- અરૂણાચલમાં 32 NDRFની ટીમ ફરજંદ
Trending Photos
ગુવાહાટી : ભુસ્ખલનનાં કારણે તિબેટમાં બ્રહ્મપુત્રા નદીનું વહેણ પ્રભાવિત થયું છે, જેમાં એક કૃત્રિમ તળાવ બની ગયું છે. આ તળાવમાં વધી રહેલા પાણીથી અસમ અને અરૂણાચલ પ્રદેશમાં અચાનક પુર આવવાની આશંકા છે. તેવામાં અસમ અને અરૂણાચલ પ્રદેશમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની 32 ટીમોને ફરજંદ કરવામાં આવી છે.
એનડીઆરએફએ એક નિવેદનમાં કહ્યું કે, અચાનક પુરની આશંકાને જોતા અરૂણાચલપ્રદેશ અને અસમનાં કેટલાક જિલ્લાઓમાં એનડીઆરએફની 32 ટીમો ફરજંદ કરવામાં આવી છે. ચીની ઇમરજન્સી સર્વિસે જણાવ્યું કે, તેણે ભુસ્ખલન બાદ અહીંથી આશરે 6000 લોકોને સુરક્ષીત બચાવ્યા છે. અત્યાર સુધી કોઇના ઘાયલ થયાનાં સમાચાર નથી. મળતી માહિતી અનુસાર ચીન ભારતને આ બ્લોકેજ અંગે અપડેટ આપી રહ્યું છે.
સાંસદે પત્ર લખીને માંગી મદદ
અત્રે ઉલ્લેખનીય છે કે, અરૂણાચલપ્રદેશ રાજ્ય ચીનનાં તિબેટ ક્ષેત્ર સાથે છે. ચીનમાં ભુસ્ખલનથી નીચેની તરફ બ્રહ્મપુત્રા નદીનાં પાણીનું ફ્લો પ્રભાવિત થયું છે. અરૂણાચલથી કોંગ્રેસના સાંસદ નિનોંગ એરિંગે પત્ર લખીને વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ અને જળ સંસાધન રાજ્યમંત્રી અર્જુન મેઘવાલ સાથે આ મુદ્દે હસ્તક્ષેપની માંગ કરી છે. સાંસદના અનુસાર ચીનમાં 16 ઓક્ટોબરે આવેલ ભુસ્ખલનનાં કારણે બ્રહ્મપુત્રનાં ફ્લોમાં આ બ્લોકેજ મિલિન સેક્શનની સામે આવ્યું છે.
32 NDRF teams have been deployed in various districts of Assam and Arunachal Pradesh following the threat of sudden flood from a temporary lake that has been formed due to a landslide that blocked the mainstream of Brahmaputra River in the Tibet Autonomous Region: NDRF
— ANI (@ANI) October 20, 2018
પાણીનાં સ્તરમાં 40 મીટરનો વધારો
ચીનમાં થયેલા ભુસ્ખલનના કારણે નદીના વહેણ પર ડેમ જેવું બેરિયર બની ગયું છે. ચીનના અનુસાર મેનલિંગ કાઉન્ટીમાં એક ગામની પાસે થયેલા ભુસ્ખલન બાદ તળાવના પાણીના સ્તર 40 મીટરનો વધારો થયો છે. આ તળાવ પણ હવે ભારત માટે ખતરનાક બની ગયું છે. અરૂણાચલના ઇસ્ટ સિયાંગ જિલ્લામાં તંત્રના લોકોને નદી કિનારે જવાની મનાઇ કરી દીધી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે