Sonia Gandhi: સોનિયા ગાંધી ફરી કોરોના સંક્રમિત, જયરામ રમેશે ટ્વીટ કરી આપી માહિતી
કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી ફરી કોરોના સંક્રમિત થયા છે. તેમને સરકારી પ્રોટોકોલ પ્રમાણે ક્વોરેન્ટીન કરવામાં આવશે.
Trending Photos
નવી દિલ્હીઃ કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી ફરી કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેમને સરકારી પ્રોટોકોલ પ્રમાણે ક્વોરેન્ટીન કરવામાં આવશે. આ જાણકારી કોંગ્રેસ નેતા જયરામ રમેશે આપી છે.
જયરામ રમેશે ટ્વીટમાં લખ્યુ, 'આજે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનો કોવિડ-19 ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તે સરકાર દ્વારા જારી પ્રોટોકોલનું પાલન કરતા આઈસોલેશનમાં રહેશે.'
Congress interim president Sonia Gandhi tests positive for #COVID19 again; party MP and General Secretary in-charge Communications Jairam Ramesh tweets, "She will remain in isolation as per Govt. protocol." pic.twitter.com/tXQySNTVCj
— ANI (@ANI) August 13, 2022
લોકસભાના પૂર્વ અધ્યક્ષ પણ સંક્રમિત
લોકસભાના પૂર્વ અધ્યક્ષ અને કોંગ્રેસ નેતા મીરા કુમાર પણ કોરોનાથી સંક્રમિત થયા છે. તેણમે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે.
નોંધનીય છે કે સોનિયા ગાંધીના પુત્રી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ કોરોનાથી સંક્રમિત થયા હતા. તેમણે સત્તાવાર ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરી જાણકારી આપી હતી. તેમણે લખ્યું હતું કે તે ફરી કોરોના સંક્રમિત થયા છે અને ઘરમાં પ્રોટોકોલનું પાલન કરતા ખુદને આઈસોલેશન કર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે