વલસાડમાં વિજય સરઘસ દરમિયાન યુનિફોર્મમાં સરપંચની ડ્રાઇવરી કરનાર PI સસ્પેન્ડ
જિલ્લામાં સરપંચની ચૂંટણી દરમિયાન વિજય સરઘસમાં સરપંચની સાથે ગાડીમાં બેસીને ફોટોશુટ કરાવવાનું ઇન્ચાર્જ પી.આઇને ભારે પડ્યું હતું. 21-22 ડિસેમ્બરે વિજય સરઘસ દરમિયાન વલસાડ સીટી પોલીસના ઇન્ચાર પી.આઇ વી.એચ જાડેજાએ ખુલ્લી જીપમાં ડ્રાઇવર સીટ પર યુનિફોર્મમાં બેઠા હોવાનો વીડિયો અને ફોટા વાયરલ થયા હતા. આ ઉપરાંત પ્રહરી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખે પણ લેખિતમાં ફરિયાદ દાખલ કરાવી હતી.
Trending Photos
વલસાડ : જિલ્લામાં સરપંચની ચૂંટણી દરમિયાન વિજય સરઘસમાં સરપંચની સાથે ગાડીમાં બેસીને ફોટોશુટ કરાવવાનું ઇન્ચાર્જ પી.આઇને ભારે પડ્યું હતું. 21-22 ડિસેમ્બરે વિજય સરઘસ દરમિયાન વલસાડ સીટી પોલીસના ઇન્ચાર પી.આઇ વી.એચ જાડેજાએ ખુલ્લી જીપમાં ડ્રાઇવર સીટ પર યુનિફોર્મમાં બેઠા હોવાનો વીડિયો અને ફોટા વાયરલ થયા હતા. આ ઉપરાંત પ્રહરી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખે પણ લેખિતમાં ફરિયાદ દાખલ કરાવી હતી.
સુરત એડિશનલ DG એ ફરિયાદ પર કડક કાર્યવાહી કરતા વી.એચ જાડેજાને તત્કાલ અસરથી સસ્પેન્ડ કરતો હુકમ કર્યો હતો. રાજ્યમાં અને વલસાડ જિલ્લાના ગામોમાં 19 ડિસેમ્બરે ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીની જાહેરાત કરી હતી. 21 ડિસેમ્બરે તાલુકા મથકમાં મતગણતરી હાથ ધરાઇ હતી. જેમાં કોસંબામાં સરપંચ તરીકે કિરીટ ટંડેલ અને તેની પેનલનો વિજય થયો હતો.
21-22 ડિસેમ્બરના રોજ કોસંબાના મુખ્ય માર્ગો પર સરપંચે વિજય સરઘસ કાઢ્યું હતું. વિજય સરઘસમાં વલસાડ સિટી પોલીસ ઇન્ચાર્જ પીઆઇ વી.એચ જાડેજાએ જીપની ડ્રાઇવિંગ સીટ પર યુનિફોર્મમાં બેઠા હતા. ગામમાં વિજય સરઘસમાં સરપંચ સાથે ફર્યાની ફરિયાદ સુરત રેન્જ આઇજીને મળતા તેમણે તત્કાલ કડક કાર્યવાહી કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે