PM મોદીએ ગુજરાતની સ્થિતિ અંગે CM સાથે કરી ચર્ચા, વાવાઝોડા મામલે કહી આ વાત
ગુજરાત પર તોળાઇ રહેલા તૌકતે વાવાઝોડું ધીમે ધીમે નજીક આવી રહ્યું છે. ત્યારે તૌકતે વાવાઝોડું દક્ષિણપૂર્વ દીવથી 90 કિમી. દૂર છે. જેને લઇને ગુજરાતના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. દરિયા રાજાએ જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેવી તસવીરો સામે આવી રહી છે
Trending Photos
ઝી મીડિયા બ્યૂરો: ગુજરાત પર તોળાઇ રહેલા તૌકતે વાવાઝોડું ધીમે ધીમે નજીક આવી રહ્યું છે. ત્યારે તૌકતે વાવાઝોડું દક્ષિણપૂર્વ દીવથી 90 કિમી. દૂર છે. જેને લઇને ગુજરાતના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. દરિયા રાજાએ જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેવી તસવીરો સામે આવી રહી છે. જો કે, ગુજરાત પર તૌકતે વાવાઝોડાને લઇને પીએમ મોદીએ રાજ્યના સીએમ રૂપાણી સાથે ટેલિફોનીક વાતચીત કરીને સરકારની તૈયારીઓ એંગે ચર્ચા કરી હતી.
ગુજરાતમાં તૌકતે વાવાઝોડાના કારણે દરિયા કિનારાના પ્રભાવિત જિલ્લામાં ઓછામાં ઓછું જાન-માલનું નુકસાન થાય તે માટે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને અંતિમ ઓપ આપી દેવામાં આવ્યો છે. આ સંદર્ભે ગાંધીનગરથી આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિવિધ જિલ્લાઓમાં નિયુક્ત મંત્રીઓ અને પ્રભારી સચિવએ સ્થાનિક સ્તરે વહીવટી તંત્રની સાથે રહીને કરેલી કામગીરીની વ્યક્તિગત ટેલિફોનિક ચર્ચા કરીને પરિસ્થિતિ અને તૈયારીનો તાગ મેળવ્યો હતો.
જો કે, તૌકતે વાવાઝોડાના સંકટ વચ્ચે ગુજરાતની સ્થિતિ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ટેલિફોનીક વાતચીત કરીને ગુજરાતમાં તૌકતે વાવાઝોડાની સ્થિતીનો સામાનો કરવા માટે રાજ્ય સરકારની તૈયારીઓ અંગે ચર્ચા કરી હતી. તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતને આ તૌકતે વાવાઝોડાનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી તમામ મદદ માટેની તત્પરતા પણ મુખ્યમંત્રી સાથેની વાતચીતમાં વ્યક્ત કરી હતી.
Honourable Prime Minister Shri @narendramodi ji assured for all the possible help and assistance from the Central Government. I am thankful to the Honourable Prime Minister Shri @narendramodi ji for his guidance and support.
— Vijay Rupani (@vijayrupanibjp) May 17, 2021
ઉલ્લેખનીય છે કે, ભારતીય હવામાન ખાતા દ્વારા એકસ્ટ્રીમલી સિવિયર સાયક્લોન સ્ટ્રોમ 'તૌકતે' સંદર્ભે દર કલાકે બુલેટિન બહાર પાડવામાં આવી રહ્યું છે, તે મુજબ આ સ્ટ્રોમ આજે બપોરે દક્ષિણપૂર્વ દીવથી 90 કિ.મી. દૂર સ્થિત છે. ''તૌકતે'' વાવાઝોડું ઉત્તર દિશામાં છેલ્લા છ કલાકમાં 17 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે.
હવામાન ખાતા દ્વારા જણાવ્યાનુસાર આ વાવાઝોડું આજે રાત્રે પોરબંદર અને મહુવાની વચ્ચે ગુજરાતમાં રાત્રિના 08.00 થી 11.00 કલાક દરમિયાન 155 થી 165 કિ.મી. પ્રતિ કલાક પવનની ગતિથી પ્રવેશવાની શકયતા છે. પવનની ઝડપ 185 કિ.મી. પ્રતિ કલાક સુધી વધી શકે છે. દક્ષિણ ગુજરાતના અને સાગરકાંઠાના અન્ય જિલ્લાઓમાં પણ પવનની ઝડપ 155 થી 165 કિ.મી./કલાક રહેવાની શકયતા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે