અમદાવાદમાં PM મોદી અને મોરેશિયસના PM ભવ્ય રોડ શો પૂર્ણ કરી ગાંધીનગર પહોંચ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે, ત્યારે સવારથી વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ આજે સાંજે 6.40 વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ આવશે. જ્યાં તેમની સાથે મોરેશિયસના પ્રધાનમંત્રી પણ અમદાવાદ એરપોર્ટ પર આવશે.

અમદાવાદમાં PM મોદી અને મોરેશિયસના PM ભવ્ય રોડ શો પૂર્ણ કરી ગાંધીનગર પહોંચ્યા

ઝી ન્યૂઝ/અમદાવાદ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે છે અને આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે. આજે સવારે બનાસકાંઠામાં વિવિધ યોજનાઓનું ભૂમિ પૂજન અને શિલાન્યાસ કરીને તેઓએ જામનગરમાં ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરનો શિલાન્યાસ કર્યો હતો. હાલ પીએમ મોદી અને મોરેશિયસના પીએમ જામનગરથી અમદાવાદ આવવા રવાના થયા હતા. સવારથી વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ આજે સાંજે 6.40 વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા. અમદાવાદમાં મોરેશિયસના પીએમનું અમદાવાદમાં ભવ્ય સ્વાગત માટે વિવિધ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી.

જામનગરથી પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા છે જ્યારે મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ થોડીવારમાં એરપોર્ટ આવશે. બંને પીએમના આવકારવા માટે રાજ્યપાલ એરપોર્ટ પહોંચ્યા હતા. પીએમ મોદી એરપોર્ટથી ઈન્દિરા બ્રિજ સુધીનો રોડ શો પૂર્ણ કરી ગાંધીનગર જવા રવાના થયા છે. રોડ શોમાં લોકો લાઈનો જોવા મળી હતી. મોદી એરપોર્ટથી લોકોનું અભિવાદન ઝીલતાં ગાંધીનગર જવા રવાના થયા છે. ત્યારબાદ હવે મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ પણ અમદાવાદમાં રોડ શો કરી ગાંધીનગર જવા નીકળશે. બંને વડાપ્રધાન અલગ અલગ રોડ શો યોજાયો હતો. મોરેશિયસના પીએમ પ્રવિંદ જુગનાથનો રોડ શો પૂર્ણ કરી ગાંધીનગર પહોંચ્યા હતા.

જુઓ પીએમ મોદીનો અમદાવાદમાં રોડ શો Live:-

અમદાવાદમાં પીએમ મોદી અને મોરેશિયસના પીએમ ટૂંકો રોડ શો વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ એરપોર્ટથી ઈન્દીરા બ્રિજ સુધી તેઓનો ટૂંકો રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. રસ્તામાં અલગ અલગ સાંસ્કૃતિક ઝાંખીઓ પ્રસ્તુત કરાશે. એટલું જ નહીં, પીએમ મોદી અને મોરેશિયસના પીએમ જ્યાંથી નીકળશે ત્યાં વિવિધ સ્ટેજ બાંધવામાં આવ્યા છે. રોડ શોમાં હાલ ભારેભરખમ ભીડ દેખાઈ રહી છે. 

છેલ્લે મળતી માહિતી પ્રમાણે પીએમ મોદી અને સીએમ ભૂપેન્દ્ર પટેલનો કોન્વો અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news