ગુજરાતભરની સિવિલ હોસ્પિટલમાં રિક્ષા ચોરી ગેંગનો પર્દાફાશ, એક, બે નહીં આટલી રિક્ષાઓનો ભેદ ખૂલ્યો!

પોલીસે બાતમીના આધારે આરોપીને સુરત સિવિલ હોસ્પિટલમાંથી પકડી પડ્યા છે. ત્રણ આરોપીની પુછપરછમાં અનેક ગુનાનો ભેદ ઉકેલાયો હતો. પોલીસે 6.70 લાખની 4 રિક્ષા કબજે કાર્યવાહી કરી છે. 

ગુજરાતભરની સિવિલ હોસ્પિટલમાં રિક્ષા ચોરી ગેંગનો પર્દાફાશ, એક, બે નહીં આટલી રિક્ષાઓનો ભેદ ખૂલ્યો!

પ્રશાંત ઢીવરે/સુરત: રાજયની સિવિલ હોસ્પિટલમાં રિક્ષા ચોરી કરવા આવેલી ટોળકીને પોલીસે પકડી પાડી હતી. આરોપીઓ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓની પાર્ક કરેલ રીક્ષાની ચોરી કરતા હતા. પોલીસે બાતમીના આધારે આરોપીને સુરત સિવિલ હોસ્પિટલમાંથી પકડી પડ્યા છે. ત્રણ આરોપીની પુછપરછમાં અનેક ગુનાનો ભેદ ઉકેલાયો હતો. પોલીસે 6.70 લાખની 4 રિક્ષા કબજે કાર્યવાહી કરી છે. 

આ ગેંગ રાજ્યના અલગ અલગ શહેરોમાં નવી સિવિલ હોસ્પિટલોમાં સારવાર માટે આવતા દર્દીઓની રિક્ષા ચોરી કરવાની ટેમ ધરાવતા હતા. આ ગેંગ સુરતની જ નવી સિવિલમાં ચોરી કરવામાં આવવાની હોવાની ખટોદરા પોલીસને માહિતી મળી હતી. પોલીસે એક ટીમ નવી સિવિલમાં વોચ માટે ગોઠવી હતી. આ ચોરી કરતી ગેંગ આવી ત્યારેજ પોલીસે ગેંગના ત્રણ આરોપીને પકડી પડ્યા હતા. 

પોલીસે ત્રણેયની પાસેથી રૂા. 6.70 લાખની 4 રિક્ષાઓ કબજે કરી હતી. આરોપી જયેશ ગૌરીશંકર રાવલ,જયદીપ ડાયાભાઇ રાવલ ગાંધીનગરના કરાદરા ગામનો રહેવાસી છે. આરોપી વિજય બાબુલાલ ડાભી ગાંધીનગર રાયપુર ગામમાં બ્રહ્માણી માતાવારોનો રહેવાસી છે. પોલીસે આ ત્રણે આરોપીની ધરપકડ કરી છે. આ ત્રણેય પકડાયા તેની સાથે જ તેઓનો એક સાગરીત નામે સુશીલ ઉર્ફે છોટીયો બાબુભાઈ રાઠોડ ભાગી છૂટ્યો હતો. પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. 

બીજી તરફ પોલીસે ત્રણેયની પાસેથી રૂા. 6.70 લાખની 4 રિક્ષાઓ પણ કબજે કરી હતી. તમામની સામે ખટોદરા, ગાંધીનગર, મહેસાણા, વડોદરા, ભરૂચ તેમજ અમદાવાદમાં પણ ચોરીની ફરિયાદો નોંધાઈ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news