પાક News

MORBI: ખેડૂતોનું અડધો પાક કુદરતે બરબાદ કર્યો બચ્યો એટલો લઇ યાર્ડ પહોંચ્યા તો ત્યાં આ
Oct 30,2021, 21:03 PM IST
ખેડૂતો માટે એક સાંધો ત્યાં તેર તુટે:વરસાદ બાદ હવે નકલી બિયારણ અને દવાને કારણે નુકસાન
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પાંચ ખેડૂતોના ફુલાવર તૈયાર ધરું સાથે વાવેતર કરેલ પાકની ચોરી તો ક્યાંક ઝેરી દવાથી બળી જતા આર્થિક નુકશાન વેઠવાનો વારો ખેડૂતોને આવ્યો છે. જેને લઈને ખેડૂતો પરેશાન થયા છે. જેને લઈને ખેડૂતોએ પણ હવે પોલીસને જાણ કરી અજાણ્યા શખ્સોને પકડવાની માંગ કરી છે. વાત છે પ્રાંતિજના સાંપડ ખાતે ફલાવર પકવતા ખેડૂતોના ખેતરો તૈયાર કરેલ ફલાવરના ધરૂ વાડીયાઓમા કોઇ અજાણ્યા ઇસમો દ્વારા રાત્રીના સમયે ચાર ખેડૂતોના ખેતરોમાં જઇ ફલાવરના ધરૂમાં ચીલની દવા છાંટી જતા હાલતો ચારેય ખેડૂતોનો તૈયાર થયેલ ફલાવરનો ધરૂ બળી જતાં ખેડૂતોને લાખ્ખો રૂપિયાનુ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ત્યારે હાલતો ખેડૂતો એ પહેલા ધરૂ તૈયાર કર્યો તો વરસાદ પડવાને લઇને બગડી ગયો અને ફરી તૈયાર કર્યો ત્યારે તસ્કરોના આ કુત્ય ને લઈને હાલતો ખેડૂતોને પડયા ઉપર પાટું જેવી સ્થિતિ પેદા થઇ છે, ત્યારે સાંપડ ખાતે રહેતા ચારેય ખેડૂત ચિરાગભાઇ પટેલના ૧૦ વિઘાના ધરૂ વાડીયાઓ તૈયાર થયેલ ફલાવરના ધરૂ માં તથા અડધો વિગો ફલાવરના તૈયાર પ્લોટમાં દવાનો છંટકાવ કરવામાં આવતા અંદાજે દોડ લાખ થી પણ વધારે નુકસાન થયું છે.
Oct 3,2020, 20:08 PM IST
ડુંગળીમાં ખેડૂતો કમાય તે પહેલા રોગ લાગુ પડતા ફરી ખેડૂતોનાં પેટ પર લાત
જિલ્લાના ખેડૂતોને અતિવૃષ્ટિ બાદ પણ ઈશ્વર વધુ કોપાયમાન હોય તેમ ચોમાસાની કસર શિયાળાના રવીપાકમાં કમાઈ લેવાની ખેડૂતોનો મનોકામનાઓ પર પાણી ફરી વળે તેવા સમીકરણો રવિપાકના ડુંગળીના પાકમાં રોગ આવતા નેસડી પંથકના ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. મગફળીમાં ફૂગ આવ્યા બાદ ચોમાસાની અતિવૃષ્ટિએ ખેડૂતોને હેરાન કર્યા બાદ રવીપાકમાં ચોમાસાની કસર રવિપાકના વાવેતરમાં પુરી થઈ જવાની આશાઓ પર પાણી ફરી વળતું હાલ જોવા મળી રહ્યું છે. અમરેલી જિલ્લાના રવીપાકમાં ઓણસાલ ડુંગળીનું વાવેતર વધુ ખેડૂતોએ કર્યું છે. હાલ ડુંગળીના ભાવો પણ સારા હોવાથી ખેડૂતોને ચોમાસાની ઉણપ રવિપાકના વાવેતરમાં સારી થવાની હતી પણ થોડા દિવસોથી ડુંગળીના પાકમાં બાફીયો નામનો રોગ જોવા મળ્યો છે. જે ડુંગળીને જમીનમાં જ પાક થતો નથી ને ડુંગળી અંદર પાકતી નથી ને ખેડૂતો મૂંઝવણમાં મુકાંઈ ગયા છે.
Jan 24,2020, 17:50 PM IST
સાબરકાંઠામાં વહેલી સવારે જોવા મળ્યું ધુમ્મસ ભર્યુ વાતાવરણ
રાજ્યમાં બદલાયેલા હવામાનને લઇને થયેલા કમોસમી વરસાદને પગલે સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારે ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. જો કે આ ધુમ્મસ ભર્યા વાતાવરણને કારણે માર્ગમાંથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકિનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી તરફ ગઇકાલે રાજ્યમા પડેલા કમોસમી વરસાદને પગલે હવે રાજ્ય સરકાર પણ ખેતીમાં થનારા નુકશાનને લઇને ખેડુતોના હિતમાં પગલા લઇ શકે છે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલે હિંમતનગરના એક કાર્યક્રમ વેળા કમોસમી વરસાદને લઇને નિવેદન આપ્યુ હતુ. હિંમતનગર શહેરમાં તેર કરોડના ખર્ચે નવનિર્મીત રેલ્વે અંડર બ્રીજનુ લોકાર્પણ કરવા માટે નિતીન પટેલે કમોસમી વરસાદ થી ચિંતામાં મુકાયેલા ખેડુતોને માટે મોટુ નિવેદન આપ્યુ હતુ.
Dec 13,2019, 12:45 PM IST

Trending news