ચૂંટણી ટાણે ગુજરાત AAP નેતાને પાસા થયા, ધરપકડના વિરોધમાં લોકસભા ઉમેદવારે ઉચ્ચારી આ ચીમકી

Loksabha Election 2024: આપના ધારાસભ્ય અને લોકસભા ઉમેદવાર ઉમેશ મકવાણાની આગેવાનીમાં કલેકટરને આ મુદ્દે એક આવેદનપત્ર અપાયું છે અને પાસા રદ કરવાની માંગ કરાઈ છે. જો પાસા રદ નહિ થાય તો અમાંરણત ઉપવાસ પર બેસવાની પણ ઉમેશ મકવાણાએ ચીમકી હતી.

ચૂંટણી ટાણે ગુજરાત AAP નેતાને પાસા થયા, ધરપકડના વિરોધમાં લોકસભા ઉમેદવારે ઉચ્ચારી આ ચીમકી

રઘુવીર મકવાણા/બોટાદ: બોટાદ આમ આદમી પાર્ટીના નેતા પર પાસા કરાયા છે. આપના ધારાસભ્ય અને લોકસભા ઉમેદવાર ઉમેશ મકવાણાની આગેવાનીમાં કલેકટરને આ મુદ્દે એક આવેદનપત્ર અપાયું છે અને પાસા રદ કરવાની માંગ કરાઈ છે. જો પાસા રદ નહિ થાય તો અમાંરણત ઉપવાસ પર બેસવાની પણ ઉમેશ મકવાણાએ ચીમકી હતી. આપ તેમજ કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા. 

બોટાદ જિલ્લા આમ આદમી પાર્ટીના લઘુમતી મોરચાના પ્રમુખ મોલાના શોકતઅલી સેયદ જવાબદારી બજાવતા હતા. મોલાના પર અગાઉ બોટાદ નગરપાલિકા ચીફ ઓફિસર પર મારામારી તેમજ સરકારી સોનાવાલા હોસ્પિટલમાં કર્મચારી સાથે માથાકૂટ અંતર્ગત મારામારી તેમજ એટ્રોસિટીની પોલીસ ફરિયાદ બોટાદ પોલીસમાં દાખલ કરવામાં આવેલ જેને લઈ લોકસભા ચૂંટણી અંતર્ગત કાયદો અને વ્યવસ્થાના ભાગ રૂપે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા મોલાના શોકતઅલી વિરુદ્ધ પાસા દરખાસ્ત કરી તેમને ભુજ ખાતે પાલરા જેલ ખાતે મોકલી આપ્યા હતા. જેના વિરુદ્ધમાં આપ નેતામાં રોષ જોવા મળ્યો હતો. 

મોલાના શોકતઅલી સેયદના પાસા મામલે આજ રોજ બોટાદ ધારાસભ્ય અને ભાવનગર લોકસભાના ઇન્ડિયા ગઢ બંધનના ઉમેદવાર ઉમેશ મકવાણાની આગેવાનીમાં આપ તેમજ કોંગ્રેસના આગેવાનો દ્વારા બોટાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું અને મોલાના સૂફી સંત હોય અને સરકારી કર્મચારી દ્વારા તેમના પર ખોટી ફરિયાદ કરવામાં આવી હતી.

20થી 25 જેટલા ગુન્હાઓના આરોપી તેમજ બુટલેગર ખુલે આમ ફરતા હોય જે લોકશાહીનું હનન હોય તેવી કલેક્ટરને રજુઆત સાથે પાસા રદ કરવાની માંગ ઉમેશ મકવાણા દ્વારા કરવામાં આવી છે. તેમજ જો આગામી દિવસોમાં પાસા રદ નહિ થાય તો ઉમેશ મકવાણા દ્વારા અમારણત ઉપવાસ પર બેસવાની ચીમકી આપી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news