પેટલાદ એપીએમસી હવે વોટ્સએપથી ખેડૂતોને પાક વેંચવામાં કરશે મદદ


લૉકડાઉનના કારણે ખેડૂતો હવે સોશિયલ મીડિયાના માધ્યમથી ગ્રાહકોને સીધા ઘઉં વેંચી શકશે. 

પેટલાદ એપીએમસી હવે વોટ્સએપથી ખેડૂતોને પાક વેંચવામાં કરશે મદદ

લાલજી પાનસુરીયા/આણંદઃ કોરોના વાયરસ અને લૉકડાઉનને કારણે ખેડૂતોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પહેલાં ભારે વરસાદને કારણે પાકને નુકસાન થયું હતું. ત્યારબાદ હવે લૉકડાઉનને કારણે પાક વેચવામાં મુશ્કેલી પડી રહી છે. તો હવે પેટલાદ એપીએમસી ખેડૂતોની મદદે આવ્યું છે. સોશિયલ મીડિયાના માધ્યમથી વેપારનો એક નવતર પ્રયોગ અહીં હાથ ધરવામાં આવ્યો છે. 

હવે પેટલાદ એપીએમસી વોટ્સએસથી ખેડૂતોને મદદ કરવા જઈ રહી છે. આ માધ્યમથી હવે ખેડૂતો સીધા ગ્રાહકોને પોતાના ઘઉં વેંચી શકશે અને વચ્ચે દલાલી કરતા દલાલો પણ નિકળી જશે. તેનો સીધો ફાયદો ખેડૂતોને થવાનો છે. 

પેટલાદ એપીએમસી દ્વારા એક વોટ્સએપ નંબર આપવામાં આવ્યો છે. આ નંબર પર ખેડૂતોએ પોતાની પાસે કેટલો પાક છે, તે ક્યાં છે તેની જાણ કરવાની રહેશે. તો સામે ઘઉં ખરીદનાર ગ્રાહક પોતાની જરૂરીયાત અને સરનામું જણાવશે. આમ સોશિયલ મીડિયા દ્વારા ખેડૂતો પોતાનો માલ સીધો ગ્રાહકોને વેચી શકશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news