સુરેન્દ્રનગરના પાટડીમાં બે જૂથો વચ્ચે અથડામણ, 5 લોકોને ઇજા

પાટડીમાં અગાઉ થયેલા ઝગડાનું મનદુ:ખને લઇ બે જૂથ બાખડ્યા હતા. નજીવી બાબતે મોટું સ્વરૂપ ધારણ કરી લેતા બે જૂથ એક-બીજાની સામસામે આવી ગયા હતા

Ketan Panchal - | Updated: Nov 8, 2018, 08:24 AM IST
સુરેન્દ્રનગરના પાટડીમાં બે જૂથો વચ્ચે અથડામણ, 5 લોકોને ઇજા
પ્રતિકાત્મક તસવીર

મુનવર ખાન/ સુરેન્દ્રનગર: પાટડીમાં અલગ અલગ જ્ઞાતિના બે જૂથ વચ્ચે અથડામણ થયાની ઘટના સામે આવી છે. આ જૂથ અથડામણમાં 5 વ્યક્તિઓને ઇજા થઇ હોવાની માહિતી મળી રહી છે. અથડામણની ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં તંગદીલી ભર્યો માહોલ સર્જાયો હતો.

પ્રાથમિક તપાસમાં જણાવા મળ્યું છે કે, પાટડીમાં અગાઉ થયેલા ઝગડાનું મનદુ:ખને લઇ બે જૂથ બાખડ્યા હતા. નજીવી બાબતે મોટું સ્વરૂપ ધારણ કરી લેતા બે જૂથ એક-બીજાની સામસામે આવી ગયા હતા. આ અથડામણમાં અંદાજે 5થી 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ સમગ્ર મામલાની જાણ થતા પોલિસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો અને તોફાનીઓને વેર વિખેર કરી ગાયત્રી મંદિર વિસ્તારમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.