ગુજરાતની જનતાને મળશે નવી ભેટ, બેટ-દ્વારકામાં તૈયાર થઈ ગયો સિગ્નેચર બ્રિજ, જાણો તેની ખાસિયત

Signature Bridge: બેટ દ્વારકા દર્શન કરતા જતા ભક્તો હવે સીધા પોતાનું વાહન લઈને બેટ પહોંચી શકશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25 ફેબ્રુઆરીએ આ સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન કરશે. ત્યારે આજે અમે તમને આ બ્રિજની વિશેષતાઓ જણાવી રહ્યાં છીએ. 
 

ગુજરાતની જનતાને મળશે નવી ભેટ, બેટ-દ્વારકામાં તૈયાર થઈ ગયો સિગ્નેચર બ્રિજ, જાણો તેની ખાસિયત

દેવભૂમિ દ્વારકાઃ ગુજરાતની શાનમાં વધુ એક વધારો થવાનો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન થવાનું છે. દરિયાની વચ્ચે આ આકર્ષક બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ બ્રિજના ઉદ્ઘાટન બાદ બેટ દર્શન કરવા જતા લોકો હોડીની જગ્યાએ આ બ્રિજ પરથી પોતાનું વાહન લઈને જઈ શકશે. પીએમ મોદી 25 ફેબ્રુઆરીએ જનતાને આ સિગ્નેચર બ્રિજની ભેટ આપશે. ત્યારે આ બ્રિજનું શું-શું વિશેષતા છે, તે જાણીએ...

પીએમ મોદી કરશે ઉદ્ઘાટન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારકાના પ્રવાસે આવી રહ્યાં છે. પીએમ મોદી 25 ફેબ્રુઆરીએ સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરી જનતા માટે ખુલ્લો મુકશે. આ સિગ્નેચર બ્રિજ બની જતાં દ્વારકા અને બેટ દ્વારકાની મુલાકાતે આવતા પ્રવાસીઓને લાભ મળશે. આ બ્રિજ ગુજરાતની વિકાસગાથામાં વધુ એક પ્રકરણ ઉમેરશે. દરિયા પર આધુનિક ટેક્નોલોજીની મદદથી આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. 

રાજ્યના ઐતિહાસિક અને પ્રવાસનની દૃષ્ટિએ મહત્વપૂર્ણ કેન્દ્રોના વિકાસ માટે રાજ્ય સરકારે વિવિધ યોજનાઓ અને મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અમલમાં મૂક્યા છે. તેમાંથી એક છે. ઓખાથી બેટદ્વારકાને જોડતો ‘સિગ્નેચર બ્રીજ’, જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે.

978 કરોડના ખર્ચે તૈયાર થયો છે બ્રિજ
ઓખાથી બેટદ્વારકા જવા માટે અત્યારે ફેરીબોટની મદદથી જવું પડે છે. પરંતુ હવે 978 કરોડના ખર્ચે આ ‘સિગ્નેચર બ્રીજ’ જે ઓખા થી બેટ દ્વારકા વચ્ચે 2320 મીટરની લંબાઇ છે. જેના માટે દરિયાઇ બાજ ક્રેનથી સમુદ્રમાં 38 પિલર ઊભાં કરવામાં આવ્યાં છે. છેલ્લા 7 વર્ષ થી ચાલતા બ્રીજનું કામ પૂર્ણ થઈ ગયું છે.

બેટમાં બનેલા સિગ્નેચર બ્રિજની વિશેષતાઓ

• બ્રીજની લંબાઇ 2320 મીટર છે. જેમા 900 મીટર કેબલ સ્ટેયડ ભાગ છે...

• ઓખા અને બેટ દ્વારકા બન્ને બાજુ થઇ 2452 મીટર એપ્રોચ રોડ બનાવવામાં આવ્યો છે...

• બ્રિજના મુખ્ય ગાળાની લંબાઇ 500 મીટર છે જે ભારત દેશમા સૌથી વધુ લંબાઈ ધરાવતો ગાળો છે.....

• વાહનો પાર્ક કરવા ઓખા તરફ પાર્કિંગ બનાવામાં આવ્યુ છે...

• બ્રિજના મુખ્ય ગાળામાં 130 મીટર ઊંચાઇ ધરાવતા બે પાયલોન છે....

• આ ચાર માર્ગીય બ્રિજની પહોળાઈ 27.20 મીટર છે. જેમાં બન્ને બાજુ 2.50 મીટરના ફૂટપાથ બનાવવામાં આવ્યા છે...

• ફૂટપાથ ઉપર 1 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરી શકે સોલાર પેનલ લગાવવા માં આવી છે જેનો ઉપયોગ બ્રિજ પરની લાઇટીંગ માટે કરવામાં આવશે.....વધારાની વીજળી ઓખા ગામની જરૂરિયાત માટે આપવામાં આવશે....

• બ્રિજ પર કુલ 12 લોકેશન પર પ્રવાસીઓ માટે વ્યુ ગેલેરીનું આયોજન કરવામાં આવેલ છે.....

• બ્રિજ પર રાત્રિ દરમ્યાન ડેકોરેટીવ લાયટીંગથી આ પુલને સજાવવામાં આવ્યો છે.....
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news