Har Ghar Tiranga : પ્રધાનમંત્રીના માતા હીરાબાએ બાળકો સાથે લહેરાવ્યો તિરંગો
Har Ghar Tiranga : ગાંધીનગરના રાયસણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હિરાબાએ ૧૦૦ વર્ષની જૈફ વયે દેશભક્તિનુ ઉદાહરણ પૂરુ પાડ્યું
Trending Photos
ગાંધીનગર :આજથી દેશભરમાં હર ઘર તિરંગા અભિયાન શરૂ કરાયું છે. દરેક ઘર, દરેક ઓફિસ, દરેક ઈમારત પર તિરંગો લહેરાઈ રહ્યો છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં માતા હિરાબાએ પણ ગાંધીનગર સ્થિત પોતાના ઘરમાં તિરંગો લહેરાવ્યો હતો. 100 વર્ષની વય વટાવી ચૂકેલા હીરાબાએ દેશભક્તિની અનોખી મિશાલ રજૂ કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતા હિરાબાએ ગાંધીનગરમાં આવેલ તેમના ઘરમાં સામાન્ય પરિવારનાં બાળકોને રાષ્ટ્રધ્વજ વિતરણ કરી બાળકો સાથે તિરંગો લહેરાવ્યો હતો. દેશ જ્યારે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યુ છે, ત્યારે તેના ભાગરુપે ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં હીરાબા પણ સામેલ થયા છે.
આજે ગાંધીનગરના રાયસણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હિરાબાએ ૧૦૦ વર્ષની જૈફ વયે દેશભક્તિનુ ઉદાહરણ પૂરુ પાડ્યું. પોતાના નિવાસસ્થાને બાળકોને રાષ્ટ્ર ધ્વજનું વિતરણ કર્યું હતું અને બાળકો સાથે તેમણે પણ તિરંગો લહેરાવ્યો હતો.
હિરાબાએ પોતાના ઘરની નજીકમાં આવેલ ગુડાના મકાનોમાં રહેતાં મધ્યમવર્ગિય અને સામાન્ય પરિવારનાં બાળકોને તિરંગાનું વિતરણ કર્યું, ત્યારે વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. હીરાબા સાથે તિરંગો લહેરાવતા બાળકો પણ ગેલમાં આવી ગયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે